બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટ / This is Gujarat's youngest drug peddler, who is now being pushed into the limelight by drug addiction among the youth.

રસપ્રદ કહાની / આ છે ગુજરાતની સૌથી નાની ઉંમરની ડ્રગ પેડલર, જે યુવાનોને ચડાવતી ડ્રગ્સના રવાડે, હવે ધકેલાઈ પાસામાં

Vishal Khamar

Last Updated: 05:04 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતીની સૌથી નાની વયની ડ્રગ પેડલર યુવતી જેણે કોલેજીયનોને ડ્રગ એડિક્ટ બનાવ્યા છે. પોલીસ દ્વારા અવાર નવાર તેનુ કાઉન્સેલિંગ કરી સુધારવાનો પ્રયત્ન કર્યો પણ છેવટે તે ન સુધરતા પોલીસે તેની પાસા હેઠળ જેલમાં ધકેલી.

  • ગુજરાતની સૌથી નાની વયની યુવતી બની ગઈ ડ્રગ પેડલર
  • પોલીસે અનેકવાક કાઉન્સેલિંગ કરી સુધારવાનો પ્રયત્ન કર્યો
  • રાજકોટ પોલીસે NDPS  એક્ટ હેઠળ પાસા કરી સાબરમતી જેલમાં ધકેલી

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ડ્રગસનો જથ્થો મોટા પ્રમાણમાં વારંવાર પકડાઇ રહ્યો છે આની પાછળ ગુજરાતનું યુવાધન નશામાં બરબાદ થઇ રહ્યું છે. ગુજરાતની સૌથી નાની વયની યુવતી ડ્રગ બની ગઈ બે વખત લગ્ન કર્યા બે વખત છૂટાછેડા કર્યા પોલીસે પણ કાઉન્સેલિંગ કરી અનેક વખત સુધારવાનો કર્યો પ્રયાસ અંતે ન સુધરી અમી અને અમદાવાદ જેલમાં ધકેલાય પાસામાં.. 

પોલીસે અનેક વખત કાઉન્સીલીંગ કર્યુ
રાજકોટની ડ્રગ્સના દુષણ સામે આકરી કાર્યવાહી ,ગુજરાતમા સૌથી નાની ઉંમરે પેડલર બનેલી યુવતીને અમી દિલીપ ચોલેરા સામે પાસા અટકાયતી કાર્યવાહી હાથ ધરી છે. NDPS એક્ટ હેઠળ પોલીસ કમિશનરે પાસા અટકાયત માટૅ દરખાસ્ત કરી હતી,અમી ચોલેરાની પાસા હેઠળ અમદાવાદની સાબરમતી જેલમા મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. અમી ચોલેરા ની સામે રાજકોટ મા બે ગુના નોંધાયારાજકોટ પોલીસ એ અગાઉ ડ્રગ્સ ના દુષણ માંથી આ યુવતી બહાર આવે તે માટૅ કાઉન્સિલિંગ કર્યું હતું. 

શહેર પોલીસ કમિશ્નર દ્વારા SAY NO TO DRUGS અભિયાન શરૂ કર્યુું
રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા શહેરમાં "SAY NO TO DRUGS" અભિયાન શરૂ કરવામાં આવ્યું અને તેમાં રાજકોટ શહેર SOG પોલીસ ને ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી. રાજકોટ શહેરમાં એમડી ડ્રગનું વેચાણ કરતા પેડલરો પૈકી મોટા ભાગના પેડલરો હાલ જેલમાં છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કોલેજીયનોને સોફ્ટ ટાર્ગેટ બનાવતી અમી દિલીપભાઈ ચોલેરા (ઉ.વ.23) નામની સૌથી નાની ઉંમરની પેડલર પોલીસ પકડથી દૂર હતી અને  પોતે સાતિર દિમાગથી ડ્રગનું વહેચાણ કરતી હતી. અમીને પકડવા માટે ચાર મહિનાથી પોલીસ મહેનત કરતી હતી પરંતુ ડ્રગના જથ્થા સાથે પકડાતી ન હતી. 

અમીએ રાજકોટ શહેરની કેટલીક જાણીતી કોલેજનાં યુવાનોને ટાર્ગેટ કર્યા

પોલીસને એક સમયે પગેરું મળ્યું હતું જેમાં અમી રાજકોટ શહેરની કેટલીક જાણીતી કોલેજ ઉપરાંત હાઇવે ઉપર આવેલ કોલેજીયનને ટાર્ગેટ બનાવતી હોવાનું સામે આવ્યું હતું. આ પછી છુપી રીતે પોલીસે અમીની પાછળ વોચ ગોઠવી હતી અને કોલેજીયન યુવાનની જ મદદ લઇ અમી સુધી પહોંચવા પ્લાન બનાવ્યો હતો. ચાર મહિના સુધી સતત વોચ રાખી પોલીસે ચાર થી પાંચ વખત તલાસી પણ લીધી હતી જો કે આ સમયે કશું હાથ લાગ્યું ન હતું. 

અમી દિલીપભાઈ ચોલેરા (ડ્રગ પેડલર)

પોલીસે અમી પાસેથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો હતો

જો કે આખરે 31.01.2023 ના રોજ રાજકોટ શહેર SOG પીઆઇ જે.ડી.ઝાલાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની ચોક્કસ બાતમીના આધારે મહિલા પોલીસને સાથે રાખી રેસકોર્સ બાલભવનના ગેઈટથી અંદર પ્રમુખ સ્વામી પ્લેનેટેરિયમ બહાર અમી દિલીપભાઇ ચોલેરા (ઉ.વ.23) ને પકડી પાડી અંગઝડતી લેતા તેની પાસેથી અલગ અલગ પડીકીમાં કુલ 1.23 લાખ કિંમતનો 12.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ડ્રગ તેમજ એક્ટિવા અને મોબાઈલ સહીત કુલ 1.78 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે FSL ની મદદ લેતા અમી પાસેથી મળી આવેલ પડીકી મેફેડ્રોન ડ્રગની હોવાનું સામે આવતા તે પોતે આ કોની પાસેથી લાવતી હતી અને કોને આપતી હતી એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં તેણે પોતે MD ડ્રગ ફ્રૂટના વેપારી જલાલબાપુ પાસેથી ખરીદ કરતી હોવાની કબૂલાત આપતા પોલીસે તેની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જો કે જલાલ આ જથ્થો પોરબંદરના કોઈ શખ્સ પાસેથી લેતો હોવાનું અમીએ રટણ કર્યું હતું જેથી એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. 

ડ્રગની આદત છોડવા કોશિશ કરી રહી છું પણ છોડી શકતી નથીઃઅમી

એક સમયે તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે અમીએ એવું પણ રટણ અધિકારીઓ સમક્ષ કર્યું હતું કે સર હું ધીમે ધીમે ડ્રગની આદત છોડવા કોશિશ કરી રહી છું પણ છોડી શકતી નથી. હા ઓછું જરૂર થયું છે પહેલા હું રોજ ડ્રગ નું સેવન કરતી હતી હવે અઠવાડિયામાં એક થી બે વખત સેવન કરું છું. હું ડ્રગનું સેવન ન કરું તો મુશ્કેલી થાય છે હાથ પગ ધ્રુજવા લાગે છે અને આંચકી આવવા લાગે છે અને જીભ થોથવાવા લાગે છે. પણ હવે હું ક્યારે આ વસ્તુ નહિ કરું આ મારી છેલ્લી ભૂલ છે. 

રાજુ ભાર્ગવ (રાજકોટ પોલીસ કમિશ્નર)

20 કોલેજીયન યુવક યુવતીઓ અમીના સંપર્કમાં હોવાનું તપાસમાં સામે આવ્યું

આશ્ચર્યની વાત તો એ છે કે અમી MD ડ્રગના જથ્થા સાથે ઝડપાયા બાદ તપાસ કરતા 20 જેટલા કોલેજીયન તેના સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું જેમાં 10 થી 12 યુવાનો અને 8 જેટલી યુવતીઓનો પણ સમાવેશ થાય છે. આ દરેક કોલેજીયન યુવક યુવતીની સાથે સાથે પોલીસે તેના માં-બાપ ને પણ બોલાવી તેનું કાઉન્સેલિંગ કર્યું હતું અને આવા નશાનું સેવન ન કરવા સમજણ આપી હતી. 

યુવાનોને હોટલમાં લઈ જઈ નશાનાં રવાડે ચડાવતી હતીઃ પોલીસ

પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ અમી ચોલેરા ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને સ્નેપચેટ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટનો ઉપયોગ કરતી હતી. જેમાં તે ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ મદદથી રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાક શહેરોના મોટા ઘરના તમેજ ઉદ્યોગપતિઓના દીકરા દીકરીઓને ટાર્ગેટ બનાવતી હતી. એટલું જ નહિ સોસીયલ મીડિયા માધ્યમથી સંપર્કમાં આવેલ યુવાનો સાથે સંબંધો વિકસાવી તેમને હોટેલમાં લઇ જઈ નશાના રવાડે ચડાવતી હતી. રેડબુલ જેવા એનરજી ડ્રિન્ક તેમજ સોફ્ટ ડ્રિન્કમાં MD ડ્રગ ભેળવી અને આ પીધા પછી વધુ મજા આવશે તેવી લાલચ આપી યુવાનોને નશામાં ગળાડૂબ કરી દેતી હતી. 

અમી ચોલેરા ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરેલ છે અને તેના પિતાનું નામ દિલીપભાઈ ચોલેરા છે. અમી રાજકોટના કરણપરા વિસ્તારમાં રાજહંસ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે એ-7 નંબરના બ્લોકમાં રહે છે. ચાર વર્ષ પૂર્વે અમીને આકાશ નામના ક્રિકેટર યુવાન સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. વર્ષ 2013 થી બન્ને એક બીજાના સંપર્કમાં હતા અને તેને લગ્ન કર્યા હતા જો કે ફક્ત 10 દિવસમાં જ તેઓના છૂટાછેડા થઇ ગયા હતા. બાદમાં તેઓએ ફરી ચારેક માસ બાદ લગ્ન કરી લીધા હતા અને 2020માં ફરી છૂટાછેડા લીધા હતા.

આકાશ અને અમી બન્ને અન્ય મિત્રો સાથે બહાર મળતા હતા અને પાર્ટી કરતા હતા તેવામાં મિત્રોની કુટેવ આ બન્નેમાં આવી જતા તેઓ પણ ડ્રગનું સેવન કરવા લાગ્યા હતા. આકાશ સાથે છૂટાછેડા બાદ આ દરમિયાન અમીની મુલાકાત રાજકોટની મહિલા પેડલર સુધા ધામેલીયા સાથે થતા ડ્રગ એડિક્ટની સાથે  સાથે તે પોતે પણ ડ્રગ પેડલર બની ગઈ હતી અને પોતે પણ ડ્રગ વહેંચવાનું શરૂ કર્યું હતું અને કોલેજીયન યુવાનોને ટાર્ગેટ બનાવ્યા હતા. 

ડ્રગ્સની પડીકી બોક્સ જેવી વસ્તુમાં સંતાડીને અમી આપતી હતી

અમી એટલી સાતિર હતી કે તે પોતે પોલીસ પકડથી મોટા ભાગે દૂર રહેતી હતી. કોઈ પુરાવા ન મળે માટે અમી તેમના ગ્રાહક ને MD ડ્રગની પડીકી બનાવીને વ્હેંચતી હતી જેમાં તે 1 ગ્રામ પડીકીના રૂપિયા 2500 લેતી હતી જો કે કોઈ પણ ગ્રાહક જયારે ડ્રગ લેવા આવે ત્યારે તે તેને હાથો હાથ ડ્રગ આપતી ન હતી પરંતુ પોતે પહેલા કોઈ એક જગ્યા પર પહોંચી ડ્રગની પડીકી બોક્સ જેવી વસ્તુમાં કે અન્ય કોઈ જગ્યાએ સંતાડી દેતી હતી બાદમાં ગ્રાહક આવે તો તેની પાસેથી રૂપિયા મેળવી બાદમાં ત્યાંથી પોતે નીકળી જતી હતી અને થોડે દૂર જઇ તે ગ્રાહકને વોટ્સએપ કોલ કરી આ જગ્યા પર માલ પડેલ છે લઇ લેજો કહી ફોન મૂકી દેતી હતી.

રાજકોટમાં યુવા ક્રિકેટરની માતાએ મહિલા ડ્રગ પેડલર સામે કર્યા હતા આક્ષેપ

વર્ષ 2021 દરમિયાન રાજકોટમાં યુવા ક્રિકેટરની માતાએ મહિલા પેડલર સુધા ધામેલિયા સામે આક્ષેપ કર્યા હતા અને તેનો પુત્ર ડ્રગ્સના રવાડે ચડી ગયો હોવાનું જણાવ્યું હતું. આ પછી પોલીસે રાજકોટના રેસકોર્સ રોડ પર આવેલ એક ખાનગી હોટલમાં રેડ કરતાં અમી ચોલેરા અને મહિલાનો પુત્ર મળી આવ્યાં હતાં. આ દરમિયાન અમી પાસેથી ડ્રગ્સનું સેવન કરવાના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે અમી વિરુદ્ધ NDPS એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ન માત્ર યુવાનો પરંતુ શહેરમાં અનેક યુવતીઓ છે જે માદક પદાર્થનું સેવન કરી રહી છે, એટલું જ નહી આવા માદક પદાર્થની પાક્કી બંધાણી બની છે. જો દરરોજ નશો કરવા મળે નહી તો આવી યુવતીઓની માનસિક હાલત ખરાબ થાય છે અને નશો કરવા માટે કોઇપણ હદે સમાધાન કરવા તૈયાર થઇ જાય છે, આવી યુવતીઓની મજબૂરીનો અન્ય લોકો લાભ પણ ઉઠાવતા હોય છે. 

રાજકોટ શહેરમાં મુખ્ય 20 ડ્રગ પેડલર છે જેમાંથી 14 પેડલરો હાલ જેલમાં સજા કાપી રહ્યા છે. જેમાં મુખ્ય નવ પેડલરો હાલ જેલમાં બંધ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. 

રાજકોટના મુખ્ય નવ પેડલરો
(1) વસીમ અફસરફ મુલતાણી 
(2) બિલાલ મેતર 
(3) યોગેશ બારભાયા 
(4) સુધા ધામેલીયા 
(5) જલાલ કાદરી 
(6) ઉમંગ ભૂત 
(7) ઈરફાન પટણી 
(8) અમી ચોલેરા 
(9) સિકંદર શેખ

 

સંકળાયેલા મુદ્દાઓ

Action Drug peddlers Police rajkot અમી ચોલેરા કાર્યવાહિ પોલીસ રાજકોટ rajkot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ