ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:34 PM, 25 February 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
તુર્કીયેમાં ભયાનક ભૂકંપના આંચકા જાણે અટકવાનું નામ જ ન લેતા હોય તેમ એક પછી એક આંચકા અનુભવાય રહ્યા છે. હજુ ભયાનક ભૂકંપના એ ડરામણા દ્રશ્યો અને દયનિય હાલતમાંથી તુર્કીયે બહાર નીકળ્યું નથી ત્યારે આજે શનિવારે ફરી એકવાર ભૂકંપનો વધુ એક આંચકો અનુભવાતા લોકો ભયના લખલખા હેઠળ જીવી રહ્યા છે. આજે આવેલા ભૂકંપના આંચકામાં તીવ્રતા સ્કેલ પર 5.8 માપવામાં આવી છે. જ્યારે ભારતીય સમય અનુસાર ભૂકંપ સાંજે ચાર વાગ્યાની આસપાસ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ADVERTISEMENT
6 ફેબ્રુઆરીના રોજ ત્રાટકેલા ભૂકંપને લઈને ઠેર ઠેર વિનાશ
મહત્વનું છે કે તુર્કીયેમાં 6 ફેબ્રુઆરીના રોજ ત્રાટકેલા ભૂકંપને લઈને ઠેર ઠેર વિનાશ વેરાયો છે. જેમાં અનેક લોકો મોતના મુખમાં ધકેલાયા છે.
તુર્કીએ અને પડોશી દેશે સીરિયામાં પ્રચંડ આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી. ત્યારબાદ એક બે દિવસ બાદ પણ હળવા આંચકા અનુભવાયા હતા. ગત શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુ આંક 41000 ને વટાવી ગયો છે. આવી સ્થિતિ વચ્ચે છાશવારે આવતા ભૂકંપના આજકાલને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ગત 6 ફેબ્રુઆરીના રોજ આવેલા ભૂકંપને લઈને રાહત અને બચાવ ટુકડીએ પણ કાબીલેદાદ કામગીરી કરી હતી. જેમાં અનેક લોકોના જીવ બચાવી લેવામાં પણ ટીમને સફળતા પણ મળી હતી. જેના આ અંગેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. છતાં પણ 41,000 લોકો મોતના મુખમાં ધકેલાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો