બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / This does not work! Lured by the lure of freebies, rich parents are teaching boys in RTE, what will happen to poor children?

મહામંથન / આવું ન ચાલે ! મફતના મોહમાં લલચાયા પૈસાદાર વાલીઓ, RTEમાં ભણાવી રહ્યાં છે છોકરાઓને, ગરીબ બાળકોનું શું થશે?

Vishal Khamar

Last Updated: 09:04 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતી આચરી હોવાનું સામે આવતા રાજકોટમા 400 ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં વહીવટી તંત્રે ચેકીંગ હાથ ધરતા અનેક ખુલાસા સામે આવ્યા છે.

RTEમાં એડમિશન માટે વાલીઓનો મોહ કદાચ હદ વટાવી રહ્યો હોય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે અને હવે આ મુદ્દે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો હોય તેવું ચોક્કસ કહી શકાય. એવા તો અનેક કિસ્સા આવ્યા કે જેમાં આર્થિક રીતે પગભર વાલીઓ હોય અને તેના બાળકને RTEમાં એડમિશન અપાવ્યા હોય. હવે એવા કિસ્સા સામે આવ્યા કે જેમાં બાળકોએ ધોરણ-1માં અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેમ છતા RTEમાં તેના બાળકને ફરી ધોરણ-1માં પ્રવેશ મેળવવા વાલીઓ ઓનલાઈન છેડછાડ કરીને ફોર્મ ભરે. રાજકોટમાં આવા 400 જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા છે. સ્વભાવિક છે કે રાજકોટમાં વહીવટીતંત્રએ ચેકિંગ હાથ ધર્યુ અને ફેરચકાસણીમાં આ ખુલાસો સામે આવ્યો ત્યારે સમગ્ર રાજ્યમાં આવા કેટલાય કિસ્સા બનતા હશે તે હવે વિચારવું જ રહ્યું. સવાલ એ છે કે આર્થિક રીતે સક્ષમ વાલીઓ જો RTEમાં એડમિશનનો મોહ રાખે તો જે RTEમાં પ્રવેશ માટે ખરેખર લાયક છે તેવા ગરીબ બાળકોનું શું.

  • RTEમાં ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરી પ્રવેશ મેળવવામાં આવી રહ્યો છે
  • RTE અંતર્ગત એડમિશનની ચકાસણીમાં ગેરરીતિઓ બહાર આવી
  • વાલીઓ RTEમાં બાળકને પ્રવેશ અપાવવા ગેરરીતિ આચરી રહ્યા છે

RTEમાં ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરી પ્રવેશ મેળવવામાં આવી રહ્યો છે. RTE અંતર્ગત એડમિશનની ચકાસણીમાં ગેરરીતિઓ બહાર આવી છે.  વાલીઓ RTEમાં બાળકને પ્રવેશ અપાવવા ગેરરીતિ આચરી રહ્યા છે. ધોરણ-1 પૂર્ણ કરી ચુક્યા હોય તેવા બાળકોને ફરી ધોરણ-1માં પ્રવેશ અપાય છે. ધોરણ-1ની બેઠક આ રીતે ભરાય પછી લાયક વિદ્યાર્થીને પ્રવેશ મળતો નથી. વિદ્યાર્થીઓને ધોરણ-1માં નિશુલ્ક પ્રવેશનો ઉમદા હેતુ સિદ્ધ થતો નથી. આર્થિક રીતે સક્ષમ વાલીઓ પણ RTEમાં એડમિશનનો મોહ રાખે છે. 

  • રાજકોટમાં RTEમાં એડમિશન પ્રક્રિયામાં ગેરરીતિ સામે આવી
  • રાજકોટમાં RTE અંતર્ગત પ્રવેશ લીધેલા 400 એડમિશન રદ
  • ફોર્મ ચકાસણીમાં ગેરરીતિઓ સામે આવી

RTEમાં ગેરરીતિનો ખુલાસો
રાજકોટમાં RTEમાં એડમિશન પ્રક્રિયામાં ગેરરીતિ સામે આવી છે.  રાજકોટમાં RTE અંતર્ગત પ્રવેશ લીધેલા 400 એડમિશન રદ. ફોર્મ ચકાસણીમાં ગેરરીતિઓ સામે આવી છે.  વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરવામાં થોડી છેડછાડ કરી હતી. ઓનલાઈન ફોર્મમાં ગેરરીતિ આચરીને ધોરણ-1માં ફરી પ્રવેશ લેવામાં આવ્યો. ધોરણ-1 ભણી ચુક્યા હોય તેવા વિદ્યાર્થીઓને ફરી ધોરણ-1માં પ્રવેશ અપાયો. વાલીઓએ માહિતી છૂપાવીને ધોરણ-1માં બાળકોને પ્રવેશ અપાવ્યો. ઓનલાઈન ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં શાળા દ્વારા પણ ચકાસણી ન થઈ હોય શકે. હાલ ખોટી રીતે પ્રવેશ મેળવનારા બાળકોના એડમિશન રદ કરવામાં આવશે. 

  • RTEમાં પ્રવેશની ફેરચકાસણી માટે ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે
  • ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં વાલીઓ ઓનલાઈન ફેરફાર કરી શકે છે
  • વાલીઓ પોતાના બાળકના નામ કે અટકમાં નજીવો ફેરફાર કરી શકે છે

ખાનગી શાળા સંચાલકનો તર્ક શું છે?
RTEમાં પ્રવેશની ફેરચકાસણી માટે ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે. ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં વાલીઓ ઓનલાઈન ફેરફાર કરી શકે છે. વાલીઓ પોતાના બાળકના નામ કે અટકમાં નજીવો ફેરફાર કરી શકે છે. નામ-અટકમાં ફેરફારથી ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ તેને ટ્રેક નથી કરી શકતી.  શાળા સંચાલકોની માંગ છે કે ટ્રેકિંગ સિસ્ટમને લિંક કરવામાં આવે. ટ્રેકિંગ સિસ્ટમ આધારકાર્ડ કે જન્મના પ્રમાણપત્ર સાથે લિંક હશે તો ફાયદો થશે. આધારકાર્ડ કે બર્થ સર્ટી. સાથે સિસ્ટમ લિંક હશે તો ગેરરીતિ અટકશે. પ્રવેશ પહેલા જ ગેરલાયક વિદ્યાર્થીઓને અલગ તારવી શકાશે. 

  • રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ મામલાને ગંભીરતાથી લીધો
  • પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ કર્યું કે ફી ભરવા સક્ષમ નથી તેવા લોકો માટે જ RTE છે
  • જે આર્થિક રીતે સક્ષમ છે તે પણ ખોટા દસ્તાવેજ બનાવી RTEમાં પ્રવેશ લે છે

શિક્ષણ વિભાગે શું કહ્યું?
રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ મામલાને ગંભીરતાથી લીધો છે.  પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ કર્યું કે ફી ભરવા સક્ષમ નથી તેવા લોકો માટે જ RTE છે. જે આર્થિક રીતે સક્ષમ છે તે પણ ખોટા દસ્તાવેજ બનાવી RTEમાં પ્રવેશ લે છે. શિક્ષણ વિભાગના ધ્યાને આવી અનેક ફરિયાદ આવી છે. ગરીબ બાળકોને અન્યાય નહીં ચલાવી લેવાય. RTEમાં પ્રવેશનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. પોતાના મકાન હોય છતાં ભાડા કરાર બનાવ્યા હશે તે નહીં ચાલે. ગરીબ બાળકને અન્યાય ન થાય તે માટે નિયામક અને તમામ DEOને સૂચના આપી છે. 

  • થોડા સમય પહેલા RTEમાં પ્રવેશ અપાવવા લેભાગુ એજન્ટ સક્રિય હતા
  • RTE CAFE નામથી બનાવટી વેબસાઈટ શરૂ કરવામાં આવી હતી
  • વેબસાઈટ મારફતે ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ અને રૂપિયા માંગવામાં આવ્યા

લેભાગુ એજન્ટથી સાવધાન
થોડા સમય પહેલા RTEમાં પ્રવેશ અપાવવા લેભાગુ એજન્ટ સક્રિય હતા. RTE CAFE નામથી બનાવટી વેબસાઈટ શરૂ કરવામાં આવી હતી. વેબસાઈટ મારફતે ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ અને રૂપિયા માંગવામાં આવ્યા. 3 હજાર રૂપિયા એડવાન્સ માંગવામાં આવતા હતા. જો એડમિશન ન થાય તો 1 હજાર 800 રૂપિયા પરત કરવાની વાત હતી. લેભાગુ એજન્ટોએ સર્વ શિક્ષા અભિયાનના લોગોનો પણ ઉપયોગ કર્યો હતો. VTV NEWS દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ