બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / This cricketer took a six in the last match, retired from international cricket, was given a farewell like a king

cricket / છેલ્લી મેચમાં છગ્ગો મારી આ ક્રિકેટરે લીધો ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ, રાજાની જેમ અપાઈ વિદાય, જુઓ વીડિયો

Vishal Khamar

Last Updated: 07:36 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમણા હાથના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે તાજેતરમાં એશિઝમાં ઈતિહાસ રચ્યો હતો. એશિઝના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ માટે 150 વિકેટ લેનાર તે પ્રથમ ઝડપી બોલર બન્યો હતો. છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ દ્વારા બ્રોડને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

  • ઈગ્લેન્ડનાં ફાસ્ટ બોલરે નિવૃતિ જાહેર કરી ક્રિકેટ જગતને ચોંકાવી દીધું
  • ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ બ્રોડને ગાર્ડ ઓફ ઓનર આપ્યું
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બ્રોડનાં નામે 845 વિકેટ લેવાનો રેકોર્ડ 

 ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે નિવૃત્તિની જાહેરાત કરીને વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું હતું. બ્રોડનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી એશિઝ શ્રેણીની પાંચમી ટેસ્ટ મેચ તેની વ્યાવસાયિક ક્રિકેટ કારકિર્દીની છેલ્લી મેચ છે. આ પછી તે ક્રિકેટને અલવિદા કહી દેશે. એક દાયકાથી વધુ સમયથી બ્રોડ ઇંગ્લેન્ડ ટીમનો એક મહત્વનો ભાગ રહ્યો છે. કેનિંગ્ટન ઓવલમાં જ્યારે તે છેલ્લી વખત બેટિંગ કરવા આવ્યો ત્યારે ચાહકો અને સાથી ખેલાડીઓએ તેને અનોખા અંદાજમાં વિદાય આપી હતી.

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ બ્રોડને ગાર્ડ ઓફ ઓનર આપ્યું
સ્ટુઅર્ટ બ્રોડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની છેલ્લી ઇનિંગમાં સિક્સર ફટકારી હતી. રવિવારે જ્યારે બ્રોડ જેમ્સ એન્ડરસન સાથે બેટિંગ કરવા બહાર આવ્યો. ત્યારે દર્શકો ઉભા થઈને તેનું અભિવાદન કર્યું હતું.  જ્યારે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ બ્રોડને ગાર્ડ ઓફ ઓનર આપ્યું.  એટલે કે મેદાનમાંથી તેમનું વિદાય એ 'રાજા' ની જેમ કરવામાં આવી હતી. આ દરમિયાન બ્રોડ ભાવુક જોવા મળ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બ્રોડનાં નામે 845 વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયેલો છે
સ્ટુઅર્ટ બ્રોડે 167 ટેસ્ટ, 121 ODI અને 56 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બ્રોડનાં નામે 845 વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયેલ છે.  બ્રોડે વર્ષ 2007માં શ્રીલંકા સામે પહેલી ટેસ્ટ મેચ રમી હતી.  તેણે 167 ટેસ્ટ મેચમાં 602 વિકેટ લીધી હતી. ત્યારે બ્રોડે ટેસ્ટ વિકેટની સંખ્યામાં વધુ વધારો કરી શકે છે કારણ કે તે હજુ પણ પાંચમી ટેસ્ટ મેચમાં બોલિંગ કરી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ