બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / This area of Gujarat was declared cholera prone

ગાંધીનગર / રેડએલર્ટ! ગુજરાતનો આ વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર, કેસોનો રાફડો ફાટતાં કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

Vishal Khamar

Last Updated: 10:00 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરનાં ઉવારસદને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. ગાંધીનગર કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી 2 કિમીનાં વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો.

  • ગાંધીનગરનાં ઉવારસદને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
  • ઉવારસદ અને કર્ણાવતી યુનિવર્સિટી વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર
  • ગાંધીનગર જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું

ગાંધીનગરનાં ઉવારસદ ગામમાં યુવકને ઝાડા-ઉલ્ટી થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. યુવકને સારવાર આપવા છતાં પણ તેની તબિયતમાં કોઈ સુધારો ન થતા યુવકનાં સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા હતા. ત્યારે રિપોર્ટ આવ્યા બાદ કિશોરનો કોલેરા હોવાનું માલુમ પડતા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક યુવકની સારવાર શરૂ કરી હતી. તો બીજી તરફ જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ઉવારસદ અને કર્ણાવતી યુનિવર્સિટીનાં બે કિલોમીટરનાં વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. 

જુઓ કલેક્ટરનું જાહેરનામુંઃ 

આરોગ્ય વિભાગ દ્વારા ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો
યુવક કોલેરા ગ્રસ્ત હોવાનું પ્રકાશમાં આવતા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ ટીમો બનાવી ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો હતો. સર્વે દરમ્યાન આરોગ્ય વિભાગને ઝાડા-ઉલ્ટીની અસર હોય તેવા વધુ 2 દર્દીઓ મળી આવ્યા હતા. જે બંને દર્દીઓનાં સેમ્પલ લઈ આરોગ્ય વિભાગ દ્વારા તેને તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલ્યા હતા.  તેમજ ઈંટોનાં ભઠ્ઠામાં કામ કરતા અન્ય મજૂરોની પણ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય તપાસ હાથ ધરાઈ હતી. 

 વધુ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સહિત 4 મહાનગરો માટે 419 કરોડની ગ્રાન્ટને આપી મંજૂરી, જાણો તમારા શહેરમાં કયા કયા કામો થશે

30 ડિસેમ્બરથી આગામી ત્રણ મહિના સુધી જાહેરનામું અમલી
એકાએક કોલેરાનાં કેસ પ્રકાશમાં આવતા ગાંધીનગર કલેક્ટર દ્વારા તાત્કાલિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં ઉવારસદ અને કર્ણાવતી યુનિવર્સિટી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયું હતું. તેમજ 2 કિલોમીટરનાં સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો. તેમજ ઈંટોનાં ભઠ્ઠા અને આસપાસનાં વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા લોકોની આરોગ્ય ચકાસણી શરૂ કરી હતી. ત્યારે આ જાહેરનામું તા. 30 મી ડિસેમ્બર 2023 થી આગામી ત્રણ મહિના સુધી અમલમાં રહેશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ