બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / This 700-year-old temple in Gujarat is believed to contain salt, eye disease is cured by seeing it.

દુ:ખહર્તા શીતળામાતા / ગુજરાતમાં 700 વર્ષ જૂના આ મંદિરમાં મીઠું ધરાવવાની છે માન્યતા, દર્શન કરતાં જ આંખની બીમારી થાય છે ઝાટકે દૂર

Vishal Khamar

Last Updated: 07:33 AM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડીસા તાલુકાનાં કુપટ ગામમાં બિરાજમાન શીતળામાતાનાં મંદિરની સ્થાપનાં 700 વર્ષ પહેલા જૈન સમાજે કરી હતી. લોકવાયકા પ્રમાણે શીતળામાતાની બાધાની બાળકની આંખોની બીમારી દૂર થશે. માતાજીના પ્રાચીન મંદિરે વર્ષોથી અખંડજ્યોત ચાલે છે.

  • ડીસાના કૂંપટમાં આસ્થાનું ધામ
  • ભક્તિ શક્તિ અને આસ્થાનુ  કેન્દ્ર
  • વર્ષમાં બે શીતળા સાતમ ઉજવાય છે  

 બનાસકાંઠાના ડીસા પાસે કૂંપટ ગામે આવેલુ શીતળા માતાજીનું મંદિર શ્રદ્ધા અને આસ્થા નું કેન્દ્ર છે. દર વર્ષે શીતળા સાતમના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે, જેમાં આજુબાજુ ના 50 થી વધુ ગામોના લોકો શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શીતળામાતાજીના મંદિરની સ્થાપના 700 વર્ષ પહેલાં કરવામાં ત્યારથી માઈભક્તો દૂર દૂરથી પોતાની માનતાઓ પુરી કરવા માતાજીના શરણે આવે છે. 

700 વર્ષ પહેલા જૈન સમાજે મંદિરની સ્થાપના કરી
હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનો એક અનેરૂ મહત્વ રહેલું છે. ખાસ કરીને હિન્દૂ ધર્મના લોકોની દેવી-દેવતાઓમાં આગવી શ્રદ્ધા રહેલી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કૂંપટ ગામે પૌરાણિક શીતળામાતાનુ મંદિર આવેલુ છે. 700 વર્ષ પહેલા જૈન સમાજે શીતળા માતાના મંદિરની સ્થાપના કરી હતી અને શીતળામાતાની પૂજા અર્ચના પણ જૈન સમાજ દ્વારા કરવામાં આવતી હતી. 

શીતળામાતાની બાધાથી બાળકની આંખોની બીમારી દૂર
નાના બાળકને આંખોની બીમારી થાય તો શીતળામાતાજીના મંદિરે બાધા રાખવામાં આવે છે અને ભાવિકની માતાજી માટેની શ્રદ્ધા આંખની બીમારીને દૂર કરે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે જેના કારણે દર વર્ષે  શીતળામાતાના મંદિરે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાના બાળકોની બાધા આંખડીઓ પૂર્ણ કરવા માટે આવે છે.

શીતળામાતાજીનુ હથિયાર સાવરણી 
શીતળા માતાના મંદિરે સ્થાનિક લોકો દ્વારા નિયમિત પૂજા અર્ચના કરવામાં આવે છે, બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાંથી વર્ષો જૂના કુંપટ ગામે માતાજીના મંદિરે હજારો દર્શનાર્થીઓ દર્શને આવી ધન્યતા પ્રાપ્ત કરે છે. શીતળામાતાજીનુ હથિયાર સાવરણી છે, ભાવિકો માનતા પૂર્ણ થતા માતાજીને શ્રીફળ,મીઠુ,ગવારની ખરજ, ભાજી અને સાવરણી પણ ચડાવે છે.

આસપાસનાં ગામનાં લોકો માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે
શીતળામાતાજીના ખુબજ પ્રાચીન મંદિરે વર્ષોથી યોજાતા શીતળાસાતમના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. શીતળાસાતમના મેળામાં ડીસા સહીત આસપાસના ગામના લગભગ ૫૦ હજારથી વધુ ભાવિકો શીતળામાતાના દર્શન કરી મેળાની પણ મજા માણે છે.

ભગવતીબેન (દર્શનાર્થી)

શીતળામાતાજીના પ્રાચીન મંદિરે વર્ષોથી યોજાય છે મેળો
શીતળા માતાના મંદિરે મીઠું ધરાવવાની માન્યતા પણ ખુબ જ પ્રચલિત છે. વર્ષો પહેલા શીતળા સાતમની ઉજવણી ડીસામાં પણ અનોખા અંદાજમાં થતી હતી. શીતળા સાતમના એક દિવસ અગાઉ રાંધણ છટ્ટના દિવસે ઘરે રસોઈ બનાવી શીતળા સાતમના દિવસે ચૂલા ઠંડા રાખી કૂંપટના  મેળામાં જઈ શીતળામાતાજીના દર્શન કરીને ઠંડા ભોજનનો પ્રસાદરુપે આનંદ માણતા હતા. વર્ષોથી ચાલી આવતો માતાજીના મંદિરનો મહિમા આજે પણ અકબંધ જળવાઈ રહ્યો છે.

ગૌસ્વામી લાલભારથી રમેશભારથી (પૂજારી)

બીજી શીતળા સાતમ ફાગણ વદ સાતમના દિવસે  ઉજવાય છે 
વર્ષમાં બે વાર આવતી શીતળા સાતમમાં, એક શીતળા સાતમ શ્રાવણમાસના કૃષ્ણ પક્ષમાં ઉજવાય છે. અને બીજી શીતળા સાતમ ફાગણ વદ સાતમના દિવસે  ઉજવાય છે.  ફાગણ મહિનામાં ઉજવાતા શીતળાસાતમની ઉજવણી મહદ અંશે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં જ થાય છે. આ પર્વની ઉજવણી પ્રસંગે વિવિધ સ્થળે લોકમેળા પણ યોજાય છે. 

માતાજીના પ્રાચીન મંદિરે વર્ષોથી અખંડજ્યોત ચાલે છે
ડીસા તાલુકાના  કુપટ ગામમાં બિરાજમાન શીતળામાતાના પ્રાચીન મંદિરે વર્ષોથી અખંડજ્યોત ચાલે છે. દર વર્ષે શીતળા સાતમના દિવસે ભરાતા ભવ્ય ભાતીગળ લોકમેળામાં  ઉત્સાહ, ભક્તિભાવ અને ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ