બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / thiruvananthapuram brain eating amoeba killed 15 years old boy

કેરળ / શરીરમાં ઘૂસીને મગજને ખાઈ જાય છે અમીબા: કેરળમાં 15 વર્ષના છોકરાનું મૃત્યુ, જાણો કઈ રીતે થાય છે આ બિમારી

Manisha Jogi

Last Updated: 12:00 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂષિત પાણીમાં રહેતા એક અમીબાને કારણે તેનું મોત થયું હોવાનું કહેવામાં આવે છે. આ અમીબા નાકથી મૃતકના બ્રેઈન સુધી પહોંચી ગયો હતો.

  • બ્રેઈન ઈન્ફેક્શનના કારણે 15 વર્ષીય કિશોરનું મોત
  • દૂષિત પાણીમાં રહેતા એક અમીબાને કારણે મોત
  • આરોગ્ય અધિકારીઓએ આપી ચેતવણી

કેરળના અલપ્પુઝામાં બ્રેઈન ઈન્ફેક્શનના કારણે 15 વર્ષીય કિશોરનું મોત થયું છે. દૂષિત પાણીમાં રહેતા એક અમીબાને કારણે તેનું મોત થયું હોવાનું કહેવામાં આવે છે. આ અમીબા નાકથી મૃતકના બ્રેઈન સુધી પહોંચી ગયો હતો. આરોગ્ય અધિકારીઓએ દૂષિત પાણીમાં નહાવાની ના પાડી છે. રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે આ અંગે જાણકારી આપી છે. અલપ્પુઝાના પનાવલ્લીમાં રહેતા 15 વર્ષીય કિશોરને ‘પ્રાઈમરી અમીબિક મેનિંગોએન્સેફલાઈટિસ (PAM)’ ઈન્ફેક્શન હતું. 

આ કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય અધિકારીઓએ દૂષિત પાણીમાં નહાવાની ના પાડી છે. આ કિશોરના મોતની પુષ્ટી કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં અગાઉ પણ આ પ્રકારના પાંચ કેસ સામે આવી ચૂક્યા છે. 

વર્ષ 2016માં સૌથી પહેલો કેસ નોંધાયો હતો જે, તિરુવનંતપુરમમાં અલપ્પુઝાના તિરુમલા વોર્ડમાંથી સામે આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, વર્ષ 2019 અને વર્ષ 2020માં મલપ્પુરમમાં બે કેસ સામે આવ્યા હતા. વર્ષ 2020માં કોઝિકોડમાં એક કેસ નોંધાયો હતો તથા વર્ષ 2022માં ત્રિશૂરમાં એક કેસ સામે આવ્યો હતો. 

આ બિમારીમાં મુખ્યરૂપે તાવ આવે છે, માથાનો દુખાવો અને ઉલ્ટી થાય છે. આ બિમારીથી સંક્રમિત તમામ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. આ ઈન્ફેક્શનના કારણે મૃત્યુ થવાનો દર 100 ટકા છે. એક જગ્યાએ સ્થિર પાણીમાં મુક્ત અને જીવિત અમીબાને કારણે આ ઈન્ફેક્શન થાય છે. 

આરોગ્ય નિષ્ણાંતો અનુસાર મુક્ત અને જીવિત, પરજીવી અમીબા બેક્ટેરિયા નાકમાંથી શરીરમાં પ્રવેશ કરે છે અને મનુષ્યના બ્રેઈનને ઈન્ફેક્ટેડ કરે છે. આ એક ગંભીર બિમારી છે. જેને ધ્યાનમાં રાખીને દૂષિત પાણીમાં નહાવાની ના પાડવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ