બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / There will be a survey of the damage caused by rain spokesperson Rishikesh Patel announced

ગાંધીનગર / પાકના સર્વનાશ વચ્ચે થોડા રાહતના સમાચાર! માવઠાથી થયેલા નુકસાનનો થશે સરવે, પ્રવક્તા ઋષિકેશ પટેલે કરી જાહેરાત

Kishor

Last Updated: 06:47 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું છે. જેને લઇને સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે.તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું.

  • રાજ્યમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનો થશે સર્વે
  • રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કરી જાહેરાત
  • રાજ્યમાં ખરીફ વાવેતરમાં કેટલાક અંશે નુકસાન થયું છે

ગત રવિવારે ગુજરાતમાં માવઠા-કમસમી વરસાદે ભારે ખાનાખરાબી સર્જ્યા બાદ આજે બપોર સુધી પણ વાદળો ગોરંભાયેલા જ રહ્યા હતા. સવારે ધૂમમ્સ વચ્ચે વિઝિબિલિટી ઘટી હતી અને ત્યારબાદ બપોર બાદ વાતાવરણ ચોખ્યું થયું હતું. જેના પરિણામે હવે ગુજરાત માથેથી માવઠાની મોટી ઘાત ટળી હોય તેમ હવે કમોસમી વરસાદનો ખતરો ઓછો થઈ રહ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું છે. જેને લઇને સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે.તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું. રાજ્યમાં ખરીફ વાવેતરમાં કેટલાક અંશે નુકશાન થયું છે. ત્યારેકમોસમી વરસાદ બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે. તેવો સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે વિજળી પડવાના કારણે 29 માનવ મૃત્યુ થયાનું ઋષિકેશ પટેલે સ્વીકાર્યું હતું. એટલું જ નહીં મુખ્યમંત્રી સાથે કમોસમી વરસાદ અને માનવ મૃત્યુ સંદર્ભે સંપર્કમાં હોવાનું પણ કહ્યું હતું.

VTV Gujarati News and Beyond on X: "બનાસકાંઠામાં કમોસમી વરસાદથી પાકને ભારે  નુકસાન, ઘઉ, એરંડા, રાયડો, વરિયાળી જેવા પાક થયા જમીન દોસ્ત, ખેડૂતોના તૈયાર  પાક પર ...

હાલમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ અંદાજિત 60 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. અને આ માવઠાને કારણે 1 મિલિમીટરથી લઈ 144 મિલિમીટર જેટલો વરસાદ ઘણા એવા વિસ્તારોમાં નોંધાયો છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખરીફ પાકોમાં કપાસ તુવેર અને એરંડા જેવા પાકોમાં નુકસાનની ભીતિ વધુ સેવાઈ રહી છે. અંતે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના અમુક વિસ્તારમાં બરફના કરા અને વીજળી પણ પડી છે, જેના કારણે વિવિધ વિસ્તારમાં ઘણા એવા સામાન્ય નાગરિકોને તકલીફ પડી છે તેનું પણ સર્વે કરીને ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોની સહાય કરવા સરકાર કટિબદ્ધ છે.

કમોસમી વરસાદ બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે

તેમ હવામાન વિભાગ દ્વારા પણ જણાવ્યું છે. હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલ વિગત અનુસાર રાજ્યના અમુક વિસ્તારોને બાદ કરતા હવે કમોસમી વરસાદનો ખતરો જોવા મળતો નથી. જોકે ગઈકાલે ત્રાટેકલ વાવાઝોડાને લઈને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે સહાય અંગે રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડનું નિવદેન સામે આવ્યું છે.

હવે ભાંગ્યું ભાંગ્યું એ ભરૂચ.! એક વીઘામાં 50 થી 60 હજારનું નુકસાન, તુવેર,  દુધી અને એરંડા સહિતના પાકનો સત્યાનાશ. ખેડૂતોની વ્યથા | Loss of 50 to 60  thousand ...

વિજળી પડવાના કારણે 29 લોકોના મૃત્યુ થયા છે

રાજ્યમાં જ્યાં એક બાજુ માવઠાના મારથી જગતનો તાત બેહાલ થયો છે. તો બીજી બાજુ રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડે ખેડૂતોને સરકારનો ટેકો હોવાનો દાવો કર્યો છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, આ માવઠાથી રાજ્યના ખેડૂતોને જે નુકસાન થયું છે. તેનો સર્વે પણ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ સહાયની ચુકવણી કરાશે. તેવો પણ દાવો કર્યો હતો. મંત્રીએ ખેડૂતોની સાથે સરકાર હોવાની હૈયા ધારણા પણ આપી છે. સાથે જ કહ્યું કે, સર્વેમાં જે પણ નિર્ણય આવશે તેની મુખ્યમંત્રી સાથે ચર્ચા પણ કરીશું અને નિયમ મુજબ ખેડૂતોને વળતર ચુકવવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ