બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / There was a big revelation in the Bhavnagar dummy scandal

ભાવનગર ડમીકાંડ / વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે આક્ષેપ કરનાર બિપિન ત્રિવેદીને SITની ટીમે દબોચ્યોં, તપાસમાં રેલો કઈ બાજુ જશે?

Dinesh

Last Updated: 10:43 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવરાજસિંહ જાડેજા સામે આક્ષેપ કરનાર બિપિન ત્રિવેદીને પોલીસે પકડી લીધો છે. બિપિન ત્રિવેદીને ભાવનગર પૂછપરછ માટે લાવવામાં આવશે

  • ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ મામલો
  • બિપીન ત્રિવેદીને SITની ટીમે ઝડપી લીધો
  • યુવરાજસિંહ સામે આક્ષેપ કરનાર બિપિન પોલીસના સંકજામાં


ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ મામલે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. બિપીન ત્રિવેદીને SITની ટીમે ઝડપી લીધો છે. યુવરાજસિંહ સામે આક્ષેપ કરનાર બિપિન ત્રિવેદી પોલીસના સંકજામાં આવી ગયો છે. બિપિન ત્રિવેદીની SIT ટિમએ સિહોરથી અટકાયત કરી લીધી છે.

બિપિન ત્રિવેદીને ભાવનગર પૂછપરછ માટે લાવવામાં આવશે
યુવરાજસિંહ જાડેજા સામે આક્ષેપ કરનાર બિપિન ત્રિવેદીને પોલીસે પકડી લીધો છે. બિપિન ત્રિવેદીને ભાવનગર પૂછપરછ માટે લાવવામાં આવશે અને બીપીન ત્રિવેદીની અટકાયત થતા યુવરાજસિંહ સામે આક્ષેપોનો ખુલાસો થશે. 

સંજય પંડ્યા ડમી ઉમેદવાર બનવાનો આરોપ

ભાવનગરમાં ડમી કાંડને લઈ એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. કરાઈમાં PSIની તાલીમ લેનારા સંજય પંડ્યાની અટકાયત કરવામાં આવી છે. ભાવનગર SITએ સંજય પંડ્યાની અટકાયત કરી છે જેની હાલ પૂછપરછ ચાલી રહી છે. સંજય પંડ્યાએ 2021માં ડમી ઉમેદવાર બનીને બિન સચિવાલયની પરીક્ષા આપી હતી. અક્ષય નામના ઉમેદવારની જગ્યાએ પોતે ડમી ઉમેદવાર બનીને સંજય પંડ્યાએ પરીક્ષા આપી હતી. જેને લઈ તેની અટકાયત કરવામાં આવી છે. તો બીજી તરફ ખાનગી નર્સિંગ કોલેજના માલિક ભદ્રેશ રમણાની પણ સંડોવણીનો પર્દાફાશ થયો છે. ફરિયાદમાં ભદ્રેશ રમણાના નામનો ઉલ્લેખને લઈ ચર્ચાઓએ જોર પકડ્યુ છે. ભદ્રેશ રમણાએ તાજેતરમાંજ બગદાણામાં નર્સિંગ કોલેજ શરૂ કરી છે. ડમીકાંડમાં ભદ્રેશ રમણાનું નામ ખુલતા નર્સિગ કોલેજની આમંત્રણ પત્રિકા સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે. 

સંજય પંડયા શૈક્ષણિક દ્રષ્ટીએ હોનહાર હોવાનું ખુલ્યું
ભાવનગરમાં ડમી કાંડ મામલે પોલીસ પુરાવા એકઠા કરી રહી છે. ટેક્નિકલ બાબતોને ધ્યાને રાખી પુરાવા એકત્રિત કરી ધરપકડ કરાશે. જૂની ભરતીમાં માર્કશીટ, હોલ ટિકિટ, ભરતી સમયના લોકોશન ટ્રેસ કરવામાં અડચણ આવી રહી છે તેમજ કરાઈ એકેડમીમાં તાલીમ મેળવી રહેલા સંજય પંડ્યાની પુછપરછ હાથ ધરાઈ છે.  સંજય પંડયા શૈક્ષણિક દ્રષ્ટીએ હોનહાર વિદ્યાર્થી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ભરતીમાં સંજયનો ઓલઓવર જનરલ કેટેગરીમાં 43મો રેન્ક હતો. 

સંડોવાયેલા ઉમેદવારોની વિગત લેવામાં આવશે 
આવતીકાલે ભાવનગર પોલીસની કેટલીક ટીમો ગાંધીનગર જઈ શકે છે તેમજ ગાંધીનગરમાં વિવિધ ભરતી બોર્ડ પાસે જઈ સંડોવાયેલા ઉમેદવારોની વિગત લેવામાં આવશે. તેમને જણાવી દઈએ કે,  સંજય પંડ્યાએ ડમી પરીક્ષા આપેલ અનેક ઉમેદવારો સરકારી વિભાગમાં કાર્યરત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ