બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / There has been a change in the weather of Gujarat since early morning, rain in various areas

મેઘ મહેર / આણંદમાં અચાનક વાતાવરણ પલટાયું, ખેડામાં ધોધમાર વરસાદ: ગુજરાતનાં આટલા જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Malay

Last Updated: 01:59 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Update: આજ વહેલી સવારથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

 

  • રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો 
  • ક્યાંક ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ 
  • વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશ ખુશાલ 
  • વરસાદના કારણે દાહોદમાં ભાજપનો કાર્યક્રમ રદ

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે. સાબરકાંઠા, આણંદ, દાહોદ, નર્મદા, ખેડા સહિતના વિસ્તારોમાં આજે મેઘરાજા વરસ્યા છે. સવારથી જ વરસાદ પડતા ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. તો લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી છે.

હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. હિંમતનગરના ધનપુરા, ખેડ, રામપુરા, પીપળી કંપા, બળવંતપુરા કંપા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદ પડ્યો છે. ઈડર તાલુકામાં વરસાદ પડતા  ખેડૂતોએ વાવણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.


 
આણંદ જિલ્લામાં વરસાદ ચાલુ
આણંદ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. આણંદ, વિદ્યાનગર, કરમસદ અને વલાસણમાં વરસાદ  વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. વાવણી લાયક વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

દાહોદમાં વરસાદને પગલે ભાજપનો કાર્યક્રમ રદ
સાબરકાંઠા ઉપરાંત દાહોદ જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. દાહોદના લીમડી, ઝાલોદ, લીમખેડા, ધાનપુર સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. દાહોદમાં ભાજપની જન સંમેલન સભાનું આયોજન કરાયું હતું, પરંતુ વરસાદને કારણે ભાજપ પ્રદેશ સી.આર પાટીલે કાર્યક્રમ રદ ક્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ પડતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક છે.

ડાકોર મંદિર બહાર ભરાયા પાણી
નર્મદા જિલ્લામાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી રાજપીપળામાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે લોકોને ભારે બફારાથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડાના ડાકોરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેના કારણે ડાકોર પાણી-પાણી થઈ ગયું છે. ભારે વરસાદને કારણે ડાકોર મંદિર બહાર પાણી ભરાયા છે. ડાકોર સહિત કાલસર, ધુણાદરા, આગરવા, જાખેડ, સુઈ, વલ્લભપુરા, ગળતેશ્વર, સેવાલીયા, થર્મલ, મેનપુરા અને અંબાવ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. 

પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ
પંચમહાલમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. જાંબુઘોડા, ઘોઘંબા, હાલોલ, કાલોલ, ગોધરા, શહેરા, મોરવા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. જાંબુઘોડા તાલુકામાં 2.5 ઈંચ અને ઘોઘંબામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ