બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / There are certain things to keep in mind while making online payments

તમારા કામનું / જો તમેય કરો છો ઓનલાઇન પેમેન્ટ? તો પહેલા આ 5 બાબતો ખાસ નોટ કરી લેજો, નહીં તો પસ્તાશો

Kishor

Last Updated: 05:04 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિજિટલના આ જમાનામાં આપણે G pay, phone pay, paytm સહિતની ઓનલાઈન એપ્સ થાકી ચૂકવણું કરીએ છીએ. તે સલામત પણ છે પરંતુ છતાં પણ છેતરપીંડીના વધતા કિસ્સાઓ વચ્ચે ખાસ સાવધાની રાખવી જરૂરી છે.

  • ડિજિટલ યુગમાં ઓનલાઈન ચુકવણાનું ચલણ વધ્યું
  • G pay, phone pay, paytm સહિતની ઓનલાઈન એપ્સ થકી કરાઈ છે પેમેન્ટ
  • છેતરપીંડીના વધતા કિસ્સાઓ વચ્ચે આ  સાવધાની રાખવી

જો તમે પોતાના ફોનમાં UPI એપ્સનો ઉપયોગ કરો છો તો ફોનમાં સ્ક્રીન લોક રાખવાનું ભૂલતા નહીં. એટલું જ નહીં પેમેન્ટ એપમાં પણ પિન અથવા ફિંગરપ્રિંટ સેટ કરી લોક રાખવી. UPI પિન કોઇપણ ડિજિટલ ટ્રાન્જેક્શનનો સૌથી મહત્વનો ભાગ હોય છે. એવામાં આ પિનને ક્યાંય લખીને રાખવા કે સેવ કરવા ખતરનાક સાબિત થશે. ભૂલથી પણ આ પિનને કોઇપણ વ્યક્તિ સાથે શેર ન કરવા. જો ભૂલથી UPI પિન શેર થઇ ગયા તો તુરંત તેને બદલી નાખવા. 

હવે ક્રેડિટ કાર્ડની પણ જરુંર નહીં પડે, UPIથી આવી રીતે ઓનલાઈન લઈ શકશો ઉધાર,  એક ક્લિક ને રૂપિયા તમારા હાથમાં.! I UPI CREDIT LINE : UPI will be linked to  non pre

અજાણી લિંક પર ક્લિક ન કરવું

છેતરપીંડી કરનારાઓ લોકોને લૂંટવા માટે વિવિધ રીતો અપનાવતા થયા છે. અવાર નવાર એવું જોવા મળ્યું છે કે વિવિધ પ્લેટફોર્મ્સની મદદથી લોકોને એક લિંક મોકવામાં આવે છે. આ લિંક પર ક્લિક કરવાથી તમારું બેંક એકાઉન્ટ ખાલી થઇ શકે છે. 

QR Code સ્કેન કરતી વખતે જરૂર ધ્યાનમાં રાખો આ વસ્તુઓ! એક ભૂલ અને એકાઉન્ટ થઈ  જશે ખાલી | Keep these things in mind while scanning the QR Code

UPI એપને અપડેટ રાખવી

ખાસ ધ્યાન રાખવું કે તમારી UPI એપ્સને હંમેશા અપડેટ રાખવી. કારણ કે આ પેમેન્ટ એપની કંપનીઓ સમય-સમય પર નવા ફિચર્સ અપડેટ કરતાં હોય છે.  જેમાં ઘણીવાર સિક્યોરિટી અપડેટ પણ હોય છે. આથી આ એપને અપડેટ કરતું રહેવું જોઇએ. 

QR Code સ્કેન કરતી વખતે જરૂર ધ્યાનમાં રાખો આ વસ્તુઓ! એક ભૂલ અને એકાઉન્ટ થઈ  જશે ખાલી | Keep these things in mind while scanning the QR Code

પૈસા મોકલ્યા પહેલા UPI ID ચેક કરવું

ડિઝિટલ એપ્સની મદદથી પેમેન્ટ કરતાં પહેલા રિસિવરની UPI IDને ચેક કરવાનું ભૂલવું નહીં. જો તમે નંબરની મદદથી પેમેન્ટ કરો છો તો પણ એક વખત નામ ચેક કરી લેવું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ