બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / theft at Khajurbhai house in surat baben

સુરત / ખજૂરભાઈના ઘરમાં થઇ ચોરી, ન નોંધાઈ ફરિયાદ, આ એક જ વસ્તુ લઇ ગયા ચોર

Khyati

Last Updated: 06:53 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી કોમેડિયન અને લોકોની મદદ કરીને દિલ જીતનારા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઇના ઘરે ચોરી થઇ.

  • બારડોલીના બાબેનની ઘટના   
  • ખજૂરભાઈના ઘરમાં ચોરી   
  • બંધ ઘરનો લાભ ઉઠાવી ચોરી કરી ફરાર

ગુજરાતમાં સૌથી વધુ ચોરીની ઘટના વલસાડ નવસારી અને સુરતમાં ઘટે છે ..ખાસ કરીને શિયાળીમાં સૌથી વધુ ચોરીની ઘટના સામે આવે છે. પરંતુ આ વાખતે બારડોલીના બાબેનમાં ચોરી થઈ. ગઈકાલે સામે આવેલ આ ઘટના ભારે ચર્ચામાં છે. ચર્ચાનું કારણ ચોરી નથી, પરંતુ જેના ઘરમાં ચોરી થઈ છે તે ઘર ગુજરાતી કોમિડિયન ખુજરભાઈનું છે. ગુજરાતી કોમેડિયન ન માત્ર કોમેડીથી પરંતુ આર્થિક રીતે પણ ઘણા લોકોને ઉપયોગી બનીને લોકોના દિલ જીત્યા છે. ત્યારે કોમેડિયનના ઘરમાં જ ચોરી થતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

કેટલા લાખની થઇ ચોરી ?

ચોરીની ઘટનામાં એક કરતા વધારે તસ્કરો હોવા જોઈએ. ખજુરભાઈના ઘરમાંથી કોઈ લાખો રૂપિયાની ચોરી થઈ નથી. પરંતુ એક જ વસ્તુ ગઈ છે. ગઈકાલે મોડી રાત્રે તસ્કરો ખજુરભાઈના ઘરમાં ત્રાટક્યા હતા અને હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા છે. ચોર દરવાજાનો નકૂચો તોડીને ઘરમાં ઘુસ્યા હતા. કિંમતી સામાન શોધવામાં ઘરમાં મુકેલો સામાન વેરવિખેર કરી નાંખેલો જોવા મળ્યો હતો. જો કે ચોરોને કશું હાથ લાગ્યુ નહિ એટલે ઘરમાં મુકેલુ LED ટીવી ચોરીને ફરાર થઇ ગયા.

ગુજરાતના સોનું સુદને ત્યાં ચોરી

બારડોલી તાલુકાના અસ્તાન ગામે આવેલ રિદ્ધિ સોસાયટીમાં નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈનું ઘર આવેલ છે. જે ઘર છેલ્લા ઘણા સમયથી બંધ છે. ઘટના અંગેની જાણ લોકોને થતાં ખજુરભાઈના પ્રસંશકો ફીટકાર વર્ષાવી છે. લોકોને જરૂરિયાતના સમયે મદદપુરી પાડનાર અને હંમેશા લોકોની મદદ માટે તત્પર રહેતા ગુજરાતના સોનુ સુદને પણ તસ્કરોએ છોડયા નથી.

હાલ ક્યાં છે ખજુરભાઈ ? 
 
હાલ ખજૂરભાઈ સુરતમાં નથી. સુરત બહાર તેઓના આલ્બમનું શુટીગ ચાલી રહ્યું છે. ચોરીના મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ નથી. પોલીસે માત્ર જાણવા જોગ અરજી લીધી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આજુબાજુમાથી સીસીટીવી ફુટેજ મળી આવે તો જ પુરી ઘટનાનો રાજ સામે આવી શકે છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ખજૂરભાઈના ઘરમાં ચોરી કોઈ જાણભેદુ માણસે કરી છે. જો કે આવનાર દિવસમાં તસ્કરો ઝડપાઈ જશે પરંતુ ખજૂરભાઈના ખુદના ઘરમાં ચોરી થઈ તેનો નવો કોમેડી એપિસોડ બહાર પાડે તો નવાઈ નહી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ