બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The work of fourlaning the Ahmedabad-Dholka road has been delayed for the last 4 years

નોટિસ પે નોટિસ / વિકાસની વરવી વાસ્તવિકતા: અમદાવાદ-ધોળકા રોડને ફોરલેન કરવાનું કામ 4 વર્ષથી ટલ્લે ચઢ્યું, લોકોમાં ભારેલો અગ્નિ

Dinesh

Last Updated: 11:29 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahmedabad news: અમદાવાદ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પરંતુ ક્યાંક તંત્ર અને કોન્ટ્રાક્ટરની આળસવૃત્તી શહેરના વિકાસમાં રોળા નાખી રહી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે

  • ધોળકા રોડને ફોરલેન કરવાનું કામ ટલ્લે ચઢ્યું
  • વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો
  • તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને કામગીરી પૂર્ણ કરવાની નોટિસ પાઠવી


ahmedabad news: અમદાવાદ-ધોળકા રોડને ફોરલેન કરવાનું કામ છેલ્લા 4 વર્ષથી ટલ્લે ચઢ્યું છે. જેને કારણે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જોકે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરતા હવે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી રોડની કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.

સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ
અમદાવાદ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પરંતુ ક્યાંક તંત્ર અને કોન્ટ્રાક્ટરની આળસવૃત્તી શહેરના વિકાસમાં રોળા નાખી રહી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કારણકે અમદાવાદ-ધોળકા રોડને રૂપિયા 48 કરોડના ખર્ચે ચાર માર્ગીય કરવાનું કામ છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહ્યું છે. પરંતુ રોડની કામગીરી અધૂરી છોડીને કોન્ટ્રાક્ટર ગાયબ થઈ જતા સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. સરખેજ થી ધોળકા તરફ જતા રોડને ફોર લેન કરવા માટે દિગ્વિજય કન્સ્ટ્રક્શન કંપનીને 2019માં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. અને 18 મહિનામાં પૂર્ણ કરવાનું હતું. પરંતુ આજસુધી આ કામ પૂર્ણ નથી થયું. રોડને ખોદીને માત્ર મેટલ કામ કરી દેવામાં આવ્યું છે. જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.સ્થાનિકોએ અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ભારોભાર રોષ ફેલાયો છે.

કોન્ટ્રાક્ટરને નોટિસ આપી સત્વરે રોડનું કામ પૂર્ણ કરવાની સૂચના અપાઈ
સ્થાનિકોની ઉગ્ર રજૂઆતને પગલે હવે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી સત્વરે રોડનું કામ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. અને એપ્રીલના અંત સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી રહી છે. જોકે બીજી તરફ કોન્ટ્રાક્ટર એવો આક્ષેર કરી રહ્યો છે કે સરકાર પાસે પુરતુ ભંડોળ નથી જેને કારણે કામમાં વિલંબ થયો છે. ત્યારે કોન્ટ્રાક્ટરના આવા આક્ષેપોને ધારાસભ્યએ નકાર્યા છે. રોડના ખોરંભે ચઢેલા કામને લઈને જ્યારે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને પૂછવામાં આવ્યું તો અધિકારી તરફથી કંઈક આવો જવાબ મળ્યો છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ