બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The whole family of Mukhtar Ansari is being slaughtered by the law

કાર્યવાહી / મુખ્તાર અંસારીનો MLA પુત્ર પણ ઓછો નથી, જેલમાં વહુ સાથે ખાનગીમાં ઝડપાયો, ત્યાં બેઠાં-બેઠા આવું કરતો

Kishor

Last Updated: 12:15 AM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વાંચલમાં એક સમયે જેનો ખૌફ બોલતો હતો એ મુખ્તાર અંસારીનો ધારાસભ્ય પુત્ર પત્નીને અંગત રીતે મળતો હતો અને મોબાઈલ મરફતે લોકોને ધમકાવતો હતો.

  • મુખ્તાર અંસારીના પુરા પરિવાર પર કસાઈ રહ્યો છે કાયદાનો ગાળિયો
  • સાંસદ ભાઈ અફઝલને સજા થઈ
  • અફશાન અંસારી લાંબા સમયથી ફરાર 

પૂર્વાંચલમાં એક સમયે જેનો ખૌફ બોલતો હતો એ મુખ્તાર અંસારીના પુરા પરિવાર પર કાયદાનો ગાળિયો કસાઈ રહ્યો છે. મુખ્તાર અંસારી અને તેના સાંસદ ભાઈ અફઝલને સજા થઈ છે.તો પુત્ર અબ્બાસ અને પુત્રવધૂ નિખાત પહેલેથી જ જેલમાં છે. વધુમાં અન્ય એક કેસમાં નાના પુત્ર ઉમર વિરુદ્ધ પણ બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું છે.  સાથે જ પત્ની અફશાન અંસારી લાંબા સમયથી ફરાર છે. આમ મુખ્તારના આખા પરિવાર પર કાયદાની પકડ કડક બની છે.

Baahubali leader and former MLA Mukhtar Ansari has been sentenced court

 બાદમાં હઝરતગંજના જિયામાઉ વિસ્તારમાં ખાલી કરાયેલી સંપત્તિ પર કબજો કરીને નકલી દસ્તાવેજો દ્વારા ગેરકાયદેસર રીતે મકાન બનાવવાનો આરોપ લગાવાયો હતો. જે કેસમાં તેને વોન્ટેડ જાહેર કરાયો છે. આ કેસમાં ગત નવેમ્બરમાં લખનૌ જિલ્લા અદાલતે ઉમરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. ઉપરાંત મુખ્તાર અંસારીની પત્ની અફશાન અન્સારી સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરી છે. અફશાન પર 75 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. પતિ મુખ્તાર અંસારી જેલમાં ગયા પછી અફશાન પર તેના પતિનું સામ્રાજ્ય ચલાવવાનો આરોપ છે. વધુમા જમીન પચાવી પાડવા સહિતના અનેક ગુન્હાઓમાં સંડોવણી સામે આવી છે. સુભાસપાના સંસદ અબ્બાસ અન્સારી અને તેની પત્ની નિખત પહેલાથી જ અલગ અલગ જેલમાં બંધ છે.

ચિત્રકૂટ જેલમાં ધારાસભ્ય પુત્ર પત્નીને અંગત રીતે મળતો
બીજી તરફ ધારાસભ્ય અબ્બાસ અંસારીને પત્ની નિખત સાથે ચિત્રકૂટ જેલમાં ગુપ્ત રીતે મળતો ઝડપાયો હતો. ચિત્રકૂટના પોલીસે અધિક્ષક વૃંદા શુક્લાએ દરોડો પાડ્યો અને જેલ જેલરની ઓફિસ પાસેના એક અલગ રૂમમાંથી ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન નિખત જેલમાં તેના પતિ સાથે દરરોજ ત્રણથી ચાર કલાક પસાર કરતી હતી. મુલાકાત વેળાએ પણ અબ્બાસ નિખતનો મોબાઈલ લઈ અને લોકોને ધમકાવતો હતો. ધરપકડ બાદ નિખતને ચિત્રકૂટ જેલમાં ધકેલાયો હતો. બાદ અબ્બાસ અંસારીને કાસગંજ જેલમાં મોકલી દેવાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ