ઉનાળો શરુ થતાની સાથે જ રાજ્યમાં જળસંકટ ઘેરુ બન્યુ છે. ત્યારે હવે આ સમસ્યા હજુ કથળે તેવું લાગી રહ્યું છે. કારણ કે સરદાર સરોવર ડેમનું જળસ્તર ઘટીને 51% થયું છે
ગુજરાતમાં જળસંકટ ઘેરું બન્યુ
ઉત્તર ગુજરાત, કચ્છમાં જળસંગ્રહમાં ઘટાડો
સરદાર સરોવરનુ જળસ્તર ઘટીને 51% થયુ
ઉ.ગુજરાતમાં 15 જળાશયોમાં 13.19 ટકા પાણી
સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 30.03 ટકા પાણી
રાજ્યમાં ઉનાળાની શરુઆત થતા જ ડેમ અને જળાશ તળિયા ઝાટક થયા છે. પરિણામે રાજ્યમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ વર્તાઇ છે. જ્યારે વાત કરીએ તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 51 ટકા કરતા પણ ઓછું પાણી રહેવા પામ્યું છે. એટલે કે હજી તો ઉનાળાના આખા બે મહિના બાકી છે ત્યાં જ અત્યારથી ડેમના તળિયા દેખાવા લાગ્યા છે.
ગુજરાતમાં જળસંકટ ઘેરું બન્યું
ગુજરાતમાં ઉનાળો હજુ અંતિમ તબક્કામાં છે અને ચોમાસાના આગમન માટે હજુ ત્રણ સપ્તાહથી વધુ સમયની રાહ જોવી પડી શકે છે. જોકે, આ અગાઉ ગુજરાતને માથે જળસંકટ ઘેરાયું છે. ગુજરાતના જળાશયોમાં હાલમાં માત્ર 44.91% જળસ્તર છે. જેમાં ઉત્તર ગુજરાતમાં માત્ર 13.19% જ્યારે કચ્છમાં માત્ર 15.36% જ જળસ્તર રહ્યું છે. બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 51 ટકા કરતા પણ ઓછુ પાણી રહેતા આગામી દિવસોમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આમ ઘટતા જળસ્તરથી ચિંતાના વાદળો ઘેરાયા છે.
સરદાર સરોવરનું જળસ્તર ઘટીને 51 % થયું
આમ ગુજરાતમાં જળસંકટ ઘેરું બનતા, ઉત્તર ગુજરાત અને કચ્છમાં જળસંગ્રહમાં ઘટાડો થયો છે. જ્યારે બીજી તરફ સરદાર સરોવરનું જળસ્તર ઘટીને 51 % થવા પામ્યું છે. ઉત્તર ગુજરાતમાં 15 જળાશયોમાં 13.19 % , મધ્ય ગુજરાતમાં 17 જળાશયોમાં 38.95 % , દક્ષિણ ગુજરાતમાં 13 જળાશયોમાં 52.06 %, કચ્છના 20 જળાશયોમાં 15.36 % ,જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 30.03 ટકા પાણી રહ્યું છે.