બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / The war became more terrible.! Israeli soldiers enter Gaza Strip, know 11 major updates of Israel-Hamas war

Israel-Hamas War / યુદ્ધ વધુ ભયંકર બન્યું.! ગાઝા પટ્ટીમાં ઘૂસ્યા ઈઝરાયેલી સૈનિકો, જાણો ઈઝરાયલ-હમાસ વોરના 11 મોટા અપડેટ

Vishal Khamar

Last Updated: 12:07 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાઝા પટ્ટી ઇઝરાયેલ દ્વારા સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ઈઝરાયેલને પશ્ચિમી દેશો તરફથી સતત સમર્થન મળી રહ્યું છે.

  • ઈઝરાયેલ સતત ગાઝા પટ્ટી પર બોમ્બમારો કરી રહ્યું છે
  • ઈઝરાયેલને પશ્ચિમી દેશો તરફથી મળી રહ્યું છે સમર્થન
  • ઓપરેશન અજય હેઠળ બીજી બેચ ભારત પહોંચશે

 હમાસના હુમલામાં ઈરાનની કોઈ ભૂમિકા નથી - ઈરાનના રાજદૂત
ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે, ભારતમાં ઈરાનના રાજદૂતે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે , "આ ઘટના પેલેસ્ટાઈનીઓના જુલમની પ્રતિક્રિયા હતી. હમાસના હુમલામાં ઈરાનની કોઈ ભૂમિકા નથી. હમાસ આ જાતે કરી શકે છે."

ઓપરેશન અજય હેઠળ બીજી બેચ ભારત પહોંચશે
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ભારતીયોને લઈને એક વિમાન તેલ અવીવથી રવાના થવાનું છે. ભારતે ઈઝરાયેલથી લોકોને પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કર્યું છે. પ્રથમ બેચ શુક્રવારે સવારે જ ભારત પહોંચી હતી. 

ઋષિ સુનક અઢળક સંપત્તિના છે માલિક, 4 મકાનની સાથે દંપત્તિ પાસે છે અબજો રૂપિયા  I rishi sunak is one of the richest in uk

ઋષિ સુનકે કહ્યું- સામાન્ય નાગરિકોની ચિંતા સર્વોપરી છે
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે બ્રિટિશ પીએમ ઋષિ સુનકે કહ્યું, "ઈઝરાયલે ગાઝા વિરુદ્ધ હુમલામાં નાગરિકોને નુકસાન ન થાય તે માટે પગલાં લેવા જોઈએ." ઋષિ સુનક ઉત્તર યુરોપિયન દેશોની સૈન્ય સમિટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. 

પુતિન હવે 'પતાવી દેવાના' મૂડમાં? પશ્ચિમી દેશોને આપી દીધી છેલ્લી વોર્નિંગ |  vladimir putin warning to western countries on sanctions and no fly zone  amid russia ukraine war

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઈઝરાયેલની ટીકા કરી હતી
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હમાસના હુમલાના જવાબમાં ઈઝરાયેલની કાર્યવાહીની ટીકા કરી હતી. તેમણે કહ્યું, "અહીં 20 લાખથી વધુ લોકો રહે છે. મહિલાઓ અને બાળકો પીડાય છે."

11 પેલેસ્ટિનિયનોને ઠાર માર્યા - પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલય
પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શુક્રવારે પશ્ચિમ કાંઠે ઇઝરાયલી દળોએ 11 પેલેસ્ટાઇનીઓને ઠાર માર્યા હતા.

હજારો લોકો દક્ષિણ ગાઝા તરફ જઈ રહ્યા છે
એક અહેવાલ મુજબ હજારો લોકો ઉત્તરી ગાઝાથી દક્ષિણ ગાઝા તરફ જઈ રહ્યા છે. ગાઝાના ઉત્તરી અને મધ્ય વિસ્તારોમાંથી હજારો લોકો પગપાળા અને તેમની કારમાં દક્ષિણ ગાઝા તરફ આગળ વધી રહ્યા છે. ઈઝરાયેલે ઉત્તરી ગાઝામાં રહેતા લગભગ 11 લાખ લોકોને તે જગ્યા છોડવાની ચેતવણી આપી છે. ઇઝરાયેલે સરહદ પર મોટી સંખ્યામાં IDF ટેન્ક તૈનાત કરી છે.

તેલ અવીવમાં એલર્ટ સાયરનનો અવાજ
તેલ અવીવ અને આસપાસના શહેરોમાં એર એલર્ટ સાયરન વાગી રહ્યા છે. અગાઉ ઉત્તર ઈઝરાયેલમાં આવા સાયરન વાગતા હતા. આજે અમેરિકાના રક્ષા મંત્રીએ ઈઝરાયેલના પીએમ સાથે મુલાકાત કરી હતી.

ગાઝામાં મૃત્યુઆંક વધી રહ્યો છે
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ગાઝામાં મૃત્યુઆંક વધીને 1,799 થઈ ગયો છે, જ્યારે 6,388 લોકો ઘાયલ થયા છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ચીનનું નિવેદન
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધનું કારણ પેલેસ્ટાઈનીઓ સામેનો 'અન્યાય' છે. જાણવા મળ્યા મુજબ, વાંગે કહ્યું કે આ સમસ્યાનું મૂળ સ્વતંત્ર રાજ્યની સ્થાપના માટે પેલેસ્ટાઈનની આકાંક્ષાને સાકાર કરવામાં વિલંબ છે. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ