બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The two-time Mavthans did not keep the farmers anywhere

મહામંથન / બે-બે વારના માવઠાંઓએ ખેડૂતોને ક્યાંયના ન રાખ્યાં, શું સરકાર હવે પાક વીમા યોજના ચાલુ કરશે?

Vishal Khamar

Last Updated: 09:57 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવા પામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 3 મે સુધી વરસાદની આગાહી કરી છે. સરકાર દ્વારા અગાઉ પડેલ વરસાદનો સર્વે પણ કરવામાં આવ્યો છે. ખેડૂતોને સહાય ક્યારે ચૂકવાશે તે એક પ્રશ્ન છે.

રાજ્યમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોએ તૈયાર કરેલા પાકને વેચવાનો સમય હતો અને એકાએક વરસાદ થતા ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા. થોડા દિવસ પહેલા પણ કમસોમી વરસાદ થયો હતો. તેમા પણ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો. અગાઉના વરસાદથી બચી ગયેલા પાકને વેચીને ખેડૂતોએ નુકસાન ભરપાઈ કરવાનું વિચાર્યુ હતુ. જોકે કુદરત રૂઠી જતા ખેડૂતોના બચી ગયેલો પાક પણ ધોવાઈ ગયો છે.. કુદરત રૂઠી જતા હવે ખેડૂતો માત્ર સરકારે પર સહાયની આશા લગાવીને બેઠા છે. અગાઉ થયેલા વરસાદનો સરકારે સરવે કર્યો છે. જોકે હવે ફરી વરસાદ થતા ક્યારે સરવે બાદ સહાય ચૂકવાશે તે તો આગામી દિવસોમાં જોવાનું રહેશે. પરંતુ ભર ઉનાળે થયેલા વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનનો કઈ રીતે સરવે થશે. શું હવે ખેડૂતોને વળતર આપવાનો સરકાર પાસે અન્ય કોઈ વિકલ્પ છે. કે પછી સરકાર ફરીથી પાક વીમા યોજના ચાલુ કરશે. પાક વીમા યોજનાને શરૂ કરવામાં વિલંબ કેમ? સહાય-સરવેની બાબતમાં ખેડૂતો શું બદલાવ ઇચ્છે છે? કુદરતી આફત સામે પાક પેટર્નમાં બદલાવ સુચારૂ વિકલ્પ બની રહે? 

  • ખેડૂતો પાસેથી સમયસર પ્રિમિયમ કપાય પરંતુ રૂપિયા ચૂકવવામાં કપંની કરતી હતી મનમાની
  • તાલુકા અને જિલ્લા સ્તર પર પાક વીમા કંપનીઓની ઓફિસ ન હતી
  • કંપની પાસે અપૂરતો સ્ટાફ અને જે સ્ટાફ જે તે કવોલિફાઈડ પણ ન હતો

પાક વીમા યોજના કેમ કરાઈ બંધ?
ખેડૂતો પાસેથી સમયસર પ્રિમિયમ કપાય પરંતુ રૂપિયા ચૂકવવામાં કંપની મનમાની કરતી હતી.  તાલુકા અને જિલ્લા સ્તર પર પાક વીમા કંપનીઓની ઓફિસ ન હતી. કંપની પાસે અપૂરતો સ્ટાફ અને જે સ્ટાફ જે તે કવોલિફાઈડ પણ ન હતો. પાક વીમા યોજનાની ગાઈડલાઈન ગુજરાતી ભાષામાં જાહેર કરાઈ ન હતી. ખેડૂતો સુધી કંપનીઓ યોજનાની પૂરતી માહિતી પહોંચાડતી ન હતી. સમયસર રૂપિયા ન મળતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોના વિરોધને પગલે સરકારે પાક વીમો મરજિયાત કર્યો હતો.  અગાઉની નુકસાનીનું વળતર હજૂ પણ ખેડૂતોને ચૂકવવાનું બાકી છે.

  • પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પાકવીમો ઉતારાય છે
  • ધિરાણ લેતા ખેડૂતોના ખાતામાંથી સીધા રૂપિયા કપાતા હતા
  • ખેડૂત ક્રેડિટ કાર્ડ અંતર્ગત પાક માટે લોન લેનારા ખેડૂતોને પાક વીમો હતો ફરજિયાત

પાક વીમાના શું હતા નિયમ
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પાકવીમો ઉતારાય છે. ધિરાણ લેતા ખેડૂતોના ખાતામાંથી સીધા રૂપિયા કપાતા હતા. ખેડૂત ક્રેડિટ કાર્ડ અંતર્ગત પાક માટે લોન લેનારા ખેડૂતોને પાક વીમો ફરજિયાત હતો. નાણાંકીય સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવી ખેતી કરતા ખેડૂતો માટે પાક વીમો ફરજિયાત હતો. બેંક અને વીમા કંપનીઓ ખેડૂતોને જણાવ્યા વગર વીમાની રકમ લઈ લેતી હતી. ખરીફઋતુના પાક માટે પ્રિમિયમનો દર 2 ટકા છે. જ્યારે રવી કે ઉનાળુ પાક માટે પ્રિમિયમનો દર 1.5 ટકા છે.  વાર્ષિક વાણિજ્ય અને બગાયતી પાક માટે 5 ટકા છે.

પાક વીમા યોજનામાં આવરવામાં આવતા જોખમ

  • વાવેતર કે રોપણી ન થવી
  • મધ્યમવર્તી આપદાથી ઉભા પાકને નુકસાન
  • કાપણી પછીનું નુકસાન
  • સ્થાનિક આપત્તિઓ
     

ખરીફ ઋતુના ક્યાં પાક પર મળતો હતો વીમો? 

ડાંગર
મકાઈ
જુવાર
તુવેર
મગ
મઠ
અડદ
મગફળી
તલ
એરંડા
બાજરી
કપાસ
કેળા

રવી ઋતુના ક્યાં પાક પર મળતો હતો વીમો? 

ઘઉં
ચણા
રાઈ
બટાકા
લસણ
ડુંગળી
જીરૂ
વરિયાળી
ઈસબગુલ

માવઠાથી ક્યા પાકને નુકસાન? 

ઘઉં
જીરુ
ધાણા
રાયડો
કપાસ
તમાકુ
એરંડા
કેરી
ડુંગળી
ઈસબગુલ
રાજગરો
વરિયાળી
બાજરી
દાડમ
સક્કરટેટી
તરબૂચ
લીંબુ
તલ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ