બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The threat of a cyclone named 'Biporjoy' over Gujarat! See which areas are most at risk
Priyakant
Last Updated: 10:35 AM, 4 June 2023
ADVERTISEMENT
ગુજરાતમાં આજે વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાત પર હવે બિપોરજોય નામના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનીક સિસ્ટમ બનશે જેની અસર આવતીકાલથી ગુજરાત પર જોવા મળશે. જેને કારણે હવે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે.
ADVERTISEMENT
રાજ્યમાં વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનીક સિસ્ટમ બનશે. આ સાયક્લોનને બિપોરજોય નામ અપાયુ છે. ગુજરાતમાં આવતીકાલથી આ ચક્રવાતની અસર જોવા મળશે. જેને લઈ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વચ્ચે માછીમારોને દરિયા ન ખેડવા સૂચના અપાઈ છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પલટો આવ્યો છે. આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં એકદમ ઠંકક ફેલાઈ ગઈ છે.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. વાત જાણે એમ છે કે, આજે વહેલી પરોઢથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. આ દરમિયાન સવારે 6:30 વાગ્યાથી શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો. આ તરફ ભારે પવન વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
મેટ્રો સિટી અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડતાં નોકરી જતાં લોકો અને સામાન્ય લોકોને પણ અસર થઈ હતી. અનેક જગ્યાએ વરસાદ અને વાવાઝોડાને કારણે વૃક્ષ ધરાશાઈ થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે જાહેરાતના હોર્ડિંગ્સ અને પોલીસના ટ્રાફિકના બેરીકેટ પણ હવામાં ઊડી ગયા હતા. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સ્થિતિ બની હતી.
આ વિસ્તારોમાં પડ્યો વરસાદ
અમદાવાદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં ખાસ કરીને અમદાવાદના સેટેલાઈટ, બોપલ, વસ્ત્રાપુર, મેમ્કો, શાહીબાગ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, સરખેજ, ચાંદખેડા, વેજલપુર, શિવરંજની, મેમનગર, આંબાવાડી, નરોડા, મેઘાણીનગર, પાલડી, નારણપુરા, સાબરમતી, રાણીપ, નવા વાડજ, થલતેજ, સરદારનગર, અસારવા, કુબેરનગર, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.