બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The terror of a group of 100 people cheating at a petrol pump! Takes employees into confidence on the pretext of accident, later accuses them of cheating

નવસારી / પેટ્રોલ પંપ પર ઠગાઇ કરતી 100 લોકોની ટોળકીનો આંતક! અકસ્માતના બહાને કર્મચારીઓને લે છે વિશ્વાસમાં, બાદમાં ચૂનો લગાવી છૂમંતર

Vishal Khamar

Last Updated: 12:07 AM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ હાઇવેને અડીને આવેલા પેટ્રોલ પંપ પર જઈને એક્સિડન્ટ કે અન્ય કારણ બતાવી BPCL ના ડીઝલ કાર્ડનો ઉપયોગ કરીને હજારો રૂપિયાની છેતરપિંડી કરતી આંતર રાજ્ય ટોળકીના એકને નવસારી ગ્રામ્ય પોલીસે રંગે હાથ પકડી પાડી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.

  • નેશનલ હાઈવે પરથી કાર્ડનો ઉપયોગ કરી છેંતરપિંડી કરતી ગેંગમો એક ઠગ પકડાયો
  • લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ
  • નવસારી ગ્રામ્ય પોલીસે રંગે હાથ પકડી પાડી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો

 નેશનલ હાઇવેને અડીને આવેલા પેટ્રોલ પંપ પર જઈને એક્સિડન્ટ કે અન્ય કારણ બતાવી BPCL ના ડીઝલ કાર્ડનો ઉપયોગ કરીને હજારો રૂપિયાની છેતરપિંડી કરતી આંતર રાજ્ય ટોળકીના એકને નવસારી ગ્રામ્ય પોલીસે રંગે હાથ પકડી પાડી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પેટ્રોલ પંપ પર છેતરપીંડી કરતી આ ટોળકીમાં ઠગબાજોની સંખ્યા વધુ હોવાની અને ગત દિવસોમાં લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. 

નેશનલ હાઇવે નં. 48 પર નવસારીના ધોળાપીપળા ગામ નજીક આવેલા હરે ક્રિષ્ના પેટ્રોલ પંપ ઉપર ગત 8 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર પાસિંગની કારમાં આવેલા બે ઠગ ભક્તોએ પંપ એટેન્ડન્ટને તેમની અન્ય એક કારનું એક્સિડન્ટ થયુ હોવાનું જણાવી, કારને ટો કરી મહારાષ્ટ્ર લઈ જવાની હોય, પણ તેમની પાસે રોકડા રૂપિયા ન હોવાથી BPCL ના ડીઝલ કાર્ડ સ્વિપ કરીને રોકડા રૂપિયા આપવા અને એ રકમ ડીજીટલી ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. જેથી માનવતા દાખવી પંપ સંચાલકોએ રૂપિયા આપવા હામી ભરી, જેથી BPCL કાર્ડ પરથી 23800 રૂપિયા રોકડા લઈ નો દો ગ્યારહ થઈ ગયા હતા.

થોડા સમય બાદ ડીજીટલી પેમેન્ટમાં ઠગાયા હોવાનું જાણતા પંપ સંચાલકોએ નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. બાદમાં 10 દિવસ બાદ ફરી એજ રીતે મહારાષ્ટ્ર પાસિંગની કાર લઈને આવેલા ઠગ ભગતોએ પેટ્રોલ પંપ એટેન્ડન્ટને વાતમાં પાડતા સંચાલક તેમને ઓળખી ગયા હતા અને તેને પકડી પાડયો હતો. જોકે કાર ચાલક ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા ઠગને પેટ્રોલ પંપ સંચાલકે નવસારી ગ્રામ્ય પોલીસને સોંપતા પોલીસે મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના માલેગાંવના શારદા નગરમાં રહેતા મહેન્દ્ર વિઠ્ઠલ પગારની ધરપકડ કરી હતી. જ્યારે કાર લઈ ફરાર થયેલા ઠગને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે. 

એસ. કે. રાય ( નાયબ પોલીસ અધિક્ષક, નવસારી)

પોલીસ પકડમાં આવેલા મહેન્દ્ર પગારેએ ઠગાઈની કબૂલાત કરવા સાથે જ ચોંકાવનારી હકીકતો પણ આપી છે. મહેન્દ્રની ટોળકીમાં એના જેવા 100 થી વધુ લોકો છે અને ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આજ મોડસ ઓપરેન્ડીથી એક પેટ્રોલ પંપ પરથી હજારો રૂપિયાની છેતરપીંડી કરે છે. જ્યારે નવસારી પોલીસની તપાસમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલિયમ કંપનીના કાર્ડ થકી આ પ્રકારે દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ છેતરપીંડી થઈ છે. એક અંદાજ મુજબ ગત 8 થી 18 નવેમ્બર સુધીના 10 દિવસોમાં જ 15 થી 20 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે નવસારી ગ્રામ્ય પોલીસે ઠગ ટોળકીનો એક પ્યાદો પકડીને રાષ્ટ્રીય સ્તરે થતી મોટી ઠગ બાજીનો પર્દાફાશ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ