બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The statement of a witness has come out in the gang war in Delhis Tihar Jail

તિહાડ હત્યાકાંડ / મારો-મારો, બચવો ના જોઈએ...: 100થી વધુ વખત ઘા કર્યા, પંખાની બ્લેડ-ટાઇલ્સમાંથી બનાવ્યા હતા ચપ્પુ

Kishor

Last Updated: 08:08 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gangster Tillu Tajpuriya Murder News : દિલ્હીની તિહાડ જેલમાં ટિલ્લુ તાજપુરિયાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન મર્ડર કેસમાં એક સાક્ષી સામે આવ્યો છે. જેમાં નજરે જોનાર સાક્ષીએ જેલના ભયાનક દ્રશ્યનું વર્ણન કર્યું છે.

  • દિલ્હીની તિહાડ જેલમાં થયેલ ગેંગવોર મામલો
  • નજરે જોનાર સાક્ષીએ જેલના ભયાનક દ્રશ્યનું કર્યું વર્ણન 
  • છરીના ઘા ઝીંકી કર્યું ટિલ્લુ તાજપુરિયાનું મર્ડર

દિલ્હીની તિહાર જેલમાં તાજેતરમાં ગેંગવોર થયું હતું.તિહાડ જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા ઉર્ફે સુનીલ માનની હત્યા કરવામાં આવી હતી. ગત મંગળવારે સવારે જેલમાં બંધ બદમાશોએ લોખંડની ગ્રીલ તોડીને તેના પર હુમલો કર્યો હતો. બદમાશોએ ટિલ્લુના પેટમાં લોખંડનો સળિયો માર્યો હતો . આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેલના કર્મચારીઓએ તેને ઝડપથી દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આરોપી દીપક તીતર યોગેશ અને રાજેશ તથા રિયા સહિતના શખ્સોએ આ પ્રકરણને અંજામ આપ્યો હતો. જેને લઇને પોલીસે તેની સામે એફઆઈઆર નોંધી કાર્યવાહી પણ હાથ ધરી છે આવી સ્થિતિ વચ્ચે ઘટનાને નજરે જોનાર સાક્ષીનું નિવેદન સામે આવ્યું છે. ગોગી ગેંગના આરોપી દીપક, યોગેશ, રાજેશ અને રિયાઝે કેવી રીતે ટિલ્લુને માર માર્યો હતો તે ધ્રુજાવી દે તી ઘટના વર્ણવી હતી. 

આરોપીઓને ટિલ્લુસામે નારાજગી હતી

હત્યાના આ વારદાતની સમગ્ર હકીકત જેલ નંબર 8 ના વોર્ડ નંબર પાંચમાં આવેલ સેલ નંબર સાતમાં બંધ રોહિતે સંભળાવી હતી. રોહિતે જણાવ્યું કે બી બ્લોકમાં ગોગી ગેંગના ગુર્ગે રિયાઝ ગેડા, રાજેશ, યોગેશ અને દિપક બંધ છે. આ ચારેય આરોપીઓને ટિલ્લુસામે નારાજગી હતી અને ગોગીનું મર્ડરમાં ટિલ્લુ જવાબદાર હોવાનું તેઓ માનતા હતા. બે મેં સવારે છ વાગ્યે તમામ લોકો દરેકમાં હતા આ દરમિયાન ટિલ્લુ 12 આંટા મારી રહ્યો હતો. અને રોહિત પોતાના સેલમાં હતો. આ વેળાએ રોહિતે કહ્યું કે ટીલ્લુભાઈ દોડતો પોતાના સેલમાં આવ્યો અને જલ્દીથી દરવાજો બંધ કરવા કહ્યું હતું અમુક લોકો છરી લઈ અને મારવા આવતા હોવાનું જણાવતા રોહિતે તાત્કાલિક દરવાજો બંધ કરવાની કોશિશ કરી હતી.


ટીલ્લુભાઈને બચાવવા માટે અનેક કોશિશ કરી

આ દરમિયાન અચાનક દરવાજા સામે યોગેશ અને દીપક આવી ગયા હતા. જેમણે ધક્કો મારી અને દરવાજો ખોલવાની કોશિશ કરી હતી. આથી દરવાજો ન ખુલતા યોગેશ અને દિપકએ અમારી ઉપર ગ્રીલ બહારથી જ છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન રિયાઝ પાછળથી આવ્યો હતો અને ટીલ્લુને કહી રહ્યો હતો કે આજે તારું કામ પૂરું જ કરી દેવું છે. વધુમાં રોહિતે કહ્યું કે મેં ટીલ્લુભાઈને બચાવવા માટે અનેક કોશિશ કરી હતી છતાં તેમાં નાકામ રહ્યો હતો. મને રિયાઝએ ધમકી આપી હતી કે જો તું વચ્ચે પડીશ તો તને પણ મારી નાખશું. તેમ કહી મારી ઉપર પણ ચાકુ વડે હુમલો કર્યો હતો. જેમાં મને હાથમાં ઇજા થઈ હતી. આથી દીપક, યોગેશ અને રિયાઝે દરવાજો ખોલી અને તાત્કાલિક સેલમાં ઘૂસી આવ્યા હતા. જયાંથી ટીલ્લુભાઈને ખેંચી અને બહાર લઈ ગયા હતા.


'મારો... મારો...બચાવો ન જોઈએ'...

બહાર આ ચારેય શખ્સોએ ટિલ્લુભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો. જ્યા ટિલ્લુએ ભાગવાનો પ્રયાસ કરતા યોગેશે તેને પકડી લીધો અને દીપક અને રિયાઝને મારવા માટે બૂમો પાડી હતી. 'મારો... મારો...બચાવો ન જોઈએ'... આ પછી દીપક, રિયાઝ અને યોગેશે છરીઓ વડે માર માર્યો હતો. પેટ, છાતી, ગરદન અને અન્ય જગ્યાએ 100થી વધુ વખત તીક્ષ્ણ છરી વડે ઘા મારી ટિલ્લુને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ છરી પંખાની બ્લેડ-ટાઇલ્સમાંથી બનાવ્યુ હોવાનુ સામે આવ્યું છે.હુમલા બાદ જેલ સ્ટાફ ટીલ્લુભાઈ અને મને DDU હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યા હોસ્પિટલમાં ટીલ્લુનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ