બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / The star player, who made Gujarat champions in the IPL, can join the team under the captaincy of Hardik Pandya

ક્રિકેટ / હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટીમમાં સામેલ થઈ શકે છે આ સ્ટાર ખેલાડી, ગુજરાતને IPLમાં બનાવ્યું હતું ચેમ્પિયન

Megha

Last Updated: 09:54 AM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા માટે સ્ટાર ખેલાડી ડેબ્યૂ કરી શકે છે. આવો જાણીએ આ ખેલાડી વિશે.

  • હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા માટે સ્ટાર ખેલાડી ડેબ્યૂ કરી શકે છે 
  • IPL 2022માં ગુજરાતને બનાવ્યું હતું ચેમ્પિયન 
  • થોડી જ બોલમાં મેચનું વલણ બદલવામાં માહેર છે આ ખેલાડી 

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી T20 મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને હવે બીજી T20 મેચ આજે એટલે કે 20 નવેમ્બરે વે-ઓવલ મેદાન પર રમાશે. ટી20 વર્લ્ડ કપ 2022માં મળેલી હારને ભૂલીને ટીમ ઈન્ડિયા નવેસરથી શરૂઆત કરવા માંગે છે.એવામાં રોહિત શર્માની ગેરહાજરીમાં કેપ્ટનશીપ સંભાળી રહેલા હાર્દિક પંડ્યા માટે ન્યુઝીલેન્ડ પ્રવાસ કોઈ અગ્નિ પરીક્ષાથી ઓછી નહીં હોય. જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા માટે સ્ટાર ખેલાડી ડેબ્યૂ કરી શકે છે. આવો જાણીએ આ ખેલાડી વિશે. 

આ ખેલાડીને મળી શકે છે તક 
આપણે બધા જાણીએ છીએ કે રોહિત શર્મા અને કેએલ રાહુલ બંનેને ન્યુઝીલેન્ડ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે અને આવી સ્થિતિમાં શુભમન ગિલને મેચ ઓપનિંગની તક મળી શકે છે. જણાવી દઈએ કે ગિલે ભારત માટે હજુ સુધી ટી-20 ડેબ્યૂ કર્યું નથી પણ હવે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં તેનું નસીબ ખુલી શકે છે. અત્યાર સુધી ગિલ ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે અને તે કેવી પણ આક્રમક બોલિંગમા રન બનાવી શકે છે અને થોડી જ બોલમાં મેચનું વલણ બદલવામાં માહેર છે. 

ગુજરાતને બનાવ્યું હતું ચેમ્પિયન 
આપણે બધા જઈએ છીએ કે IPL 2022માં શુભમન ગિલે ખૂબ જ સારી રમત બતાવી હતી અને IPL 2022ની 16 મેચમાં તેને 483 રન બનાવ્યા હતા આ સાથે જ  ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગિલ પાસે ઓપનિંગનો અનુભવ છે અને એ જ અનુભવ ટીમ ઈન્ડિયા માટે ઉપયોગી થઈ શકે છે. 

વિસ્ફોટક બેટિંગ કરે છે ગિલ 
છેલ્લા કેટલાક સમયથી શુભમન ગિલના બેટનો અવાજ આઆખી દુનિયામાં સંભળાઇ રહ્યો છે અને 23 વર્ષનો આ ખેલાડી મોટી ઇનિંગ્સ રમવા માટે પ્રખ્યાત છે. ગિલે ભારત માટે 11 T20 મેચોમાં 579 રન અને 12 ODIમાં 579 રન બનાવ્યા છે, જેમાં એક સદી પણ મારી હતી અને હવે ન્યુઝીલેન્ડ પ્રવાસમાં સારું પ્રદર્શન કરીને તે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ