બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The security of political veterans including former CM Rupani will be reduced

નિર્ણય / પૂર્વ CM રૂપાણી સહિત આ દિગ્ગજોની સુરક્ષામાં કરાશે ઘટાડો, ઇન્ટેલિજન્સના રિપોર્ટ બાદ ગૃહ વિભાગે બેઠક બોલાવી

Khyati

Last Updated: 06:55 PM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ ડે મુખ્યમંત્રી, પૂર્વ ગૃહ મંત્રીની સુરક્ષામાં થઇ શકે છે ઘટાડો

  • પૂર્વ CM,પૂર્વ DyCM અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રીની સુરક્ષામાં ઘટાડો કરાશે
  • ઇન્ટેલિજન્સના રિપોર્ટ બાદ ગૃહ વિભાગે બેઠક બોલાવી
  • વિધાનસભા સત્ર બાદ ઝેડ પ્લસ સિક્યુરિટી ડાઉનગ્રેડ કરવાનો નિર્ણય 
     

ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, અને હિન્દુવાદી નેતા પ્રવિણ તોગડીયાને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે છે. તે બાદ પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ ઝેડ સિક્યુરિટી આપવામાં આવતી હતી. ત્યારે હવે પૂર્વ સીએમ, પૂર્વ ડે.સીએમ અને  પૂર્વ ગૃહ રાજ્યમંત્રીની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવી શકે છે.

ભાજપના પૂર્વ પદાધિકારીઓની સિક્યુરિટીમાં ઘટાડો થશે

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા  પૂર્વ CM,પૂર્વ DyCM અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રીની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવી શકે છે. ઇન્ટેલિજન્સના રિપોર્ટ બાદ ગૃહ વિભાગે બેઠક બોલાવી છે. જે મુજબ  પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સિક્યુરિટી ડાઉનગ્રેડ કરાશે તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પૂર્વ DyCM નીતિન પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની સિક્યુરિટી ડાઉનગ્રેડ થઇ શકે છે. જો કે આ અંગે હજી હાલ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. વિધાનસભા સત્ર પૂર્ણ થયા  બાદ ઝેડ પ્લસ સિક્યુરિટી ડાઉનગ્રેડ કરવાનો નિર્ણય લેવાઇ શકે છે.

બેઠકમાં અધિકારીઓના લેવાયા અભિપ્રાય

મહત્વનું છે કે  રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને મોટા પદાધિકારીઓને સરકાર તરફથી સિક્યુરિટી આપવામાં આવી છે. જ્યારે તેઓનો કાર્યકાળ પૂર્ણ થાય અને તેમના જીવ પર જોખમ ન હોય તેવા સંજોગોમાં નિયમ મુજબ સિક્યુરીટી પરત લેવામાં આવે છે. સિક્યુરિટી ઘટાડવાનો નિર્ણય ભાજપના પૂર્વ પદાધિકારીઓને ધ્યાનમાં લઈને લેવાયો છે.  આ નિર્ણય ઇન્ટેલિજન્સના રિપોર્ટ રિસર્ચ બાદ રાજ્યના ગૃહવિભાગે સમીક્ષા બેઠક બોલાવી છે. તેમાં સૌ કોઈના અભિપ્રાય લઇને વિધાનસભાના સત્ર બાદ ઝેડ પ્લસ સિક્યુરિટી ડાઉનગ્રેડ  કરવાનો મહત્વનો નિર્ણય કરાશે.

નિયમ મુજબ ઘટાડાશે સિક્યુરિટી 
ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં  અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા રાજકુમાર, અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, અને ગુજરાત સ્થિત સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓની, ઉપસ્થિતિમાં એક બેઠક મળી હતી. જેમાં વિજયરૂપાણી, નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજાને અપાયેલી સિક્યુરિટી દૂર કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.  જેમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સના રિપોર્ટ આવ્યા બાદ અને રિસર્ચ બાદ પદાધિકારીઓ અને મંત્રીઓની સિક્યુરિટી ઘટાડવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ