બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The Sata Method is an age old tradition

જાણવા જેવું / સાટા પદ્ધતિથી લગ્ન એટલે શું સમજો ,હજુ પણ આ જ્ઞાતિમાં થાય છે આ રીતે લગ્ન

Dinesh

Last Updated: 07:59 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાટા પદ્ધતિથી સગાઈ અને લગ્ન જરા પણ યોગ્ય નથી દીકરીની ઘટ હોય માટે મજબૂરી છે એકને તકલીફ થાય તો ત્રણ જિંદગી બગડે છે: સરદાર ધામના મહિલા ટ્રસ્ટી

  • સાટા પદ્ધતિના કારણે કિંજલ દવેની સગાઈ પાંચ વર્ષ પછી તૂટી
  • સાટા પદ્ધતિ એ વર્ષોથી ચાલી આવતી જૂની પરંપરા છે: જાગૃતિબેન પટેલ
  • અમુક સમાજના લોકો સામસામે જ દીકરા-દીકરીઓનો પ્રસંગ કરે છે


આજે એક સમાચાર આવ્યા કે, ગરબા સિંગર કિંજલ દવેની સગાઈ પાંચ વર્ષ પછી તૂટી ગઈ કારણ હતું કે, સાટા પદ્ધતિ. નવી પેઢીને સાટા પદ્ધતિ એટલે શું ? તે જાણીને જરૂર નવાઈ લાગશે પરંતુ આ વર્ષોથી ચાલી આવતી જૂની રીત રિવાજ મુજબની પદ્ધતિ છે. જે આજે પણ પાટીદાર સમાજ, રબારી સમાજ, પ્રજાપતિ સમાજ, નાઈ સમાજ તેમજ ઉત્તર ગુજરાતની મોટા ભાગની સમાજમાં જોવા મળે છે. આ સમાજમાં દીકરા-દીકરીઓના લગ્ન સાટા પદ્ધતિથી થઈ રહ્યાં છે.

સાટા પદ્ધતિ એટલે શું?
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના કેન્દ્રીય મહિલાના પ્રમુખ અને સરદારધામના મહિલા ટ્રસ્ટી ડોક્ટર જાગૃતિબેન પટેલે vtv સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, સાટા પદ્ધતિ વર્ષોથી ચાલી આવતી પ્રદ્ધતિ છે. સૌપ્રથમ તો સરળ ભાષામાં સમજીએ સાટા પદ્ધતિ એટલે શું? જેમાં કોઈપણ એક ઘરમાં ભાઈ-બહેન હોય અને સામે પણ ભાઈ-બહેન ઉંમરલાયક હોય તો બંનેના સામ-સામે લગ્ન કરવા સામે ઘરે દીકરી આપવી અને સામેના ઘરેથી દીકરી લેવી તેને સાટા પદ્ધતિ કહેવાય છે. જેમાં એક પ્રકાર ફરતો ફેર પણ હોય છે ફરતો ફેર એટલે ઉંમરલાયક કાકા-ભત્રીજી હોય તો સામે ભાઈ-બહેન અથવા એવા કાકા-ભત્રીજાના સામસામે લગ્ન પણ થતા હોય છે. એક ઘરે ભત્રીજી આપવી તો સામેના ઘરેથી ભત્રીજી લેવી. 

જાગૃતિબેન પટેલ

'ત્રણ જિંદગીના જીવન પર અસર થાય છે'
આજે પણ અનેક સમાજના મેગેઝીન આવે છે લગ્નગ્રંથિથી જોડાવું છે તેમાં પણ નીચે એક લીટી લખવામાં આવે છે કે, સાટા પદ્ધતિ આવકાર્ય છે. જોકે હવે થોડું પ્રમાણ ઘટ્યું છે પરંતુ આ પાછળનું મુખ્ય કારણ હોય તો અમુક સમાજમાં દીકરીઓની ઘટ છે અન્ય રાજ્યમાંથી દીકરા-દીકરીઓને પરણાવી તેના કરતાં અમુક સમાજના લોકો સામસામે જ દીકરા દીકરીઓનો પ્રસંગ કરી નાખતા હોય છે. પરંતુ આ સાટા પદ્ધતિનો જો કોઈ એક મોટો માઇનસ પોઇન્ટ હોય તો એ છે કે, એક વ્યક્તિને કંઈપણ તકલીફ થાય તો સામે જેને દીકરી દીધી હોય તેનું પણ સગાઈ કે લગ્ન કેન્સલ કરી દેવામાં આવે છે એટલે કે કુલ ત્રણ જિંદગીના જીવન પર અસર થાય છે. 
જાગૃતીબેન વધુમાં જણાવે છે કે આ પદ્ધતિ જરા પણ યોગ્ય નથી નવી પેઢીને હવે સમજાવટથી અથવા પોતે ઘણું સમજીને આ પદ્ધતિથી દૂર રહે છે છતાં પણ અમુક મજબૂરીમાં આવા પ્રસંગ થતા હોય છે આમાં ક્યારેક એક પાત્ર નબળું હોય અથવા સામે ન ગમતું હોય એને પરાણે લગ્ન કર્યા હોય કે સગાઈ કરી હોય અને પછી વાંધો આવે તો સામ-સામે જે પ્રસંગ કર્યા હોય તે બંને પ્રસંગ તોડી નાખતા હોય છે.

ભાઇ આકાશની સગાઇ તૂટતા કિંજલની પણ સગાઇ તૂટી, કારણ સાટા પદ્ધતિ
ગુજરાતભરમાં 'ચાર-ચાર બંગડીવાળી' ગીતથી ફેમસ થયેલ કિંજલ દવેની સગાઇ તુટવાના સમાચાર છે. માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના મધુર કંઠથી લાખો લોકોના દિલ જીતી લેનાર કિંજલ દવેની અખાત્રીજના શુભ મૂહુર્તમાં 18 એપ્રિલના રોજ લગભગ પાંચેક વર્ષ અગાઉ પોતાના બાળપણના મિત્ર અને મનીષ જોષીના પુત્ર પવન જોષી સાથે સગાઈ કરી હતી. પરંતુ હવે એકાએક તેઓની સગાઇ તૂટવાના સમાચાર વાયુવેગે પ્રસરાઇ રહ્યાં છે. એવું કહેવાય છે કે, કિંજલ દવે અને તેના ભાઇ આકાશ બંનેની સાટા પદ્ધતિથી સગાઇ કરવામાં આવી હતી. જેમાં કિંજલના ભાઇ આકાશની પવન જોષીની બહેન સાથે સગાઇ કરાઇ હતી. પરંતુ હવે મળતી માહિતી મુજબ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઇ તૂટી ગઇ છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ