બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The road from Ambaji to Gabbar will be given a new look

ખાસ જાણો / મા જગદંબાના ધામ અંબાજીનું બદલાશે સ્વરૂપ, કરોડોનાં ખર્ચે કરાશે આ કામ

Kiran

Last Updated: 05:23 PM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ગુજરાતના  પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને લઈને મહત્વના સમાચાર,અંબાજીથી ગબ્બર જવાના માર્ગનું તેમજ વર્ષો જૂના પગથીયાઓનું પણ નવિનીકરણ કરાશે, કેન્દ્ર પ્રવાસન વિભાગની પ્રસાદ યોજનામાં અંબાજીનો સમાવેશ

  • ગબ્બરના માર્ગને નવું સ્વરૂપ અપાશે
  • પ્રસાદ યોજનામાં અંબાજીના સમાવેશ
  • વર્ષો જૂના પગથીયાનું નવિનીકરણ થશે

ભારતમાં ગુજરાતના  પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર 51 શક્તિ પીઠો પૈકીનું એક છે, ત્યારે અંબાજીથી ગબ્બર જવાના માર્ગનું તેમજ વર્ષો જૂના પગથીયાઓનું પણ નવિનીકરણ કરવામાં આવશે.

અંબાજીથી ગબ્બરના માર્ગને નવું સ્વરૂપ અપાશે

કેન્દ્ર પ્રવાસન વિભાગની પ્રસાદ યોજના અંતરર્ગત અંબાજી મંદિરાના આ પગથીયાનું પુન: નિર્માણ રૂપિાય 15 કરોડના ખર્ચે થનાર છે, એટલું જ નહીં 30 કરોડ જેટલી રકમથી નવીન ભોજનાલય પણ તૈયાર કરવામાં આવશે, આમ પ્રવાસન વિભાગની આ યોજનામાંથઈ કુલ 44 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને અંબાજી મંદિરને નવુ સ્વરૂપ આપવામાં આવશે. 

અંબાજીથી ગબ્બર જવાના માર્ગને નવુ સ્વરૂપ અપાશે

અંબાજી મંદિર 51 શક્તિ પીઠો પૈકીનું એક છે. અંબાજી માતા મંદિર ભારતના મુખ્ય પીઠ છે. અંબાજી પાલનપુરથી આશરે 65 કિલોમીટર દૂર માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને અબુ રોડથી 20 કિલોમીટર અને અમદાવાદથી 185 કિ.મી. ગુજરાત અને રાજસ્થાન સરહદની નજીક આવેલું છે. અંબાજી માતાનું મૂળ સીટ નગરમાં ગબ્બર પર્વતમાળા પર આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ખાસ કરીને પૂર્ણિમાના દિવસોમાં મંદિરની મુલાકાત માટે આવતા હોય છે,

પ્રવાસન વિભાગની યોજનામાં કુલ 45 કરોડના ખર્ચે નિર્માણ

અંબાજીમાં ભાદરવી પૂર્ણિમાના દિવસે અહી મોટો મેળા યોજાય છે સમગ્ર દેશમાં લોકો દર વર્ષે સપ્ટેમ્બરમાં પૂજા માટે આવે છે. સમગ્ર અંબાજી શહેરને પ્રગટાવવામાં આવે છે કારણ કે રાષ્ટ્રને દિવાળીના ઉત્સવનો સમય ઉજવવામાં આવે છે. ત્યારે  હવે અંબાજી મંદિરનું નવીનિકરણ હાથ ધરવામાં આવનાર છે, જ્યાં ગબ્બર જવાના માર્ગ, પગથીયા તેમજ નવીન ભોજનાલય સહિતની વિવિધ નીવનિકરણના કામો હાથ ધરાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ