બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / The picture of Salman Khan eating with his family went viral, the fan said his mouth watered looking at the fish

બોલિવુડ / પરિવાર સાથે જમતા સલમાન ખાનની તસવીર થઈ વાયરલ, ચાહકે કહ્યું ફિશ પર નજર છે મોઢામાં પાણી આવી ગયું

Vishal Khamar

Last Updated: 12:06 AM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન થોડા દિવસોમાં રિલીઝ થશે. ત્યારબાદ આ વર્ષના અંતમાં અને દિવાળી પર તેની ફિલ્મ ટાઈગર 3 રિલીઝ થવાની છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

  • સલમાન ખાનની એક તસવીર જોરદાર વાયરલ થઈ રહી છે 
  • ડાઈનિંગ ટેબલ પર અભિનેતા પરિવાર સાથે જમી રહ્યો છે
  • સલમાન ખાનની બાજુમાં નાનો ભાઈ અરબાઝ ખાન બેઠો છે

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો જલવો અલગ છે. જે સલમાન ખાન   એક સમયે પોતાના ગુસ્સાને કારણે લાઈમલાઈટમાં રહેતો તે આજે તેની શાલીનતાને કારણે ચર્ચામાં રહે છે.   સલમાન ખાન એ અભિનેતાઓમાંથી એક છે જે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢી પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. કોઈ પણ વ્યક્તિ માટે પોતાના પરિવારના સભ્યો સાથે બેસીને જમવું ખૂબ જ સુખદ અનુભવ હોય છે.  સલમાન ખાનની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે પોતાના પરિવારના સભ્યો સાથે બેસીને જમતો જોવા મળી રહ્યો છે.
તસવીર વીરલ ભિયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમાં જોઈ શકાય છે કે કઈ રીતે તે પરિવાર સાથે ડાઈનિંગ ટેબલ પર બેઠો છે. તે કેઝ્યુઅલ આઉટફિટમાં છે. પરિવારના સભ્યો સાથે બેસીને ખાવાની મજા અભિનેતાના ચહેરા પર જોવા મળી રહી છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ડાઈનિંગ ટેબલ પર અલગ-અલગ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ રાખવામાં આવી છે.   સલમાન ખાનની બાજુમાં નાનો ભાઈ અરબાઝ ખાન બેઠો છે અને તેની બાજુમાં માતા હેલન જોવા મળે છે. દરેક લોકો જમવાની મજા લઈ રહ્યા છે.

ફેન્સ આ તસવીર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે
આ તસવીર પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. સલમાન ખાનના ફેન્સ માટે આ તસવીર કોઈ ગિફ્ટથી ઓછું નથી. તસવીરમાં અભિનેતાની સાદગી લોકોનું દિલ જીતી રહી છે તો બીજી તરફ કેટલાક લોકો ડાઈનિંગ ટેબલ પર રાખેલી સ્વાદિષ્ટ વાનગીઓ જ જોઈ રહ્યા છે. ફોટો શેર કરવામાં આવતા કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે- કોઈ   5 સ્ટાર હોટલમાં પણ તમને આવી શાંતિ નહીં મળે જેટલી તમને તમારા પરિવારના સભ્યો સાથે જમતી વખતે   મળે છે. એક વ્યક્તિએ લખ્યું- માતા-પિતા સાથે રહેવું નસીબદારના નસીબમાં હોય છે. એક વ્યક્તિએ લખ્યું - હું માત્ર માછલીને જોઈ રહ્યો હતો, મારા મોઢામાં પાણી આવવા લાગ્યું. એક વ્યક્તિએ લખ્યું - તેમનું જમવાનું 5 સ્ટાર હોટલ કરતાં ઓછું નથી.
ભાઈજાનની 2 મોટી ફિલ્મ રિલીઝ માટે તૈયાર
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો સલમાન ખાન વર્ષની શરૂઆતમાં જ ચાહકોને એન્ટરટેનમેન્ટનો ડોઝ આપી ચૂક્યો છે. તે પોતાના ખાસ મિત્ર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં જબરદસ્ત કેમિયો રોલ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન થોડા દિવસોમાં રિલીઝ થશે. ત્યારબાદ આ વર્ષના અંતમાં અને દિવાળી પર   તેની ફિલ્મ ટાઈગર 3 રિલીઝ થવાની છે. ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ