બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / The ongoing war between Israel and Palestine has destroyed many lives. A woman of Indian origin narrated the entire scene

Israel Hamas War / 'આ તો અમારું ઘર છે, અમારે અહીં...', હમાસના મિસાઇલ એટેક પર ઇઝરાયલમાં રહેતી ભારતીય મૂળની મહિલાએ જુઓ શું કહ્યું

Pravin Joshi

Last Updated: 08:00 AM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઘણા લોકોના જીવ લીધા છે. ભારતીય મૂળની એક મહિલાએ આ સમગ્ર દ્રશ્યની વાર્તા સંભળાવી છે.

  • ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે  ચાલી રહ્યું છે ભીષણ યુદ્ધ
  • ભારતીય મૂળની એક મહિલાએ આંખો દેખી કહાની જણાવી
  • ઇઝરાયેલ અમારું ઘર છે જ્યાં અમે શાંતિથી રહેવા માંગીએ છે

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ભારતીય મૂળની એક મહિલાએ એશ્કલોન શહેર પર મિસાઇલ હુમલા વિશે જણાવ્યું. આ મહિલા ઈઝરાયેલમાં રહે છે. હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલામાં દેશને ભારે નુકસાન થયું હોવા છતાં તેણીએ સેનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે ઇઝરાયેલ તેનું ઘર છે જ્યાં તે શાંતિથી રહેવા માંગે છે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ઈલાના નાગોકરે કહ્યું, ગઈકાલે અહીં એક મિસાઈલ પડી હતી જેના કારણે વાહનોમાં આગ લાગી હતી અને નજીકની ઈમારતોમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી. અમે જોખમથી વાકેફ છીએ, પરંતુ અમને અમારી સેનામાં વિશ્વાસ છે. આ અમારું ઘર છે અને તેને છોડવાનો અમારો કોઈ ઈરાદો નથી. અમે અહીં શાંતિથી રહેવા માંગીએ છીએ. હુમલા વિશે વાત કરતી વખતે તેણે મિસાઈલ ક્યાં પડી હતી તે ચોક્કસ સ્થળ પણ બતાવ્યું. તેણે એ પણ જણાવ્યું કે તે જ્યાં રહે છે તે બિલ્ડિંગને પણ નુકસાન થયું છે, બારીઓ અને દરવાજા તૂટી ગયા છે. 

હમાસ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે
બુધવારે આ યુદ્ધનો પાંચમો દિવસ હતો કારણ કે શનિવારે હમાસના લડવૈયાઓએ દક્ષિણ ઇઝરાયેલ પર હુમલો કર્યો અને વિવિધ માધ્યમો દ્વારા મોટી સંખ્યામાં ઘૂસણખોરી કરી. જે બાદ ઈઝરાયેલમાં યુદ્ધની જાહેરાત કરવામાં આવી હતી. સોમવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે હમાસ વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે.

એશ્કલોન પર રોકેટ છોડ્યા

મંગળવારે હમાસે ઇઝરાયેલના શહેર એશ્કલોન પર રોકેટ છોડ્યા હતા. બીજી તરફ ઈઝરાયેલની વાયુસેનાના ફાઈટર પ્લેન ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનોને નિશાન બનાવી બોમ્બનો વરસાદ કરી રહ્યા છે. બંનેના પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ સંઘર્ષમાં સ્થાનિક નાગરિકોને પણ અસર થઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ