બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The 'new pattern' of rains became a celestial disaster over Ahmedabad

મોન્સુન / આગાહીને ઊથલાવતી વરસાદની ‘નવી પેટર્ન’: અમદાવાદ પર આકાશી આફત, દિવસ દરમિયાન ચાલુ બંધ, સાંજે સ્વિચ ON

Dinesh

Last Updated: 11:21 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈની વરસાદી પેટર્ન હવે અમદાવાદમાં પણ જાણે-અજાણે લાગુ થઈ ગઈ હોય તેમ છેલ્લા કેટલાક સમયના મેઘરાજાના મિજાજ ઉપરથી ચર્ચાઈ રહ્યું છે

  • વરસાદની ‘નવી પેટર્ન’ અમદાવાદ પર આકાશી આફત બની
  • ગુજરાતમાં અતિભારે વરસાદની મેઘમહેર ચાલુ રહેશે
  • આજે ગુજરાતના 195 તાલુકામાં વરસાદ નોંધાયો

સામાન્ય રીતે મુંબઈ જેવા મહાનગરમાં ચોમાસાની ઋતુમાં એક વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસતો હોય ત્યારે તેને અડીને આવેલા અન્ય વિસ્તારમાં વરસાદનું ટીપું પણ પડતું નથી. મુંબઈની આ પેટર્ન હવે અમદાવાદમાં પણ જાણે-અજાણે લાગુ થઈ ગઈ હોય તેમ છેલ્લા કેટલાક સમયના મેઘરાજાના મિજાજ ઉપરથી ચર્ચાઈ રહ્યું છે. અમદાવાદ ક્ષેત્રફળમાં પણ ફાટફાટ થયું છે. એક પ્રકારે ગ્રેટર મુંબઈની જેમ અમદાવાદ પણ ગ્રેટર અમદાવાદના સ્વરૂપમાં આવી ગયું છે. આના કારણે હવામાન વિભાગની આગાહી પણ અમદાવાદ માટે ખોટી પુરવાર થઈ રહી છે. હવામાન વિભાગ મુજબ અમદાવાદમાં હળવો વરસાદ વરસવાનો હોય તેમ છતાં સમગ્ર દિવસ દરમિયાન અને તેમાં પણ સાંજે મેઘરાજા તોફાની બેટિંગ કરવા લાગે છે.

 
ગઈકાલે અચાનક ભારે વરસાદ વરસ્યો હતો
ગઈકાલે દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ અચાનક મેઘરાજા પૂરબહારમાં ખીલી ઊઠ્યા હતા. જેના પગલે શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતાં મીઠાખળી અંડરપાસને બંધ કરવો પડ્યો હતો તેમજ વાસણા બેરેજના નવ દરવાજાને ખોલી નાખવામાં આવ્યા હતા. અચાનક પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં અને ફરીથી સેંકડો અમદાવાદીઓ અથડાતા-કુટાતા ઘેર પહોંચવા પામ્યા હતા.

વરસાદની નવી પેટર્ન
આજે ગાજવીજ અમદાવાદના કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વરસાદની નવી પેટર્ન મુજબ સવારથી આકાશમાં છવાયેલાં હતો. જેને લઈ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અત્રે જણાવીએ કે, હવામાન વિભાગની આગાહી જોઈને ઘરની બહાર નીકળતા લોકોએ આગાહી પર ખાસ ભરોસો રાખીને રહેવાની જરૂર નથી, કેમ કે ગઈ કાલે પણ સાંજે મુશળધાર વરસાદ વરસશે તેવી કોઈ બાબત હવામાન ખાતાએ જણાવી નહોતી અને આજે પણ ભારે વરસાદની શક્યતા દર્શાવી ન હોવા છતાં જો નિકોલ અને વિરાટનગર જેવા પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ બોડકદેવ-બોપલ જેવા પશ્ચિમના વિસ્તાર કોરા રહે અથવા તેનાથી ઊંધું ચિત્ર થાય તો તેના માટે પણ અમદાવાદીઓએ તૈયાર રહેવું પડશે. 

195 તાલુકામાં વરસાદ 
આજે સવારે છ વાગ્યે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જ્યારે આજે સવારે છથી 6 વાગ્યા સુધીમાં મામૂલી ઝરમર વરસાદ પડ્યો છે. શહેરમાં હજુ તા.13 જુલાઈ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેવાનો છે. દરમિયાન, આજે ગુજરાતના 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સૌથી વધુ જામનગરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગીર સોમનાથમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.  પાટણનાં હારીજમાં અઢી ઈંચ,  ભુજમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ   સહિત પાંચ દિવસ સુધી મેઘમહેર ચાલુ રહેશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ