બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / The Modi government formulated this master plan to compete with the American dollar

બિઝનેસ / અમેરિકન ડૉલરને ટક્કર આપવા મોદી સરકારે ઘડ્યો આ માસ્ટર પ્લાન, ભારતના નિર્ણયથી બાઇડન પણ આશ્ચર્યચકિત!

Priyakant

Last Updated: 09:48 AM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ કેટલાક આવા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેના કારણે આવનારા વર્ષોમાં રૂપિયો ડોલર કરતાં વધુ મજબૂત બની શકે છે

  • ભારતીય રૂપિયો ડોલર સાથે સ્પર્ધા કરવા તૈયાર
  • આવનારા વર્ષોમાં રૂપિયો ડોલર કરતાં વધુ મજબૂત બની શકે 
  • કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય વેપારનો નિર્ણય કર્યો 
  • ભારતીય રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર કરવાની શક્યતાઓ

યુએસ ડૉલરની કિંમત અત્યારે ઘણી મોંઘી છે, જ્યારે ભારતીય રૂપિયાની કિંમત ઘણી સસ્તી છે. પરંતુ હવે ભારતીય રૂપિયો ડોલર સાથે સ્પર્ધા કરવા તૈયાર છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ કેટલાક આવા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેના કારણે આવનારા વર્ષોમાં રૂપિયો ડોલર કરતાં વધુ મજબૂત બની શકે છે. નોંધનીય છે કે, ભૂતકાળમાં ડોલર સામે રૂપિયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે બાદ રૂપિયાને મજબૂત કરવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે. આમાંથી એક પગલું આંતરરાષ્ટ્રીય વેપારનો નિર્ણય પણ મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય વેપાર માટે યુએસ ડોલરને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જોકે હવે કેન્દ્ર સરકારે આ આંતરરાષ્ટ્રીય વેપાર અંગે નિર્ણય લીધો છે અને ભારત ભારતીય રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર કરવાની શક્યતાઓ શોધી રહી છે. આ માટે ભારત કેટલાક દેશો સાથે સતત વાત પણ કરી રહ્યું છે. આ દરમિયાન કેટલાક દેશો રૂપિયામાં બિઝનેસ કરવા માટે પણ સહમત થયા છે.

મહત્વનું છે કે, ભારત એવા દેશોની શોધમાં છે જેઓ પાસે ડોલરની અછત છે. આ ક્રમમાં શ્રીલંકાએ આંતરરાષ્ટ્રીય વેપાર માટે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરવા સંમતિ આપી છે. સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકા (CBSL) એ કહ્યું કે, તે ભારતીય રૂપિયાને શ્રીલંકાના વિદેશી ચલણ તરીકે નિયુક્ત કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.

શ્રીલંકાની બેંકોએ ભારતીય રૂપિયામાં વેપાર કરવા માટે સ્પેશિયલ વોસ્ટ્રો રુપી એકાઉન્ટ્સ અથવા SVRA તરીકે ઓળખાતા સ્પેશિયલ રુપી ટ્રેડિંગ એકાઉન્ટ્સ ખોલ્યા હોવાના અહેવાલ છે. આ સાથે શ્રીલંકા અને ભારતના નાગરિકો એકબીજા વચ્ચે આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે યુએસ ડોલરને બદલે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરી શકશે. તો અમેરિકા પણ ભારતના આ પગલાથી આશ્ચર્યચકિત છે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ચોક્કસપણે ભારતના આ નિર્ણય પર નજર રાખી શકે છે.

ભારત શોધી રહ્યું છે તક

આ સાથે જ રશિયા પણ આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય વેપાર માટે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરનારા દેશોની યાદીમાં સામેલ થઈ શકે છે. આ સિવાય ભારત તજાકિસ્તાન, ક્યુબા, લક્ઝમબર્ગ અને સુદાન સહિત અન્ય ઘણા દેશોમાં રૂપિયામાં બિઝનેસ કરવાની તકો શોધી રહ્યું છે. બીજી તરફ રૂપિયો આંતરરાષ્ટ્રીય ચલણ બનવાની સાથે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, ભારતની વેપાર ખાધ ઘટશે અને તે વૈશ્વિક બજારમાં તેને મજબૂત બનાવવામાં મદદ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ