બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / The lyrical motion poster of 'Adipurush' released with the chant of 'Jai Shri Ram'

મનોરંજન / 'જય શ્રી રામ'ના લલકાર સાથે ગૂંજી ઉઠ્યું 'આદિપુરૂષ'નું મોશન પોસ્ટર, દમદાર અંદાજમાં જોવા મળ્યો પ્રભાસ

Megha

Last Updated: 10:33 AM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય તૃતીયાના અવસર પર 'આદિપુરુષ'નું નવું મોશન પોસ્ટર આવ્યું છે, જેની સાથે જ ફિલ્મનું પ્રમોશનલ કેમ્પેન પણ શરૂ થઈ ગયું છે.

  • અક્ષય તૃતીયાના અવસર પર 'આદિપુરુષ'નું નવું લિરિકલ મોશન પોસ્ટર આવ્યું
  • સાથે જ ફિલ્મનું પ્રમોશનલ કેમ્પેન પણ શરૂ થઈ ગયું
  • લિરિકલ મોશન પોસ્ટરમાં પ્રભાસ ભગવાન રામના લુકમાં જોવા મળી રહ્યો છે 

ફિલ્મ બાહુબલીથી ફેમસ થયેલ પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર આવનારી ફિલ્મ 'આદિપુરુષ'ની જાહેરાત થઈ ત્યારથી લોકો તેની રાહ જોઈ રહ્યા છે. નોંધનીય છે કે આ ફિલ્મ 'તાનાજી'ના નિર્દેશક ઓમ રાઉતની છે જે રામાયણ પર આધારિત છે. એ ફિલ્મમાં પ્રભાસનું પાત્ર ભગવાન રામથી પ્રેરિત છે અને કૃતિનું પાત્ર સીતા માતા પર આધારિત છે. સાથે જ ફિલ્મમાં સન્ની સિંહ લક્ષ્મણનો રોલ કરી રહ્યો છે. 

જણાવી દઈએ કે 'આદિપુરુષ' 3Dમાં બની રહી છે અને હાલ ફિલ્મ મેકર્સ VFX, સ્પેશિયલ ઇફેક્ટ્સનું કામ કરી રહ્યા હતા. નોંધનીય છે કે સૌથી પહેલા ઓગસ્ટ 2022 માં રિલીઝ કરવાના લક્ષ્ય હતો પણ ફિલ્મ સતત સ્થગિત થતી રહી એવામાં 2022માં દશેરાના અવસર પર ફિલ્મનું ટીઝર ટ્રેલર શેર કરવામાં આવ્યું હતું પણ લોકોને ફિલ્મમાં સ્પેશિયલ ઈફેક્ટનું કામ પસંદ આવ્યું નહતું અને લોકો કાર્ટૂન સાથે સરખામણી કરીને ટ્રોલ કરી રહ્યા હતા. 

એ સમયે ફિલ્મની રિલીઝ ડેટ 12 જાન્યુઆરી 2023 નક્કી કરવામાં આવી હતી પણ ટીઝરને નબળો પ્રતિસાદ મળ્યા બાદ મેકર્સે ફરી એકવાર ફિલ્મ મોકૂફ રાખી છે. એવામાં હવે અક્ષય તૃતીયાના અવસર પર 'આદિપુરુષ'નું નવું મોશન પોસ્ટર આવ્યું છે, જેની સાથે જ ફિલ્મનું પ્રમોશનલ કેમ્પેન પણ શરૂ થઈ ગયું છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

એ લિરિકલ મોશન પોસ્ટરમાં પ્રભાસ ભગવાન રામના લુકમાં જોવા મળી રહ્યો છે. સાથે જ 'આદિપુરુષ'નો 'જય શ્રી રામ'નો બેકગ્રાઉન્ડ સ્કોર વાગી રહ્યો છે. નોંધનીય છે કે ફિલ્મનો એ બેકગ્રાઉન્ડ સ્કોર સંગીતકાર અજય અતુલ દ્વારા રચિત છે અને બોલ જાણીતા ગીતકાર મનોજ મુન્તાશીરે લખ્યા છે. 

'આદિપુરુષ'ની રિલીઝ ડેટ 12 જાન્યુઆરીથી બદલીને 16 જૂન કરવામાં આવી હતી. હવે જોવાનું રહ્યું કે ફિલ્મ પર કામ કરવા માટે જનતાને વધુ 6 મહિનાનો સમય માંગ્યા પછી મેકર્સ શું ફેરફાર કર્યા છે.. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ