બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Khijli plot garden dispute in Porbandar has once again turned sour

વિવાદ / પોરબંદર કલેકટરના મનાઈ હુકમને ભાજપ નેતાઓ ઘોળીને પી ગયા, ખીજળી પ્લોટમાં શૌચાલય સામે સ્થાનિકોનો આક્રોશ, છતાં પાલિકાને કેમ રસ?

Dinesh

Last Updated: 08:40 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખીજળી પ્લોટમાં શૌચાલય બનાવવા સામે કલકેટરે મનાઈ હુકમ ફરમાવ્યો હોવા છતા પણ પાલિકાએ મનાઈ હુકમનો અનાદાર કરી બાંધકામ શરૂ કરતા વિવાદ વકર્યો છે

  • પોરબંદરમાં ખીજળી પ્લોટના બગીચા વિવાદ
  • કલકેટરના મનાઈ હુકમ બાદ કામગીરી શરૂ કરાઈ
  • સ્થાનિકોએ કન્ટેમ્પ્ટની કલેકટરને લેખિત ફરિયાદ કરી


પોરબંદરમાં ખીજળી પ્લોટના બગીચા વિવાદ મામલે નગરપાલિકાના પ્રમુખ અને કલેક્ટર આમને સામને હોય તેવું બન્યું છે. આપને જણાવીએ કે, ખીજળી પ્લોટમાં શૌચાલય બનાવવા સામે કલકેટરે મનાઈ હુકમ ફરમાવ્યો હતો જે બાદ પણ પાલિકાએ મનાઈ હુકમનો અનાદાર કરી બાંધકામ શરૂ કરતા વિવાદ વધુ એકવાર વકર્યો છે. 

મનાઈ હુકમનો અનાદાર 
ખીજળી પ્લોટમાં ઝાડીઝાંખરા કાપી શૌચાલય બનાવવા પાલિકાએ તજવીજ હાથ ધરતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો હતો.જેને લઈ સ્થાનિકોએ જિલ્લા કલકેટરને લેખિત રજુઆત કરી હતી. જે બાબાતે જિલ્લા કલેકટરે સ્થાનિકોની રજુઆત ધ્યાને લઇ તાત્કાલિક અસરથી સ્થળ ખરાઈ કરાવી મનાઇ હુકમ ફરમાવ્યો હતો. આપને જણાવીએ કે, સોમવારે રજુઆત કરી હતી અને સાંજે જ 4 વાગ્યે કલેક્ટરે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. જે પછી આજે બુધવારે સવારે પાલિકાએ મનાઈ હુકમનો અનાદાર કરી બાંધકામ શરૂ કરતા વિવાદ વધુ વકર્યો છે.

શું છે સમગ્ર મામલો
જે સમગ્ર મામલે સ્થાનિકોએ કન્ટેમ્પ્ટની કલેકટરને લેખિત ફરિયાદ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના નેતા સરજુ કારિયા વધુ એક વાર વિવાદમાં ઘેરાયા છે. ખીજળી પ્લોટમાં વર્ષો જુના વૃક્ષો જડમૂળથી ઉખેડી ત્યાં શૌચાલય બનાવવા પાલિકા કામગીરી હાથ ધરી હતી. જ્યાં બગીચો બને તેમાં વિરોધ નથી પરંતું શૌચાલય બગીચા બહાર બને તેના માટે અગાઉ પણ રાજકીય ચર્ચાઓ થઈ હતી અને આશ્વાસન પણ અપાયું હતું. પરંતુ વર્તમાનમાં પાલિકા શૌચાલય બનાવી રહી છે તેને લઈ સ્થાનિકો કલેકટરને આવેદન આપી રજુઆત કરી હતી. 

પાર્ટીના બે નેતા વચ્ચે જંગ
જ્યારથી ખીજળી પ્લોટમાં બગીચો બનવાની કામગીરી શરૂ થઈ ત્યારથી શૌચાલયનો મુદ્દો ચાલી રહ્યો છે. એક જ પાર્ટીના બે નેતા વચ્ચે જંગ જામ્યો છે. પાલિકા પણ ભાજપ શાસિત છે તો વિરોધ કરનાર ભાજપ શહેર યુવા મોરચાના પ્રમુખ છે. જોવાનુંએ છે કે, શૌચાલય વિવાદમાં જીત કોની થશે એ ચર્ચાનો વિષય બની ગયો છે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ