બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / the kerala story bageshwar baba supports this film and talks about love jihad

મનોરંજન / The Kerala Story નું બાગેશ્વર ધામના બાબાએ પણ કર્યું સમર્થન, કહ્યું હવે બહેન દીકરીઓએ જાગવું જોઈએ

Manisha Jogi

Last Updated: 03:00 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ રાજનૈતિક વિવાદોથી ઘેરાઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં બાગેશ્વર ધામના પિઠાધીશ્વર આચાર્ય ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું છે કે, બહેન દીકરીઓએ જાગવું જોઈએ.

  • ‘ધ કેરલા સ્ટોરી’ રાજનૈતિક વિવાદોથી ઘેરાઈ.
  • ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આ ફિલ્મને સમર્થન આપ્યું.
  • બહેન દીકરીઓએ જાગવું જોઈએ.

ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ રાજનૈતિક વિવાદોથી ઘેરાઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં બાગેશ્વર ધામના પિઠાધીશ્વર આચાર્ય ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આ ફિલ્મને સમર્થન આપ્યું છે. તેમણે આ ફિલ્મ બાબતે ‘લવ જેહાદ’નો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, ‘બહેન દીકરીઓએ જાગવું જોઈએ. સત્ય કોઈને કોઈ સમયે સામે આવે જ છે. હાલના સમયમાં તમામ સનાતની હિંદુ સત્યની રજૂઆત કરે છે. અમારી તમને પ્રાર્થના છે કે, લવ જેહાદ મામલે બહેન દીકરીઓએ જાગૃત થવું જોઈએ.’

ભોપાલથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના લોકસભા સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે દાવો કર્યો છે કે, વિવાદિત ફિલ્મમાં જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તે જ પ્રકારની પરિસ્થિતિ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં છે. તેઓ જણાવે છે કે, ફિલ્મ જોઈ નથી, પરંતુ પીડિતોના વિડીયો જોયા છે, જેમની કહાની ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ ત્રણ વ્યક્તિઓની સત્ય ઘટના પર આધારિત છે, હજારો લોકોએ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો છે. 

બકૌલ ઠાકુર જણાવે છે કે, ‘આ માત્ર કેરલમાં જ નથી રહ્યું, ભોપાલમાં પણ થઈ રહ્યું છે. અમને આ પ્રકારના મામલાઓની જાણકારી મળતી રહે છે. મેં અગાઉ પણ મીડિયાને જણાવ્યું હતું કે, યુવતીઓને લવ જેહાદમાં ફસાવવામાં આવી રહી છે અને તેમના પર અત્યાચાર કરવામાં આવી રહી છે. એક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, જે હેઠળ હિંદુ યુવક અને યુવતીઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે અને તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આતંકવાદ માટે પ્રેરિત કરવામાં આવી રહી છે. ધર્મ પરિવર્તન કરીને તેમને દેશની વિરુદ્ધ ભડકાવવામાં આવી રહ્યા છે.’

લવ જેહાદ એક એવો શબ્દ છે, જેમાં મુસ્લિમ પુરુષ હિંદુ યુવતી સાથે લગ્ન કરીને ધર્મ પરિવર્તન કરવાની લાલચ આપવામાં આવે છે. અભિનેત્રી અદા શર્મા દ્વારા અભિનીત ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની કહાનીમાં આ પ્રકારની પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે. જેમાં યુવતીઓનું ધર્મ પરિવર્તન કરીને આતંકવાદી સંગઠન ISISમાં શામેલ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. આ ફિલ્મ બાબતે એક વિવાદ પણ સામે આવ્યો છે અને નફરત ફેલાવવામાં આવી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ