બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / The Hamas leader gave a virtual speech at a rally in Kerala

વિવાદ / કેરળમાં થયેલ રેલીમાં હમાસના નેતાએ વર્ચ્યુઅલી આપ્યું ભાષણ, બુલડોઝર હિન્દુત્વને ઉખાડી ફેંકાવાના લાગ્યા નારા

Priyakant

Last Updated: 12:37 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kerala Solidarity Program News: હમાસના નેતા ખાલેદ મશાલે શુક્રવારે મલપ્પુરમમાં એકજુટતા યુવા આંદોલન ( સોલિડેરિટી યુથ મૂવમેન્ટ) દ્વારા આયોજિત યુવા પ્રતિકાર રેલીમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેતા વિવાદ

  • ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે હવે એક મોટા સમાચાર
  • મલપ્પુરમમાં એકજુટતા યુવા આંદોલન દ્વારા યુવા પ્રતિકાર રેલી
  • હમાસના નેતા ખાલેદ મશાલે રેલીમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો

Kerala Solidarity Program : ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેરળના મલપ્પુરમમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં એક રેલીમાં હમાસના નેતા ખાલેદ મશાલના વર્ચ્યુઅલ સંબોધનથી ખળભળાટ મચી ગયો છે. આ તરફ હવે ભાજપે આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી છે. હમાસના નેતા ખાલેદ મશાલે શુક્રવારે મલપ્પુરમમાં એકજુટતા યુવા આંદોલન ( સોલિડેરિટી યુથ મૂવમેન્ટ) દ્વારા આયોજિત યુવા પ્રતિકાર રેલીમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.

એકજુટતા યુવા આંદોલન ( સોલિડેરિટી યુથ મૂવમેન્ટ)  એ જમાત-એ-ઈસ્લામીની યુવા પાંખ છે જેણે મલપ્પુરમમાં આ રેલીનું આયોજન કર્યું હતું. તેનું સૂત્ર છે "બુલડોઝર હિન્દુત્વ અને રંગભેદ યહૂદીવાદ (ઝિઓનિઝમ) ને જડમૂળથી ઉખેડી નાખો". ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રનને હમાસ નેતાની સંડોવણી પર પ્રતિક્રિયા આપી છે અને કાર્યવાહીની માંગ કરી છે.

શું કહ્યું BJP અધ્યક્ષે? 
સમગ્ર મામલે BJPના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને કહ્યું કે, કેરળના મલપ્પુરમમાં એકતા કાર્યક્રમમાં હમાસ નેતા ખાલેદ મશાલનું વર્ચ્યુઅલ એડ્રેસ ચિંતાજનક છે. પિનરાય વિજયન (કેરળના મુખ્યમંત્રી) કેરળ પોલીસ ક્યાં છે? 'સેવ પેલેસ્ટાઈન'ની આડમાં તેઓ આતંકવાદી સંગઠન હમાસ અને તેના નેતાઓને 'યોદ્ધાઓ' તરીકે મહિમા આપી રહ્યા છે..આ અસ્વીકાર્ય છે!'

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, હમાસના આતંકવાદીએ કેરળમાં ભાષણ આપ્યું હતું અને તેણે ત્યાંના હિંદુઓને ખતમ કરવાની વાત કરી હતી. તેમને જણાવી દઈએ કે ઘણા ભારત આવ્યા પરંતુ કંઈ કરી શક્યા નહીં. એ જ રીતે હમાસનો પણ નાશ થશે. ભારત પેલેસ્ટાઈનની સાથે છે. પરંતુ પ્રિયંકા ગાંધી વોટ માટે આતંકવાદી હમાસ સાથે ઉભા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ રેલીનું એક પોસ્ટર જેમાં હમાસના નેતા ખાલેદ મશેલની તસવીર

કોઝિકોડમાં પણ ગાઝાના સમર્થનમાં રેલી 
તમને જણાવી દઈએ કે, કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ના મુખ્ય સહયોગી IUMLએ પણ ગાઝામાં મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોની કથિત હત્યાની નિંદા કરતા ગુરુવારે ઉત્તર કોઝિકોડમાં એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. હજારો IUML સમર્થકોએ પેલેસ્ટાઈન સોલિડેરિટી હ્યુમન રાઈટ્સ રેલીમાં ભાગ લીધો હતો જેનું ઉદ્ઘાટન IUML નેતા પનાક્કડ સૈયદ સાદિક અલી શિહાબ થંગલ દ્વારા કરવામાં આવ્યું હતું. 

આ રેલીમાં કોંગ્રેસના નેતા શશિ થરૂરે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર થયેલા હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. આ પછી થરૂરની ઘણી ટીકા થઈ હતી. આ પછી, કેરળમાં મુસ્લિમ સમુદાયો માટે કામ કરતી સંસ્થા 'મહલ એમ્પાવરમેન્ટ મિશન' (MEM)એ શુક્રવારે અહીં 30 ઓક્ટોબરે યોજાનાર પેલેસ્ટાઈન એકતા કાર્યક્રમમાંથી શશિ થરૂરને હટાવવાનો નિર્ણય કર્યો.

ઇઝરાયલ-હમાસ યુદ્ધ 
નોંધનીય છે કે, 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હવા, પાણી અને જમીનથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સેંકડો ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા જ્યારે હમાસના લડવૈયાઓએ 200થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. ત્યારથી ગાઝા પટ્ટી પર ઈઝરાયલ દ્વારા સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. પેલેસ્ટાઇનમાં હમાસના લડવૈયાઓ પણ ચૂપ રહ્યા નથી. તેઓ હજુ પણ ત્રણ મોરચે ઈઝરાયલ પર હુમલો કરી રહ્યા છે. લેબનોન, સમુદ્રને અડીને આવેલા વિસ્તારો અને ઇજિપ્તને અડીને આવેલા દક્ષિણ ગાઝામાંથી રોકેટ અને મિસાઇલો છોડવામાં આવી રહી છે. આ હુમલા બાદ ઈઝરાયલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 7000 થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આમાંથી 3000 બાળકો છે. યુદ્ધના કારણે લાખો લોકોએ ગાઝા છોડી દીધું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ