બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The Governor sent a letter to the chancellors regarding cleanliness

નિર્દેશ / ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓને ગવર્નરનો મહત્વનો આદેશ: કુલપતિઓને લખ્યો પત્ર, જાણો વિગત

Dinesh

Last Updated: 05:48 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓને રાજ્યપાલએ પત્ર પાઠવ્યો; તમામ વિશ્વવિદ્યાલયો સાફ-સુથરા હોવા જોઈએ, વિદ્યાર્થીઓ પણ અભિયાનમાં જોડાઈ સ્વચ્છતાને આદત બનાવે

  • રાજ્યની સરકારી યુનિ.ના કુલપતિઓને પત્ર
  • યુનિ.ના કુલપતિઓને રાજ્યપાલે પાઠવ્યો પત્ર
  • યુનિ.માં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા પત્ર

રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ ગઈકાલે ગુજરાત વિદ્યાપીઠ મુલાકાત લીધા હતી અને વિધાપીઠ પરિસરમાં સફાઈ કરી હતી. તેમજ આજે તેમણે સફાઈને લઈ રાજ્યની સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓને એક પત્ર પાઠવ્યો છે, તમામ યુનિવર્સિટીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા પત્ર પાઠવ્યો છે.

સ્વચ્છતાને લઈ કુલપતિઓને રાજ્યપાલે પાઠવ્યો પત્ર
રાજ્યની સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓને રાજ્યપાલે પત્ર પાઠવ્યો છે. તમામ યુનિવર્સિટીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા પત્ર પાઠવ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પત્ર લખી તમામ યુનિવર્સિટીઓમાં સફાઈનો અનુરોધ કર્યો છે. તમામ વિશ્વવિદ્યાલયો સાફ-સુથરા હોવા જોઈએ અને વિદ્યાર્થીઓ આ સફાઈ અભિયાનમાં જોડાઈ સ્વચ્છતાને આદત બનાવે તેવું રાજ્યપાલે જણાવ્યું છે. 

રાજ્યપાલનો પત્ર 
તેમણે આ પત્રમાં લખ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત મિશન દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવીને સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃત કર્યા છે. એટલું જ નહીં, જનશક્તિને આ અભિયાન સાથે જોડી પણ છે. આપણા વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાય. આ અભિયાન માત્ર એક દિવસ પૂરતું નહીં, પરંતુ નિરંતર ચાલે તે જરૂરી છે અને તો જ વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા નિત્યકર્મ બનશે.

તમામ કુલપતિઓને અનુરોધ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કુલપતિઓને અનુરોધ કરતા લખ્યું છે કે, છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓના આવાસ-રૂમોનું પણ સમયાંતરે નિરીક્ષણ થતું રહેવું જોઈએ. એટલું જ નહીં, છાત્રાલય અને શૈક્ષણિક સંકુલોના શૌચાલયની પણ નિયમિત સફાઈ થતી રહે તે પણ સુનિશ્ચિત કરવું પડે. સમગ્ર પરિસરની દીવાલો સ્વચ્છ રહે તે માટે પણ વિશેષ કાળજી જરૂરી છે. તેમણે તમામ કુલપતિઓને અનુરોધ કર્યો છે કે, તેઓ પોતાની યુનિવર્સિટીઓમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરે અને નિશ્ચિત કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરીને તેની જાણકારી રાજભવનને પણ આપે, જેથી સ્વચ્છતા અભિયાનને હજુ વધુ અસરકારક બનાવી શકાય.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ