બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The government took a big decision regarding India's 100 medal pakkas, knowledge assistants in the Asian Games

2 મિનિટ 12 ખબર / એશિયન ગેમ્સમાં ભારતના 100 મેડલ પાક્કા, જ્ઞાન સહાયકોને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, જુઓ રાજકારણથી લઈને સ્પોર્ટ્સ-મનોરંજનના તમામ સમાચાર

Vishal Khamar

Last Updated: 07:21 AM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news: રાજ્ય સરકાર દ્વારા ભારે વિરોધ વચ્ચે જ્ઞાન સહાયક યોજનાની આગળની કાર્યવાહી હાથ ધરી છે. એશિયન ગેમ્સમાં ભારત પોતાનો 72 વર્ષ જૂનો ઈતિહાસ બદલવા જઈ રહ્યું છે. આ વખતની એશિયન ગેમ્સમાં ભારતે 13મા દિવસ સુધી 95 મેડલ જીત્યા છે.

Even amid protests, the Gujarat government is determined to implement the Gnanasahayak Yojana

જ્ઞાન સહાયક યોજનાનાં વિરોધ વચ્ચે યોજનાની અમલવારી માટે સરકાર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જ્ઞાન સહાયક તરીકે શિક્ષકો આગામી સપ્તાહે જીલ્લા પસંદગી કરી શકશે. તેમજ નવરાત્રીમાં ઓર્ડર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાન સહાયક યોજનામાં 14 હજાર જગ્યાઓ સામે 30 હજાર અરજીઓ મળી છે. જેમાં પ્રાથમિક શિક્ષક તરીકે 8 હજાર જગ્યાઓ સામે 24 હજાર અરજી મળી છે. જ્યારે માધ્યમિક શિક્ષકની 6 હજારની જગ્યા સામે 19 હજાર અરજી મળી છે. 

દેશમાં લોકસભાની ચૂંટણીનો રણકાર ધીમે ધીમે સંભળાઈ રહ્યો છે. જેને લઇને રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની રહી છે. જીતના દાવા સાથે તમામ પાર્ટીના કાર્યકરો આગેવાની મહેનતમાં લાગી ગયા છે. આવી સ્થિતિ વચ્ચે રાજકોટની મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મોટું નિવેદન આપ્યું હતું અને તેમણે લોકસભાની ચૂંટણીમાં વધુ એક વખત ભાજપનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

શહેરી વિકાસ વિભાગનાં પ્રિન્સિપાલ સેક્રેટરીએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. અશ્વિની સુમારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા એએમસીને નિર્દેશ આપવામાં આવ્યા છે. જેમાં જાહેર માર્ગો પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂકવા નિર્દેશ. તેમજ રખડતા પશુને પકડીને ગૌશાળા-પાંજરાપોળમાં મૂકવા નિર્દેશ.  પશુને લાવવા-લઈ જવા પૂરતા માણસો અને વાહનોની વ્યવસ્થા કરવા નિર્દેશ. અને કોર્પોરેશનનાં 2 અધિકારીઓની રખડતા પશુ મુદ્દે સંપૂર્ણ જવાબદારી રહેશે. અત્યાર સુધીમાં 1.40 લાખથી વધુ રખડતા પશુને પકડવામાં આવ્યા છે. 

Entry of non-Hindus banned in Vadodara, Tilak mandatory

વડોદરાનાં ડભોઈમાં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા અનોખો નિર્ણય કર્યો  છે. જેમાં દરેક ખેલૈયાઓએ કપાળ પર તિલક કરવાનો નિર્ણય ક્લબ દ્વારા લેવામાં આવ્યો છે. ખેલૈયાઓ તિલક નહી કરે તો એન્ટ્રી પણ નહી આપવાનો નિર્ણય કર્યો છો. ત્યારે લવ જેહાદ અને હિન્દુ યુવતીઓની થતી છેડતીને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે ધારાસભ્ય શૈલેષ મહેતા ગરબાનું આયોજન કરે છે. ત્યારે આ વર્ષે પણ તેમનાં દ્વારા નિર્ણય લેવાયો છે કે બિન હિન્દુને ગરબામાં નહી મળી શકે એન્ટ્રી. 

ahmedabad to mumbai bullet train project, tunnel is ready in valsad

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું ઝરોલી ગામ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ સમગ્ર ગુજરાતમાં નવી ઓળખ બની ગયું છે. કારણ કે અહીંના એક પર્વતમાંથી બુલેટ ટ્રેન આરપાર પસાર થવાની છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમીટેડ દ્વારા હાથ ધરાયેલા બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ અહીં 350 મીટર લાંબી પર્વતીય ટનલનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની આ એકમાત્ર ટનલ છે.  જેને આજે બ્રેક થ્રુ કરી ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે દોડનારી ટ્રેનના રૂટનો બંને તરફનો રસ્તો ખોલી નાખ્યો છે. 

A big revelation has been made in the matter of Love Jihad in Pandesara Surat

સુરતના પાંડેસરામાં લવજેહાદ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરીને ફસાવવાનું આખું એક ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. એક પીડિતાની ફરિયાદ બાદ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો છે.સુરતના પાંડેસરા ખાતેની લવજેહાદની આ ઘટનામાં હચમચાવી નાખે તેવા ખુલાસા થયા છે. જેમાં હિંદુ યુવતીઓને ફસાવવાના રૂપિયા મળતા હોવાની કબૂલાત આપતા પોલીસ અધિકારીઓના પગ તળેથી જમીન સરકી ગઇ છે.

Another revelation on Ambaji Prasad's ghee adulteration issue

અંબાજીમાં ઘીમાં ભેળસેળ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ બાદ આ મામલે વધુ એક ચકચારી ખુલાસો થયો છે. જેમાં મુખ્ય આરોપી નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે ઘીનો જથ્થો અમદાવાદથી દુષ્યંત સોની નામના પાસેથી ખરીદ્યો હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારબાદ ઘીમાં ભેળસેળનું સામે આવતા હાલ રાજ્યભરમાં આ મુદ્દો ગાજી રહ્યો છે. ત્યારે દુષ્યંત સોની ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરી રહી છે. પોલીસની આ તપાસમાં ભેળસેળના કેસમાં અન્ય વેપારીની પણ સંડોવણી ખુલે તો નવાઈ નહિ.

Security agencies on alert after PM Modi's death threat: Ahmedabad stadium threatened to blow up

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈમેલ મોકલનાર વ્યક્તિએ 500 કરોડ રૂપિયા અને જેલમાં બંધ ડોન લોરેન્સ બિશ્નોઈની મુક્તિની માંગણી કરી છે. NIAએ PM ની સુરક્ષાને લઈ અન્ય રાજ્યોની પોલીસ સાથે માહિતી શેર કરી છે.

The Election Commission Sharad Pawar and Ajit Pawar, who are claiming the name and election symbol of the Nationalist...

અસલી એનસીપી કોણ છે તે અંગેની લડાઈ તેજ થઈ ગઈ છે. શું શરદ પવાર એનસીપીના વડા છે કે પાર્ટી તેમના ભત્રીજા અજિત પવારની છે ? આ અંગે ચૂંટણી પંચમાં કેટલાક કલાકો સુધી સુનાવણી ચાલી હતી. ચૂંટણી પંચે શુક્રવારે શરદ પવાર અને અજિત પવારની આગેવાની હેઠળના બંને જૂથોના મંતવ્યો માંગ્યા હતા, જેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નામ અને ચૂંટણી પ્રતીકનો દાવો કરી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા બંને પક્ષોની સુનાવણી દરમિયાન એનસીપીના સ્થાપક શરદ પવાર હાજર રહ્યા હતા. આયોગે 9 ઓક્ટોબરે આગળની કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો.

 No hope of waking up lander and rover now, says space scientist, signalling possible end of Chandrayaan-3

14 દિવસનો સૂર્યોદય પછી પણ ચંદ્ર પર પડેલા ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવર ફરી એક્ટિવ થયા નથી. હાલમાં ચંદ્ર પર 14 દિવસની રાત ચાલી રહી છે. હવે ચંદ્રયાન-3ને લઈને જે ડર હતો તે સાચો પડતો દેખાઈ રહ્યો છે. દેશના એક મોટા વૈજ્ઞાનિકને હવે એવી ચિંતા સતાવવા લાગી છે કે લેન્ડર અને રોવર ફરી વાર સક્રિય ન પણ થાય. તેમની આ શંકા બાદ ચંદ્રયાન-3ના સંભવિત અંતની ચર્ચા વહેતી થઈ છે. 

200 crores wedding, 35 crores party...Ranbir Kapoor, Shraddha Kapoor, Kapil Sharma etc. will be questioned

'મહાદેવ બેટિંગ એપ' સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં ઘણા વધુ મોટા ખુલાસા થયા છે. મામલો હવે માત્ર દુબઈમાં ફેબ્રુઆરી 2023માં મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના રૂ. 200 કરોડના લગ્ન પૂરતો સીમિત નથી રહ્યો, તપાસ દરમિયાન EDને અન્ય ઘણી મોટી ઘટનાઓ અને તેમના વીડિયો ફૂટેજ મળી આવ્યા છે. જેમાં ગયા વર્ષે એટલે કે સપ્ટેમ્બર 2022માં દુબઈની ફેરમોન્ટ હોટેલમાં આયોજિત સક્સેસ પાર્ટીનો પણ સમાવેશ થાય છે.  મહાદેવ એપની મોટી કમાણી ઉજવવા માટે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં 35 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ પાર્ટીમાં બોલિવૂડના અન્ય સ્ટાર્સે હાજરી આપી હતી. આગામી દિવસોમાં ED 30 થી વધુ હસ્તીઓની પૂછપરછ કરી શકે છે, જેમાં ઘણા મોટા નામ સામેલ છે.

India in Asian Games 2023: India is going to change 72 years old history in Asian Games. India has won 95 medals so far and...

ભારત વિવિધ રમતગમત ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે. આ એ વાતનો પુરાવો છે કે એશિયન ગેમ્સમાં ભારત પોતાનો 72 વર્ષ જૂનો ઈતિહાસ બદલવા જઈ રહ્યું છે. આ વર્ષની એશિયન ગેમ્સમાં ભારતના 100 મેડલની પુષ્ટિ થઈ ગઈ છે અને છેલ્લા કેટલાક દાયકાઓમાં આવું બન્યું ન હતું. આ વખતની એશિયન ગેમ્સમાં ભારતે 13મા દિવસ સુધી 95 મેડલ જીત્યા છે અને અલગ-અલગ ઈવેન્ટ્સમાં ભારતના ઓછામાં ઓછા 9 વધારાના મેડલ પણ નિશ્ચિત થઈ ગયા છે. મતલબ કે ભારત આ વખતે 100થી વધુ મેડલ જીતવા જઈ રહ્યું છે, જે એક નવો રેકોર્ડ હશે. ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં સતત 13મા દિવસે પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યું છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 95 મેડલ જીત્યા છે જેમાં 22 ગોલ્ડ, 34 સિલ્વર અને 39 બ્રોન્ઝ મેડલ સામેલ છે. શુક્રવારે ભારતની પુરુષ હોકી ટીમે જાપાન સામે શાનદાર જીત નોંધાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીત સાથે ભારતીય પુરુષ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ