બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The government in the HC said Chamunda Mandir is the landing point of the rope-way in the government reser

સુનાવણી / HCમાં સરકારે કહ્યું ચામુંડા મંદિર રોપ-વેનો લેન્ડિંગ પોઈન્ટ ગવર્મેન્ટ રિઝર્વ ફોરેસ્ટમાં, ટ્રસ્ટે ટેન્ડરિંગ પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ, ચુકાદો અનામત

Vishal Khamar

Last Updated: 11:19 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોટીલામાં ચામુંડા મંદિર રોપ-વે મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટે બંને પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.

  • ચોટીલામાં ચામુંડા મંદિર રોપ-વે મામલે હાઈકોર્ટમાં સુનાવણી
  • હાઈકોર્ટે મંદિર ટ્રસ્ટ, સરકાર અને પ્રમોટર્સની દલીલો સાંભળી
  • સરકાર વતી એડવોકેટ જનરલે કોર્ટમાં કરી દલીલો

ચોટીલામાં ચામુંડા મંદિર રોપ-વે મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટમાં મંદિર ટ્રસ્ટ, સરકાર અને પ્રમોટર્સની દલીલો કરી હતી. સરકાર વતી એડવોકેટ જનરલે કોર્ટમાં કરી દલીલો કરી હતી. ત્યારે એડવોકેટ જનરલે દલીલ કરતા કહ્યું હતું કે, રોપ-વે માટે ટ્રસ્ટની જમીનનો ઉપયોગ નહીં કરાય. તેમજ રોપ-વેનો લેન્ડિંગ પોઈન્ટ ગવર્મેન્ટ રિઝર્વ ફોરેસ્ટમાં છે. રોપ-વેના ઉપયોગ માટે રૂપિયા 1૦૦ અને 130 નો ચાર્જ નક્કી કરાયો છે.  ત્યારે બીજી તરફ મંદિર ટ્રસ્ટે ટેન્ડરિંગ પ્રક્રિયા અને ટેકનોલોજી સામે સામે સવાલો ઉઠાવ્યા હતા. જેમાં એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયર સિવાય કોઈ પાસે રોપ-વેનો અનુભવ નથી. બિનઅનુભવી લોકોને રોપ-વે નો કોન્ટ્રાક્ટ અપાયો છે. ત્યારે હાઈકોર્ટે તમામ પક્ષકારોની દલીલ સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો.

પદયાત્રીઓને અગવડતા ન રહે તેનું સેવાભાવી ધ્યાન રાખી રહ્યા છે
હાલમાં સુરેન્દ્રનગરના માર્ગો પર પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો ખોલીને પ્રાણ પાથરતા ઝાલાવાડ વાસીઓ. ચોટીલા માં ચામુંડા માતાજીના દર્શને હજારો પદ યાત્રીઓ જઈ રહ્યા છે. ગુજરાત ભર માંથી ચોટીલા જવા નીકળેલા પદ યાત્રીઓ માટે  સેવા કેમ્પોમાં નાસ્તા પાણી ભોજન સહીત મેડિકલ સુવિધા સહીત કેમ્પો યાત્રાળુઓથી ધમધમી ઉઠ્યા. ચોટીલા ડુંગરે માતા ચામુંડા ના બેસણા પદયાત્રીકોની સેવામા અનેક લોકોએ જોડાયા. પદયાત્રીઓ ને કોઈ પણ પ્રકારની અગવડતા ન રહે તેનું સેવાભાવીઓ ધ્યાન રાખી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ