બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The government gave medical insurance worth 10 lakhs to the poor: Know how to take advantage of this assistance of Ayushman India?

મહામંથન / સરકારે ગરીબને આપ્યો 10 લાખનો મેડિકલ વીમો: જાણો આયુષ્માન ભારતની આ સહાયનો કઈ રીતે લઈ શકાય લાભ?

Vishal Khamar

Last Updated: 09:46 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર દ્વારા લોકોને આરોગ્યની સારી સુવિધા મળે તે માટે આયુષ્યમાન યોજનાં શરૂ કરી હતી. ત્યારે સરકાર દ્વારા આયુષ્યમાન યોજનાની સમય મર્યાદા વધારીને 10 લાખ કરવામાં આવી છે. જેથી મધ્યમ વર્ગનાં લોકોને યોજનાનો લાભ મળી શકે.

 દેશના જરૂરિયાતમંદ છેવાડાના વ્યક્તિ સુધી સારી આરોગ્ય સુવિધા પહોંચે તે હેતુથી 2018માં કેન્દ્ર સરકારે આયુષ્માન યોજના શરૂ કરી હતી જે હવે લાભાર્થીઓના વટવૃક્ષ સમાન બનતી જાય છે. આ યશકલગીમાં વધુ એક છોગુ ગુજરાત સરકારે ઉમેર્યુ છે. હવે ગુજરાતમાં આયુષ્માન યોજનાની સહાય મર્યાદા 5 લાખથી વધીને 10 લાખ કરવામાં આવી છે. રાજ્ય સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા પોતાના ચૂંટણી વાયદા તરીકે પણ આ યોજનાની સહાય મર્યાદા વધારવાની વાત કરી હતી જેની હવે અમલવારી થઈ ચુકી છે.
ટેકનોલોજીના જમાનામાં આજના વ્યક્તિ માહિતીની દ્રષ્ટિએ થોડો મજબૂત થયો છે એટલે આયુષ્માન યોજના અંગે સરેરાશ લાભાર્થી સામાન્ય માહિતી તો ધરાવતો હોય, પરંતુ જયારે સરકારી યોજનાનો લાભ મેળવવો હોય તો તેના માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આયુષ્માન યોજના અંતર્ગત રાજ્યમાં કેટલી હોસ્પિટલ સામેલ થયેલી છે.. જેટલી હોસ્પિટલ સામેલ છે તેની માહિતી લાભાર્થી પાસે છે કે નહીં.. દર્દી જે બીમારીથી પીડાય છે તે બીમારીનો સમાવેશ આયુષ્માન યોજના અંતર્ગત છે કે કેમ.. ઘણી વાર એવા કિસ્સા સામે આવ્યા કે જેમાં હોસ્પિટલના ડેસ્ક તરફથી પણ દર્દીઓને જરૂરી માહિતી પહોંચાડવામાં ન આવી હોય અને સરવાળે દર્દી પરેશાન થયો હોય. આવા ઘણા પ્રશ્નો મારા તમારા કે જનસામાન્યના હોવાના જ છે ત્યારે યોજનાની વધેલી સહાય મર્યાદાનો લાભ કઈ રીતે મેળવવો અને સર્વમાન્ય પ્રશ્નોના જવાબ શું હોય શકે?

  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સહાય વધારવામાં આવી
  • ગુજરાત સરકાર PMJAY અંતર્ગત 10 લાખની સહાય આપશે
  • સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા જાહેરાત કરી હતી

 

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સહાય વધારવામાં આવી છે.  ગુજરાત સરકાર PMJAY  અંતર્ગત 10 લાખની સહાય આપશે. સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા જાહેરાત કરી હતી. સૈદ્ધાંતિક જાહેરાતની અમલવારીની શરૂઆત પણ થઈ ગઈ છે.  ત્યારે સરકારનાં સંકલ્પ પત્રમાં PMJAY  ની સહાય વધારવાનો મુદ્દો હતો. આયુષ્યમાન ભારત યોજનાંમાં 5 લાખ કેન્દ્ર સરકાર તરફથી મળશે. જ્યારે અન્ય 5 લાખ રાજ્ય સરકાર ઉમેરશે.  

ગુજરાતના કેટલા લોકોને મળશે લાભ?
 
1 કરોડ 79 લાખ
 
PMJAYમાં રાજ્યની કેટલી સરકારી હોસ્પિટલ?
 
2 હજાર
 
PMJAYમાં રાજ્યની કેટલી ખાનગી હોસ્પિટલ?
 
795
 
PMJAY અંતર્ગત સ્વીકૃત દાવાની સંખ્યા
 
ગુજરાતનું કેટલામું સ્થાન?
 
2
 
કેટલી રકમના દાવાનું સમાધાન?
 
10 હજાર 221 કરોડના 53.99 લાખ દાવાનું સમાધાન

હોસ્પિટલનું લીસ્ટ કેવી રીતે ચેક કરશો?

  • આયુષમાન ભારતની સત્તાવાર વેબસાઈટ pmjay.gov.in ઉપર જાઓ
  • હોમ પેજ ઉપર જમણી બાજુએ હોસ્પિટલ શોધોનો ઓપ્શન મળશે
  • સર્ચ હોસ્પિટલ ઉપર ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે
  • નવા પેજમાં રાજ્ય અને શહેર નાંખીને સર્ચ બટન ક્લિક કરવું
  • ક્યા રોગની સારવાર માટે હોસ્પિટલ શોધવી તે માટે સ્પેશિયાલીટીનો વિકલ્પ મળશે
  • વિકલ્પ પસંદ કર્યા બાદ સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે
  • તમે પસંદ કરેલા વિકલ્પની માહિતી જાહેર થશે અને હોસ્પિટલનું લીસ્ટ જોવા મળશે

આયુષમાન યોજના માટે હેલ્પલાઈન નંબર
18002331022

આયુષ્માન યોજનામાં કેટલી બીમારીનો સમાવેશ?

  • બર્ન્સ મેનેજમેન્ટ
  • કાર્ડિયોલોજી
  • કાર્ડિયોથોરાસીસ અને વાસ્ક્યુલર સર્જરી
  • ઈમરજન્સી રૂમ પેકેજ
  • જનરલ મેડિસીન
  • જનરલ સર્જરી
  • ઈન્ટરવેન્શનલ ન્યુરોલોજી
  • મેડિકલ ઓન્કોલોજી
  • નવજાત બાળકને લગતી બીમારી
  • ન્યુરો સર્જરી
  • પ્રસૂતિ, સ્ત્રીરોગ, મેદસ્વીતા
  • આંખ સાથે જોડાયેલી બીમારી
  • મોં, જડબા, ચહેરાને લગતી બીમારી
  • ઓર્થોપેડિક્સ
  • કાન, નાક, ગળા સંબંધી સમસ્યા
  • પીડિયાટ્રીક મેડિકલ મેનેજમેન્ટ
  • પીડિયાટ્રીક સર્જરી
  • પ્લાસ્ટીક સર્જરી
  • પોલીટ્રોમા
  • રેડિએશન ઓન્કોલોજી
  • સર્જિકલ ઓન્કોલોજી
  • યુરોલોજી
  • સ્પેશિયાલીટીમાં સામેલ ન હોય તેવો રોગ

કઈ શસ્ત્રક્રિયા આયુષ્માન યોજનામાં સામેલ?

  • બાયપાસ સર્જરી
  • વાલ્વ રિપ્લેસમેન્ટ
  • આર્થ્રોસ્કોપી સર્જરી
  • સર્વાઈકલ સર્જરી
  • ઘૂંટણી સર્જરી
  • હાર્ટ સ્ટેન્ટ
  • ગર્ભાશયને દૂર કરવું
  • હિપ રિપ્લેસમેન્ટ
  • ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ