બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The girl took lakhs of rupees from a trader in Ahmedabad

હની ટ્રેપ / વેપારીને મહિલા ગ્રાહકનો ફોન નંબર લેવો ભારે પડ્યો, અંજલીએ દુકાને આવીને કહ્યું હું પ્રેગ્નન્ટ છું અને પછી...

ParthB

Last Updated: 06:11 PM, 28 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરોડામાં જ્વેલર્સની દુકાન પર દાગીના ગીરવે મૂક્વા આવેલી યુવતી દ્વારા વેપારી સાથે મિત્રતા કરી હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

  • રૂપિયાની લેવડ-દેવડમાં વેપારી અને યુવતી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
  • અજાણ્યા શખ્શોએ વેપારીને ફોટા અને વીડિયો મોકલીને ખંડણી માગી
  • લગ્ન નહીં કરો તો હું આત્મહત્યા કરી લઈશ તેમ કહી યુવતીએ લાખો રૂપિયા પડાવ્યા

યુવતીએ વેપારીને પોતે શિક્ષિકા છે તેમ કરી મિત્રતા કરી ટુકડે ટુકડે 9.55  લાખ રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં યુવતી અને અન્ય શખ્સોએ વેપારીને હોટલના ફોટા અને વી‌ડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી રૂપિયાની ખંડણી માગી હતી, જેથી ગભરાઇ ગયેલા વેપારીએ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

રૂપિયાની લેવડ-દેવડમાં વેપારી અને યુવતી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના નરોડા રોડ પર આવેલી એક જ્વેલર્સની દુકાનમાં અંજલી ત્રિવેદી નામની મહિલાએ પોતે શિક્ષિકા હોવાની ઓળખ આપી હતી. અંજલીને પૈસાની જરૂર હોવાથી તેણે કાનમાં પહેરવાની કડીઓ ગીરવે મૂકી હતી. એક મ‌િહના બાદ ફરી અંજલી ફરી વેપારીની દુકાને આવીને કહ્યું મારે પૈસાની જરૂર છે તો તમે મને બીજા સાત હજાર રૂપિયા આપો, જે હું તમને થોડા દિવસમાં મારો પગાર થશે એટલે તરત આપી દઈશ. ત્યાર બાદ વેપારીએ અંજલીનો મોબાઈલ નંબર લઇ લીધો હતો. વાતચીત દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઇ હતી. ત્યાર બાદ અંજલી વેપારીની દુકાને અવારનવાર આવતી હતી. આમ બંને વચ્ચેની રૂપિયાની લેવડ-દેવડમાં વેપારી અને યુવતી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

અજાણ્યા શખ્શોએ વેપારીને ફોટા અને વીડિયો મોકલીને ખંડણી માગી

થોડા દિવસ પછી વેપારી પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે વેપારીને કહ્યું કે તમે અને અંજલી હોટલમાં રોકાયાં હતાં.ફોન કરનારે  ફોટા વોટ્સએપમાં વેપારીને મોકલ્યા હતા અને મેસેજમાં કહ્યું કે છ લાખ રૂપિયા હું કહું ત્યાં નહીં આપો તો આ ફોટા તમારી પત્નીને મોકલીશ અને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દઇશ. જેથી વેપારીએ ગભરાઈ જઈ રૂપિયા આપી દીધા હતા

લગ્ન નહીં કરો તો હું આત્મહત્યા કરી લઈશ

વેપારીએ અંજલીને થોડા થોડા સમયે 6.61 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. થોડા દિવસ પછી ફરી તે દુકાને આવીને 1.20 લાખ ઉછીના લઇ ગઈ હતી. એક દિવસ અંજલીએ વેપારીની દુકાને આવીને હું પ્રેગ્નન્ટ છું તેમ કહીને 50 હજાર રૂપિયા માગ્યા હતા. અંજલીએ પૈસા માગતાં વેપારીએ રૂપિયા આપી દીધા હતા. આ દરમિયાન અંજલીએ વિજયભાઈને કહ્યું કે તમે મારી સાથે લગ્ન નહીં કરો તો હું આત્મહત્યા કરી લઈશ અને તમને ખોટા કેસમાં ફસાવી દઈશ. જો કે, વેપારીએ  આ વખતે સમગ્ર હકીકત તેમની પત્નીને કર્યા બાદ આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે અંજલી તેમજ અન્ય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ