બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Gandhinagar Education Board has increased the examination fee for class 10-12 by 10 percent

BIG NEWS / મહત્વનો નિર્ણય: ધો. 10-12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો, એકસાથે લાખો વિધાર્થીઓને થશે અસર

Malay

Last Updated: 09:41 AM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Education News: ગાંધીનગર શિક્ષણ બોર્ડે ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો કરતા લાખો વિદ્યાર્થીઓ પર બોઝો વધશે, ફી વધારો થતા શિક્ષણ બોર્ડમાં કરોડોની કમાણી થશે.

  • ધોરણ 10 અને 12ની પરીક્ષા ફીમાં વધારો 
  • પરીક્ષા ફીમાં 10%નો વધારો કરાયો
  • ધોરણ 10ની ફી રૂ.355થી વધારી રૂ.399 કરાઈ

Gujarat Education News:  ગાંધીનગર શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા ફીમાં વધારો કર્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. પરીક્ષા ફીમાં વધારો થવાથી લાખો વિધાર્થીઓને અસર થશે. ધોરણ 10-12 સાયન્સ અને કોમર્સની પરીક્ષા ફીમાં કેટેગરી વાઈઝ વધારો કરવામાં આવ્યો છે. 

પરીક્ષામાં ફીમાં કેટલો કરાયો વધારો?
શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલા ફીમાં વધારા વિશે વિગતવાર વાત કરીએ તો ધોરણ 10ની ફી 355 રૂપિયાથી વધારીને 399 રૂપિયા કરવામાં આવી છે. ધોરણ 10માં કુલ 13 કેટેગરી આવેલી છે. કેટેગરી વાઈઝ લઘુત્તમ રૂ.15થી 40 સુધીનો વધારો કરાયો છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં નિયમિત ફી રૂ.655થી વધારી રૂ.665 કરાઈ છે. તો ધોરણ 12 કોમર્સમાં નિયમિત ફી રૂ.490થી વધારીને રૂ.540 કરાઈ છે. 

11થી 26 માર્ચ સુધી લેવાશે બોર્ડની પરીક્ષા
આપને જણાવી દઈએ કે, ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે. 

પરીક્ષાની તારીખો થઈ ચૂકી છે જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડાન સચિવ એન.જી વ્યાસ દ્વારા જાહેર કરવામાં આવેલ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે. ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ- 2024ની પરીક્ષા તારીખ 11/03/2024થી તારીખ 26/03/2023 દરમિયાન લેવામાં આવશે. 

જુઓ સમગ્ર કાર્યક્રમ..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ