બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The farmer became worried as the rains continued for the last one month

ખેડૂત ચિંતીત / વરસાદ રિસાયો..! ખેડૂતોનો પાક મુરઝાયો: સિંચાઇના પાણી માટે વલખાં મારતો ગુજરાતનો તાત, એક એક શબ્દ હ્રદય ચિરતો

Vishal Khamar

Last Updated: 08:04 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અગાઉ સારા એવા પ્રમાણમાં વરસાદ પડતા ખેડૂતોએ પાકનું વાવેતર શરૂ કર્યું હતું. સાણંદની આજુબાજુનાં 13 ગામોનાં ખેડૂતો દ્વારા ખેતરમાં ડાંગરનાં પાકનું વાવેતર કર્યું છે. પરંતું છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા તેમજ સિંચાઈ માટે પાણી ન મળતા જગતનો તાત એવો ખેડૂત ચિંતાતુર બન્યો છે.

  • વરસાદ ખેંચાતા ખેતરોમાં પાક મુરઝાયો
  • સાણંદના ગામોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો
  • વરસાદ ખેંચાતા ડાંગર સહિતનાં પાકોમાં ભારે નુકશાનની શક્યતા

 ગુજરાતમાં ખેડૂતો ચોમાસા આધારિત ખેતી કરતા હોય છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો હતો. જેનાં કારણે ખેડૂતોએ મોટાભાગનાં પાકોનું વાવેતર કર્યું હતું. પરંતું છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા જગતનાં તાતની ચિંતામાં વધારો થયો છે. વરસાદ ખેંચાતા ખેતરમાં વાવેતર કરેલ પાકને મોટાપાયે નુકશાન થવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા છે. હાલ ખેતરમાં જ્યાં જુઓ ત્યાં પાણી ઝંખતા ડાંગરનાં રોપા જોવા મળી રહ્યા છે. 

સાણંદનાં 13 ગામનાં ખેડૂતો ચિંતામાં મૂકાયા
તાજેતરમાં પડેલ સારા એવા વરસાદને લીધે ખેડૂતોએ ખેતરમાં પાકનું વાવેતર શરૂ કર્યું હતું.  પાકનું વાવેતર કરે એક મહિનાં જેટલો લાંબો સમય વીતી જવા છતાં વરસાદ ન થતા ખેડૂતોનો જીવ પડીકે બંધાયો છે.  વરસાદ ખેંચાતા સાણંદનાં ચરલ, ઝોલાપુર, શિયાવાડા, મખીયાવ, બકરાણા સહિતનાં 13 ગામનાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.  વરસાદ ખેચાતા ગામનાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવે ખેતરમાં ઉભા પાકને સિંચાઈનું પાણી ન મળતા ધરતીનાં તાત ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

એક વીઘામાં 15 થી 20 હજાર ખર્ચ એળે જાય તેવી સ્થિતિઃ ખેડૂતો
આ બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર ઉધોગોને 24 કલાક લાઈટ-પાણી આપે છે તો ખેડૂતોને કેમ નહી.   ખેડૂતને જે લાઈટ મળે છે તે પણ પૂરતી મળતી નથી. 8 કલાકની વીજળીમાં ચાર થી પાંચ કલાક લાઈટ હોય છે. સમયરસ લાઈટ ન આવવાનાં કારણે પૂરતું પીયત થતું નથી. એક વીઘામાં 15 થી 20 હજાર ખર્ચ એળે જાય તેવી સ્થિતિ થઈ છે. વિદ્યુત બોર્ડ અને કેનાલમાં રજૂઆત પણ કરી છતાં પાણી આવ્યું નથી. ખેતરમાં જ્યાં જુઓ ત્યાં પાણી ઝંખતા ડાંગરનાં રોપા જોવા મળી રહ્યા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ