બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / The Election Commission sent a notice to the Chief Secretary and Police Chief of Gujarat

BIG NEWS / ચૂંટણી પહેલા જ ગુજરાતમાં ધડાધડ બદલીઓનો ગંજીફો: ECએ નોટિસ પાઠવી માંગ્યો રિપોર્ટ, જાણો કેમ

Dinesh

Last Updated: 06:13 PM, 22 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકાર અને ગૃહવિભાગે અધિકારીઓની કરેલી બદલીઓ અને પોસ્ટિંગનો રિપોર્ટ ન આપતા ચૂંટણી પંચે નોટિસ પાઠવી

  • ચૂંટણી પંચે મુખ્ય સચિવ અને DGPને નોટિસ પાઠવી
  • અધિકારીઓનો બદલી રિપોર્ટ ન આપતા નોટિસ પાઠવી
  • ચૂંટણી પંચે તાત્કાલિક રિપોર્ટ જમા કરવા નોટિસ પાઠવી


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતતમાં રાજકીય પક્ષો જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી જાહેરાત થઈ નથી પરંતું ચૂંટણી પંચ ગમે ત્યારે જાહેરાત કરી શકે છે. આ વખતે ગુજરાતમાં ત્રણ પક્ષો મજબૂતાઈથી મતદારોને રિઝવવામાં કમર કસી રહ્યા છે. વળી દિલ્હીથી મીડિયા રિપોર્ટ દાવો પણ કરી રહ્યો છે કે, ડિસેમ્બરના અંત સુધી ગુજરાતમાં પ્રથમ તબક્કાનો મતદાન થશે. ચૂંટણી પંચ પણ ગુજરાતના દોર કરી ચુકી છે જેમાં ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથેની બેઠકોનો કામ પણ મોટા ભાગે પતાવી દીધો છે તેમજ ગુજરાતની ચૂંટણી બાબતે પણ તૈયારી અને મતદાન મથકો પર સુવિધા અંગે માહિતી પણ આપી હતી. ચૂંટણી અનુલક્ષી ગુજરાતમાં અધિકારીઓની બદલીનો ધમધમાટ શરૂ છે ત્યાંજ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના પોલીસ વડા અને સરકારના અગ્ર સચિવ ફેરબદલી અને અધિકારીઓની પોસ્ટીંગ અંગેના રિપોર્ટ બાબતે નોટીસ ફટકારી છે

મુખ્ય સચિવ અને ડીજીપીને નોટિસ
ગુજરાતમાં ચૂંટણી જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. ત્યારે ગુજરાતમાં ગૃહ, મહેસૂલ સહિતના વિભાગોમાં બદલીઓનો ધમધમાટ પણ શરૂ છે જેના રિપોર્ટ બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના મુખ્ય સચિવ અને પોલીસ વડાને નોટીસ ફટકારી છે.  નોટીસમાં અવું લખવામાં આવેલું છે કે, ચૂંટણી પંચનાના નિર્ધારિત શરતો અને નિયમો હેઠળ અધિકારીઓની બદલી-પોસ્ટિંગ સંબંધિત રિપોર્ટ ફાઇલ ન મોકવાના કારણે, ચૂંટણી પંચે નોટિસ મોકલી છે અને જે બાબતે તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે. માહિતી અનુસાર અધિકારીઓને સ્થિતિ સ્પષ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે કે જે બાબતે નિર્દેશો જારી કરવા છતાં નિર્ધારિત સમય મર્યાદા પૂરી થવા છતાં પાલન ન કરાતા રિપોર્ટ સબમિટ ન કરવામાં આવ્યો છે.

ચૂંટણી અનુલક્ષી બદલીનો દોર
ગુજરાતમાં ચૂંટણી અનુલક્ષી સરકારના વિવિધ વિભાગોમાં બદલીઓનો ધમધમાટ છે. જેમાં 26 જેટલા મામલતદારની બદલીઓ કરવામાં આવી હતી. તો તાજેતરમાં 76 જેટલા ડીવાયએસપીની બદલીના ગૃહ વિભાગે આદેશ આપ્યા છે.  સાથો સાથે કલેક્ટર સહિતના અધિકારીની બદલીના આધેશો કરવામાં આવ્યા હતા. 42 ડે.કલેક્ટરની બદલી આ સિવાય ગુજરાતમાં ચૂંટણી અગાઉ 23 IAS અધિકારીઓની પણ તાજેતરમાં જ બદલી કરવામાં આવી હતી.

ચૂંટણી પંચે પંચનો બદલી નિયમ 
ચૂંટણી પંચે બંને રાજ્ય સરકારોને પોતાના જિલ્લામાં પોસ્ટીંગ આપેલા અધિકારીઓ તેમજ સળગ ચાર વર્ષથી એક જ જિલ્લામાં ત્રણ વર્ષથી હોય તેવા અધિકારીઓની બદલી કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેમાં અધિકારીઓની બદલી-પોસ્ટિંગ અંગેના અહેવાલ હિમાચલ પ્રદેશ અને ગુજરાતને પાસે માંગ્યા હતા. તેમજ ચૂંટણી પંચે બંને રાજ્યની સરકારને જે ચાર વર્ષથી સળગ એક જ જિલ્લામાં હોય તેવા અધિકારીઓની બદલી કરવાનો આદેશ આપ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ