બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The education department approved a total of 68 thousand 118 applications under RTE in the state

ગાંધીનગર / છોકરાઓને મફત ભણાવવા વાલીઓએ લાઈન લગાવી, ગુજરાતમાં RTEની 68 હજારથી વધુ અરજીઓ માન્ય

Dinesh

Last Updated: 07:50 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં RTE અંતર્ગત 68 હજાર 118 અરજીઓ શિક્ષણ વિભાગે માન્ય રાખી છે, અગાઉ કુલ અરજીમાંથી 14 હજાર 532 અરજીઓ અમાન્ય ગણાઈ હતી

  • રાજ્યમાં વર્ષ 2023માં RTE અંતર્ગતની પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ 
  • RTE અંતર્ગતની કુલ 68 હજાર 118 અરજીઓ શિક્ષણ વિભાગે માન્ય રાખી 
  • ચાલુ વર્ષે RTE અંતર્ગત પ્રવેશ માટે કુલ 98 હજાર 501 અરજીઓ થઈ હતી 


રાજ્યમાં વર્ષ 2023માં RTE અંતર્ગતની પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે RTE અંતર્ગતની કુલ 68 હજાર 118 અરજીઓ શિક્ષણ વિભાગે માન્ય રાખી છે. જો કે,  ચાલુ વર્ષે RTE અંતર્ગત પ્રવેશ માટે કુલ 98 હજાર 501 અરજીઓ થઈ હતી. 

68 હજાર 118 અરજીઓ માન્યા રખાઈ
RTE અંતર્ગતની કુલ 68 હજાર 118 અરજીઓ માન્યા રખાઈ છે ત્યારે અગાઉ કુલ અરજીમાંથી 14 હજાર 532 અરજીઓ અમાન્ય ગણાઈ હતી અને અમાન્ય અરજી પર ફરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા સમય અપાયો હતો. 27 એપ્રિલ સુધી અપાયેલા સમયમાં 6 હજાર 74 અરજી પર ડોક્યુમેન્ટ અપલોડ ફરીવાર થયા છે. અત્રે તમને જણાવી દઈએ કે, કુલ અરજીઓમાંથી શિક્ષણ વિભાગે 18 હજાર 993 અરજીઓ કેન્સલ કરી હતી.

આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો પહેલો રાઉન્ડ ૩ મેના રોજ શરૂ થશે
આરટીઇ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૨ એપ્રિલ જાહેર કરાઈ હતી. આરટીઈ એડમિશન ઓનલાઈન ફોર્મ ભરવા માટે ૧૨ દિવસનો સમય વાલીને આપવામાં આવ્યો હતો. એડમિશન માટે વાલીએ કરેલી અરજીમાં ખૂટતાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે  ફરી એક તક ૨૫થી ૨૭ એપ્રિલ સુધી આપવામાં આવી હતી, ત્યાર બાદ જે ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ થયા હશે તેની ચકાસણી ૨૫થી ૩૦ એપ્રિલ સુધી કરવામાં આવી છે અને ત્યારબાદ આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો પહેલો રાઉન્ડ ૩ મેના રોજ શરૂ થશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ