બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The ECI will constitute a new Delimitation Commission after the 2024 Lok Sabha elections

આયોજન / ગુજરાતમાં સાંસદોની સંખ્યામાં થઇ શકે છે વધારો, લોકસભાની ચૂંટણી બાદ ECI રચશે 'નવું સીમાંકન આયોગ'

Dinesh

Last Updated: 08:24 AM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2024ની લોકસભા ચૂંટણી પછી ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા નવા સીમાંકન આયોગની રચના કરશે જે સીમાંકન આધારે લોકસભા અને રાજ્યસભાની બેઠકોમાં વધારો થઈ શકે છે.

  • ECI નવા સીમાંકન આયોગની રચના કરશે
  • 2024ની ચૂંટણી બાદ થશે રચના
  • લોકસભા,રાજ્યસભાની બેઠકો વધશે


દેશમાં લોકસભાની ચૂંટણીની રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે 2024ની લોકસભા ચૂંટણી પછી ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા નવા સીમાંકન આયોગની રચના કરશે જે સીમાંકન આધારે લોકસભા અને રાજ્યસભાની બેઠકોમાં વધારો થઈ શકે છે. 

Topic | VTV Gujarati

લોકસભાની બેઠકો વધીને 800 સુધી થઈ શકે
નવા સીમાંકન બાદ લોકસભા અને રાજ્યસભાની બેઠકોમાં વધારો થઈ શકે છે તો લોકસભાની બેઠકો વધીને 800 સુધી થઈ શકે છે જ્યારે વિધાનસભા બેઠકો પણ 230ને પાર પહોંચી શકે છે. અત્રે તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં સાંસદોની સંખ્યા વધીને 42 થઈ શકે છે તો રાજ્યમાં રાજ્યસભાની બેઠકમાં વધારો થઈ શકે છે.

VTV Gujarati News and Beyond on Twitter: "PHOTOS: પહેલી વખત જુઓ નવા સંસદ  ભવનની અંદરની તસવીરો, PM મોદીએ કરી સરપ્રાઈઝ વિઝિટ #sansad #vtvgujarati  #PMNarendraModi https://t.co/iyMpEEcrRb" / Twitter

નવા સીમાંકન માટે 2026માં પ્રસિદ્ધ થશે પ્રાથમિક જાહેરનામું
રાજ્યસભામાં 11ને બદલે 17 સાંસદ સભ્ય ચૂંટાશે જ્યારે રાજ્યની વિધાનસભા બેઠકો 230થી વધુ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ધારાસભ્યને રહેવા માટે ક્વાર્ટર્સની સંખ્યામાં પણ વધારો થશે. જો કે તમને જણાવી દઈએ કે, ધારાસભ્યના ક્વાર્ટર્સની સંખ્યા 214 થશે. નવા સીમાંકન માટે 2026માં પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થશે તેમજ રાજ્યોની વસ્તી અને ક્ષેત્રના માપદંડોના આધારે સીમાંકન કરવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ