બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / The doors of these pilgrimage places including Kedarnath will be closed

ધર્મ / જો તમે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું વિચારો છો તો પહેલાં આ જાણી લો, આજથી કેદારનાથ સહિત આ યાત્રાધામોના કપાટ બંધ

Malay

Last Updated: 01:27 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૃંદાવન બાંકે બિહારી મંદિરમાં પૂજા અને દર્શનનો સમય બદલાશે, તો બીજી તરફ કેદારનાથના કપાટ આજથી બંધ કરી દેવામાં આવ્યા છે.

  • દેશના ઘણા મોટા તીર્થસ્થળો પર થયા કેટલાક ફેરફારો 
  • બાંકે બિહારી મંદિરનો સમય આજથી બદલાઈ જશે
  • કેદારનાથ ધામના કપાટ આજથી બંધ કરી દેવામાં આવ્યા

જો તમે ધાર્મિક સ્થળો પર યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ચોક્કસ વાંચો. વાસ્તવમાં, આજથી ઘણા મોટા તીર્થસ્થળો પર કેટલાક ફેરફારો થવા જઈ રહ્યા છે. જો વૃંદાવનની વાત કરીએ તો અહીંના બાંકે બિહારી મંદિરનો સમય આજથી બદલાઈ જશે. મંદિરના મેનેજર મુનીશ શર્માએ જણાવ્યું હતું કે, "હવે રાજભોગ સેવા માટે મંદિરના કપાટ બપોરે 1.00 વાગ્યે બંધ થઈ જશે. સવારની પાળીમાં, મંદિર સવારે 8:45 વાગ્યે ખુલશે અને ભગવાનની ભોગ સેવા માટે બપોરે 1:00 વાગ્યા સુધી એક સંક્ષિપ્ત વિરામની સાથે ખુલ્લુ રહેશે. બપોરના સત્રમાં મંદિર સાંજે 4:30થી 8:30 વાગ્યા સુધી ખુલશે."

કેદારનાથ ધામના કપાટ થયા બંધ
કેદારનાથ ધામના કપાટ આજથી બંધ કરી દેવામાં આવ્યા છે. આજ સવારે 8:30 વાગે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા છે. તો યમુનોત્રી ધામના કપાટ પણ આજથી બંધ કરાયા છે. છેલ્લે 19 નવેમ્બરના રોજ બદ્રીનાથ ધામના કપાટ બંધ કરવામાં આવશે.

દશેરાના રોજ જાહેર કરાઈ હતી તારીખો
ચાર ધામની યાત્રાના સમાપનને લઈને દશેરાના અવસર પર કપાટ બંધ કરવાની તારીખો જાહેર કરવામાં આવે છે. આ માટે મુહૂર્ત પ્રમાણે તિથિ અને સમય નક્કી કરવાની પરંપરા રહી છે. તેના આધારે નિર્ધારિત તારીખે ચારેય ધામના કપાટ બંધ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. શ્રી હેમકુંડ સાહેબ અને લક્ષ્મણ મંદિરના દરવાજા 10 ઓક્ટોબરે બંધ કરી દેવામાં આવ્યા છે.

કપાટ બંધ કરવાની પોતાની છે માન્યતા
શિયાળા દરમિયાન યાત્રાની અગમ્યતાને લઈને કપાટ બંધ કરવામાં આવે છે. જો કે, કપાટ બંધ કરવાને લઈને વિધિ-વિધાની પણ પોતાની માન્યતાઓ છે. ચાર ધામ યાત્રા 3 મેથી શરૂ થઈ હતી. આ દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલીને ચાર ધામની યાત્રા શરૂ કરવામાં આવી હતી. અક્ષય તૃતીયાના અવસરે યમુનોત્રી ધામના કપાટ 12:15 વાગ્યે અભિજિત મુહૂર્તમાં ખોલવામાં આવ્યા હતા.

દિવાળી પહેલા 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા કેદારનાથ ધામ
તો ગંગોત્રી ધામના કપાટ સવારે 11.15 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ ધામના કપાટ 6 મેના રોજ સવારે 6.25 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. બદ્રીનાથ ધામના કપાટ 8 મેના રોજ સવારે 6.15 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. દિવાળી પહેલા આ વખતે રેકોર્ડ 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ પહોંચ્યા હતા.

દૈનિક ક્વોટા કરાયો હતો નક્કી 
કેદારનાથ ધામ માટે દરરોજ 12 હજાર અને બદ્રીનાથ ધામ માટે 15 હજાર તીર્થયાત્રીઓનો ક્વોટા તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેનાથી વધુ શ્રદ્ધાળુઓ દરરોજ આ બંને ધામોની મુલાકાત લેતા અને પૂજા કરતા હતા. ગંગોત્રી ધામ માટે 7 હજાર અને યમુનોત્રી ધામ માટે 4 હજાર યાત્રાળુઓનો દૈનિક ક્વોટા નક્કી કરવામાં આવ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ