બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The devotees reached the runway of the airport to say bye bye to Baba

બિહાર / બાબાને બાય બાય કહેવા છેક એરપોર્ટના રન-વે સુધી પહોંચી ગયા ભક્તો, બરાબરની ભડકી JDU-RJD

Priyakant

Last Updated: 03:19 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Baba Bageshwar News: જનતા દળ યુનાઈટેડે કહ્યું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ મામલે તપાસ કરાવવી જોઈએ, એરપોર્ટના નિયમોનો ભંગ કરવો યોગ્ય નથી

  • બાબા બાગેશ્વર પાંચ દિવસના બિહાર પ્રવાસ બાદ પરત ફર્યા 
  • પટના એરપોર્ટથી તેમના પ્રસ્થાન દરમિયાન રનવે પર પહોંચ્યા ભક્તો
  • મહાગઠબંધને બાબાના સમર્થનમાં ઉતરેલી ભાજપને ઘેરવાનું શરૂ કર્યું 
  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ મામલે તપાસ કરાવવી જોઈએ: JDU 

બાબા બાગેશ્વર પાંચ દિવસના બિહાર પ્રવાસ બાદ પરત ફર્યા છે. આ તરફ હવે પટના એરપોર્ટથી તેમના પ્રસ્થાન દરમિયાન રનવે પર પહોંચતા ભક્તો હવે રાજકીય મુદ્દો બની રહ્યા છે. આ મામલે મહાગઠબંધને બાબાના સમર્થનમાં ઉતરેલી ભાજપને ઘેરવાનું શરૂ કરી દીધું છે. વાસ્તવમાં જ્યારે બાબા બાગેશ્વર બુધવારે સાંજે પટનાથી નીકળ્યા ત્યારે એરપોર્ટ પર ભક્તોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. 

બાબા બાગેશ્વર જ્યારે બિહાર પ્રવાસ પૂર્ણ કરી પરત ફરતા હતા ત્યાંરે પટના એરપોર્ટના ડિપાર્ચર ગેટ પર હંગામો થયો અને ત્યારબાદ બાબાના ભક્તો એરપોર્ટની અંદર રનવે પર દોડતા જોવા મળ્યા. ચાર્ટર્ડ પ્લેનમાંથી નીકળતી વખતે બાબાની આસપાસ ભક્તોનો જમાવડો હતો અને તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. હવે આ સમગ્ર મામલાને લઈને એક તરફ એરપોર્ટ પ્રશાસન પર સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ રાજકારણ પણ શરૂ થઈ ગયું છે.

શું કહ્યું JDUએ ? 
બાબાના ભક્તો એરપોર્ટના રનવે પર પહોંચ્યા બાદ હવે મહાગઠબંધને ભાજપને ઘેરી છે. જનતા દળ યુનાઈટેડ (JDU) કહ્યું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ મામલે તપાસ કરાવવી જોઈએ. જેડીયુના મુખ્ય પ્રવક્તા અને એમએલસી નીરજ કુમારે પણ કહ્યું છે કે, ભાજપને જણાવવું જોઈએ કે, સનાતનના સંતને ચાર્ટર્ડ પ્લેન ક્યાંથી આવી રહ્યું છે. જેડીયુના પ્રવક્તાએ કહ્યું છે કે, આ મામલે સામાન્ય લોકોની સુરક્ષા સાથે ખેલ ન કરી શકાય અને એરપોર્ટના નિયમોનો ભંગ કરવો યોગ્ય નથી.

શું કહ્યું RJD એ ?  
આરજેડીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું છે કે, પટના એરપોર્ટ પર અફઘાનિસ્તાન જેવો નજારો જોવા મળ્યો હતો. પટના એરપોર્ટ પર જે પણ થયું, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલયે જવાબ આપવો જોઈએ. આ સાથે જે લોકો દોષિત છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. આરજેડીના પ્રવક્તાએ કહ્યું કે, દેશના બંધારણની મજાક બનાવવામાં આવી છે. 

શું કહ્યું BJPએ ? 
આ સમગ્ર મામલે ભાજપ બાબાની સાથે ઉભેલી જોવા મળી રહી છે. બાબા બાગેશ્વરના પ્રવાસની સફળતા બાદ ભાજપ ઉત્સાહિત છે. ભાજપના ધારાસભ્ય હરિ ભૂષણ ઠાકુર બચૌલે કહ્યું છે કે, બાબા બાગેશ્વરના કાર્યક્રમની સફળતાને કારણે મહાગઠબંધનમાં બેચેની છે. જે લોકો પહેલા વિરોધ કરી રહ્યા હતા તેઓ હવે બાબાના કાર્યક્રમની સફળતા બાદ બહાનું શોધી રહ્યા છે. ભાજપના ધારાસભ્યએ કહ્યું છે કે, ભક્તોની ભીડને નિયંત્રિત કરવી મુશ્કેલ છે અને જો ભક્તો રન-વે સુધી પહોંચી ગયા હોય, તો ભૂતકાળમાં પણ નેતાઓ સાથે આવું થતું રહ્યું છે.

શું છે સમગ્ર મામલો ? 
વાત જાણે એમ છે કે, બુધવારે બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી કથાની સમાપ્તિ પછી છતરપુર પરત ફરવા માટે ચાર્ટર્ડ પ્લેનમાં ઉડાન ભરી હતી. જ્યારે લોકોને ખબર પડી કે બાબા પ્લેન મારફતે પાછા જઈ રહ્યા છે ત્યારે સેંકડો લોકો પટના એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જેના કારણે ત્યાં ભારે ભીડ જોવા મળી હતી. તે જ સમયે કેટલાક લોકો બાબાના દર્શન કરવા માટે રનવે પર પહોંચ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ સુરક્ષાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખૂબ જ મુશ્કેલીથી ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમના પ્લેનમાં લઈ જવામાં આવ્યા. 

શું કહ્યું મનોજ તિવારીએ ? 
મનોજ તિવારી ભાજપના સાંસદ મનોજ તિવારીએ ધીરેન્દ્ર શાસ્ત્રી અને પોતાને ગુરુભાઈ કહ્યા હતા. આ સાથે તેણે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના પોસ્ટર પર કાળો રંગ લગાવવા અંગે કહ્યું હતું કે, જે લોકોએ આ કર્યું છે તેણે પોતાના મોઢા કાળા કર્યા છે. આ સાથે તેમણે કહ્યું છે કે, બિહારના દરવાજા હવે બાબા માટે હંમેશા માટે ખુલી ગયા છે. બિહારના લોકોએ બાબાનો વિરોધ કરનારાઓને થપ્પડ મારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ