બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The corporation is promoting door-to-door vaccination

વેક્સિનેશન / અમદાવાદ કોર્પોરેશને વેક્સિનેશનને લઈ આ મોટી ઝુંબેશ હાથ ધરી, તહેવારોમાં લોકોને સંક્રમણથી બચાવા તંત્ર એલર્ટ મોડમાં

Ronak

Last Updated: 02:00 PM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ કોર્પોરેશને તહેવારોને અનુલક્ષીને ડોર ડોર વેક્સિનેશનનો પણ હવે પ્રચાર વધાર્યો છે. જેમા AMC સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પણ પ્રચાર કરી રહ્યા છે.

  • કોર્પોરેશન ડોર ટુ ડોર વેક્સિનેશનના પ્રચાર કરી રહ્યું છે 
  • તહેવારોમાં લોકોને સંક્રમણથી બચાવા તંત્ર એલર્ટ મોડમાં 
  • અમદાવાદમાં અત્યાર સુધીમાં 90 લોકોને વેક્સિન અપાઈ 

અમદાવાદમાં હવે વેક્સિનેશનને લઈને કોર્પોરેશન દિવસેને દિવસે વધું સક્રિય બની રહ્યું છે. વેક્સિનેશન માટે હવે કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પણ કરવામાં આવી રહ્યા છે. જેથી કોરોના સંક્રમણથી રાહત મળી રહે. આપને જણાવી દઈએ કે નવરાત્રી આવી રહી છે. ત્યારે આવા સમયે કોર્પોરેશને વેક્સિનેશનની પ્રક્રિયાને વધું વેગ આપ્યો છે. 

AMCના સ્ટેન્ડિંગ ચેરમેન કરી રહ્યા છે ડોર ટુ ડોર પ્રચાર 

વેક્સિનેશનન જવાબદારી કોર્પોરેટરને પણ સોપવામાં આવી છે. જેથી તેઓ પણ આ પ્રક્રિયામાં જોડાઈને તેને વેગ આપી રહ્યા છે. આ સિવાય AMCના સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ પણ વેક્સિનેશનને લઈને ડોર ટું ડોર પ્રચાર કરી રહ્યા છે. જેથી કોઈ પણ વ્યક્તિ વેક્સિન વગર ન રહે અને કોરોના સામે રક્ષણ મલી રહે. 

શહેરમાં 90 ટકાથી વધુ લોકોનું રસીકરણ થયું 

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે કહ્યું કે શેહરમાં 90 ટકા કરતા પણ વધારે અત્યાર સુદીમાં રસીકરણ થઈ ચુક્યું છે. સાથેજ તેમણે કહ્યું કે તહેવારો નજીક આવી રહ્યા છે. જેથી નાગરીકોને કોરોના સંક્રમણથી બચાવા માટે તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથેજ તમામ ખાનગી એકમોને પણ વેક્સિનેશન સર્ટી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

ઓક્ટોબરમાં વેક્સિનેશનની ગતી વધારવામાં આવી 

ઉલ્લેખનીય છે કે ઓક્ટોમ્બરમાં ડોર ટુ ડોર વેક્સિનેશન શરૂ કર્યા પછી 1 ઓક્ટોબરે 31,122 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું, 2 ઓક્ટોબરે 26,557 લોકોનું, 3 ઓક્ટોબરે 19,588 લોકોનું, 4 ઓક્ટોબરે 44,866 લોકોનું અને 5 ઓક્ટોબરના રોજ 39,901 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જે અન્ય શહેરોની સરખામણીએ સૌથી વધારે છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ