બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The Civil Aviation Department has predicted 5 days of scattered rain in the state

આગાહી / આવતીકાલે દ. ગુજરાતમાં વરસાદની આગાહી: અન્ય કેટલાંક વિસ્તારોમાં પણ છૂટાછવાયો ત્રાટકશે, શું કહે છે હવામાન વિભાગ

Vishal Khamar

Last Updated: 03:38 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદનો ચોથો રાઉન્ડ ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે. જેને હવામાન વિભાગ દ્વારા લઈને આવતીકાલથી દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. 15 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

 

  • આગામી 5 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી
  • આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
  • અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી

 હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી છે. હાલ તો રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી જેથી ભારે વરસાદ નહિ પડે. રાજ્યમાં અત્યાર સુધી 93 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 15 મી ઓગસ્ટે રાજ્યનું વાતાવરણ વાદળછાયું રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. 

આજે ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદની આગાહી 
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક સ્થળે વરસાદની આગાહી કરાઇ છે. આજે સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદ પડી શકે છે. આ સાથે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદની સંભાવના છે. 

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની સંભાવના પણ છે. જેના કારણે આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ