બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 'The Chief Minister's attention has been drawn, hence after an extensive discussion...', what did the Agriculture Minister say about the onion export ban in the state?

ગાંધીનગર / 'મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું છે, આથી વિસ્તૃત ચર્ચા બાદ....', રાજ્યમાં ડુંગળીની નિકાસબંધીને લઇ કૃષિમંત્રીએ જુઓ શું કહ્યું?

Vishal Khamar

Last Updated: 11:29 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડુંગળીની નિકાસ બંધી અને ઓછા ભાવને લઈ ગાંધીનગરમાં સૌરાષ્ટ્રનાં એપીએમસીનાં હોદ્દેદારો અને કૃષિ મંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ કૃષિ મંત્રી રાઘજી પટેલે નિવેદન આપ્યું હતું કે, ડુંગળીનાં ભાવો અંગે કેન્દ્ર સરકારને અમે ધ્યાન દોરીશું.

  • ગાંધીનગરમાં  સૌરાષ્ટ્રના APMCના હોદ્દેદારો અને કૃષિ મંત્રીની બેઠક પૂર્ણ
  • કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી અને ખાતર મંત્રી સહિત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોર્યુ"
  • "ડુંગળીના ભાવો અંગે કેન્દ્ર સરકારને અમે ધ્યાન દોરીશું

 ડુંગળીની નિકાસ બંધી અને ઓછા ભાવને લઈ ગાંધીનગરમાં સૌરાષ્ટ્રના APMCના હોદ્દેદારો અને કૃષિ મંત્રીની બેઠક પૂર્ણ થઈ છે. APMCના હોદ્દેદારા ડુંગળીના ભાવ અને નિકાસબંધીને લઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક યોજાઈ હતી.  બેઠક પૂર્ણ થયા બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યુ હતુ કે, કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી અને ખાતર મંત્રી સહિત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોર્યુ છે. ડુંગળીના ભાવો અંગે કેન્દ્ર સરકારને અમે ધ્યાન દોરીશું. આ સાથે તેમણે ઉમેર્યુ હતુ કે, ખેડૂતોને મળતા ભાવો ઓછા થયા છે.અમે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ કેન્દ્ર સરકારને રજૂઆત કરીશું. 

આ બાબતે મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું છેઃ રાઘવજી પટેલ (કૃષિ મંત્રી)
ડુંગળીની નિકાસબંધીના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિ અંગે  રાજકોટ માર્કેટિંગ યાર્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ, મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેનો સહિતના સૌરાષ્ટ્રના જુદા-જુદા માર્કેટિંગ યાર્ડના ચેરમેનોનું પ્રતિનિધિ મંડળ આજે મને આ પ્રશ્ને મળેલ. પ્રતિનિધિ મંડળ સાથે ખુબ લાંબી વિશેષ છણાવટ થઈ. પ્રતિનિધિ મંડળના પ્રશ્ને અમે ખુબ ચર્ચા વિચારણા પણ કરી અને  જે પરિસ્થિતિ ઉદભવી છે.  ડુંગળીની નિકાસબંધીના કારણે અને ખેડૂતોને ભાવના પ્રશ્ને જે પરિસ્થિતિ ઉભી થઈ છે. એ અંગે મે ભારત સરકારના કૃષિ મંત્રી, ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યુ છે. અમારા મુખ્યમંત્રી પણ આ પ્રશ્ને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવાના છે. આજે આ પ્રતિનિધિ મંડળ સાથે આ પ્રશ્ને ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ખેડૂતોમાં જે અસંતોષ ઉભો થયો છે. અને ખેડૂતોને મળતા ભાવ ઉપર જે તરાપ પડી છે. તે પ્રશ્ને અમારે વિગતવાર ચર્ચા-વિચારણા થઈ છે.

કૃષિ મંત્રી દ્વારા ઉપર રજૂઆત કરીને આ નિકાસબંધી દૂર કરવા માટે રજૂઆત કરશેઃ ઘનશ્યામ પટેલ
આ બાબતે મહુવા એપીએમસી ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે અમે ઘણા બધા યાર્ડનાં ચેરમેનો કૃષિ મંત્રીને મળવા માટે આવ્યા હતા. ડુંગળીની જે નિકાસ બંધી થઈ તે અંગે અમે રજૂઆત કરી હતી. ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે તે મંત્રી તેમજ રાકેશભાઈને આ બાબતે રજૂઆત કરી હતી. આ બાબતે કૃષિ મંત્રી દ્વારા ઉપર રજૂઆત કરીને આ નિકાસબંધી દૂર કરવા માટે રજૂઆત કરશે. એવું અમને આશ્વાસન આપ્યું છે. અને અમે આશા રાખીએ છીએ કે ખેડૂતોનાં હિતમાં આ નિર્ણયમાં ફેરફાર થશે. ડુંગળી જે છે તે ખેતરમાંથી સીધી આવે છે. ભાવ જે મળે છે તે ખેડૂતોને સીધા મળે છે. પણ ખેડૂતોને ઉતારો ઓછો છે. 300 વીઘી દીઠ ઉત્પાદન ઉતરવું જોઈએ. તેની 150 થી 200 મણ માત્રા છે. પુરવઠો ઓછો છે એટલે ભાવ વધ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ