બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The Chief Minister took the lessons of the tuition administrators in the matter of suicide of students in Rajasthan

સૂચના / CM ગેહલોતે ક્લાસીસ સંચાલકોની 'ક્લાસ' લગાવી: કહ્યું વિદ્યાર્થીઓને મરતા નથી જોઈ શકતો, ક્રાઇમ કરી રહ્યા છો તમે...

Vishal Khamar

Last Updated: 06:04 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇજનેર તેમજ IITની તૈયારી માટે પ્રખ્યાત રાજસ્થાનના કોટાની શુક્રવારે મુખ્યમંત્રી અશોક ગહેલોતે મુલાકાત લીધી. જો કે કોટામાં સંવાદ કાર્યક્રમ દરમ્યાન તેમણે કોચિંગ ક્લાસ સંચાલકો સામે વિદ્યાર્થિઓની આત્મહત્યાને લઇને ચિંતા વ્યક્ત કરી.

  • કોચિંગ ક્લાસીસ સંચાલકોને CMની ટકોર 
  • વિદ્યાર્થિઓની આત્મહત્યાને લઇને CM ચિંતિત
  • કોટાના કોચિંગ સંચાલકો ગુનો કરી રહ્યા છે: ગહેલોત
  • વિદ્યાર્થીને મરતા નથી જોઇ શકતો: ગહેલોત

રાજસ્થાનના કોટામાં ડોક્ટર-એન્જિનિયર બનવાનું સપનું લઈને આવેલા 21 બાળકોએ 8 મહિનામાં આત્મહત્યા કરી લીધી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી, જે દરમિયાન તેમણે ટ્યુશન સંચાલકોને ઠપકો પણ આપ્યો હતો. સીએમ ગેહલોતે અધિકારીઓને તેમને રોકવા માટે સૂચનો આપવા માટે એક સમિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો.

ગેહલોતે જણાવ્યું હતું કે સમિતિમાં ટ્યુશન સંસ્થાઓના પ્રતિનિધિઓ, માતાપિતા અને ડોકટરો સહિત તમામ હિતધારકોનો સમાવેશ કરવામાં આવશે અને તે 15 દિવસમાં તેનો રિપોર્ટ સુપરત કરશે. કોચિંગ હબ કોટામાં IIT અને NEET ઉમેદવારોમાં આત્મહત્યાના કેસોની સમીક્ષા બેઠકમાં બોલતા, CM ગેહલોતે ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરના બોજનો ઉલ્લેખ કર્યો.

કોટામાં વધી રહેલા આત્મહત્યાના કિસ્સાઓ પર, મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગઈ કાલે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો સાથેની બેઠકમાં કહ્યું હતું કે 'હું કોટામાં હવે બાળકોને મરતા જોઈ શકતો નથી, હવે સિસ્ટમમાં સુધારો કરો'. 9 પાસ બાળકોને ત્યાં સ્કૂલમાં એડમિશન બતાવવામાં આવે છે, ડમી ક્લાસ ચાલે છે, બાળક સ્કૂલ અને કોચિંગ બંને એકસાથે કરે છે, જો તે આઈઆઈટીયન બની જાય તો બાળક ભગવાન તો નથી બની ગયો?

તમે ગુનો કરી રહ્યા છો - ગેહલોત
ગેહલોતે કહ્યું કે કોચિંગ સંસ્થાઓમાં ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓની નોંધણી તેમના પર વધારાનો બોજ નાખે છે કારણ કે તેઓએ બોર્ડની પરીક્ષાઓ પણ આપવી પડે છે. તેણે કહ્યું, તમે ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને બોલાવો. તમે એક રીતે ગુનો કરી રહ્યા છો. જાણે આઈઆઈટી ભગવાન છે. કોચિંગમાં આવતાં જ વિદ્યાર્થીઓને નકલી શાળાઓમાં દાખલ કરવામાં આવે છે. 
ગેહલોતે કહ્યું કે, વિદ્યાર્થીઓ ડમી શાળાઓમાં નોંધાયેલા છે અને તેઓ શાળાએ જતા નથી. તેમના પર બોર્ડની પરીક્ષા પાસ કરવાનો અને પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવાનો બેવડો બોજ છે. ગેહલોતે કહ્યું કે વિદ્યાર્થીઓએ 6 કલાકના કોચિંગ ક્લાસમાં હાજરી આપવી પડશે. પછી વધારાના વર્ગો અને સાપ્તાહિક પરીક્ષણો આપવા પડશે.  આપણે યુવાન વિદ્યાર્થીઓને આત્મહત્યા કરતા જોઈ શકતા નથી.
આત્મહત્યા કરનાર 21 માંથી 14 છાત્રો એલન કોચિંગ સંસ્થાનાં
મુખ્યમંત્રીએ પૂછ્યું કે શહેરમાં સૌથી વધુ આત્મહત્યા કરવાનાં મામલે એલન કોચિંગ સંસ્થામાંથી કેમ હતા. જ્યારે જણાવવામાં આવ્યું કે આ વર્ષે કોટામાં આત્મહત્યાથી મોત નિપજવા મામલે 21 છાત્રોમાંથી 14 છાત્રા આ સંસ્થાનાં હતા. મુખ્યમંત્રીને એ પણ જણાવ્યું કે એલન ઈન્સ્ટિટ્યુટમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. 
તે કોઈ ખાસ સંસ્થાને નિશાન નથી બનાવી રહ્યાઃ ગેહલોત
સંસ્થાનાં એક પ્રતિનિધિએ બેઠક દરમ્યાન જણાવ્યું કે કોચિંગ સંસ્થામાં ધો. 9 કે 10 નાં વિદ્યાર્થીઓને બોલાવતા નથી. પરંતું શિક્ષણ વ્યવસ્થા એવી થઈ ગઈ છે કે માતા-પિતા પોતાનાં બાળકો માટે સારો વિકલ્પ શોધે છે.  આ બાબતે ગેહલોતે કહ્યું કે તે કોઈ ખાસ સંસ્થાને નિશાન નથી બનાવી રહ્યા. પરંતું તે એ જાણવા માંગે છે કે સંસ્થામાં સૌથી વધુ આત્મહત્યા કેમ થાય છે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ