બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The British filled this 800-year-old temple with sand

કવાયત / 800 વર્ષ જૂના આ મંદિરમાં અંગ્રેજોએ ભરી નાંખી હતી રેતી, સરકારના નિર્ણય બાદ હવે કરાશે આ કામ

Priyakant

Last Updated: 11:02 AM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અધિકારીઓએ જણાવ્યું કે, છતના વજનને સંભાળી લેશે તેવું વિચારીને મંદિરમાં રેતી ભરવામાં આવી હતી, જોકે હવે રેતી નીચે બેસી જતાં દિવાલોમાં તિરાડ પડવા લાગી

  • કોણાર્કના સૂર્યમંદિર પાસેથી એક સદી બાદ હવે રેતી કાઢવાનો નિર્ણય
  • ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ઓડિટોરિયમમાંથી રેતી કાઢવાની કામગીરી શરૂ કરી
  • બિલ્ડિંગની દિવાલો પર રેતીનું દબાણ થતાં તિરાડ આવી રહી હતી: એએસઆઈ

કોણાર્કના સૂર્ય મંદિર પાસેથી એક સદી બાદ હવે રેતી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મંગળવારે જગમોહન (ઓડિટોરિયમ)માંથી રેતી કાઢવાની કામગીરી શરૂ કરી હતી. એએસઆઈના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગની દિવાલો પર રેતી દબાણ કરી રહી હતી, જેના કારણે તિરાડ આવી રહી હતી.

ASIના ભુવનેશ્વર સર્કલના સુપરિન્ટેન્ડેન્ટ અરુણ મલિકે જણાવ્યું હતું કે, અમે રેતી કાઢવાનું કામ શરૂ કરતા પહેલા ભૂમિપૂજન કર્યું હતું. આ કામમાં ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. છેલ્લા બે વર્ષથી તેના વિશે નિષ્ણાતોની સલાહ લેવામાં આવી રહી છે અને હવે એક સુરક્ષિત સિસ્ટમ બનાવવામાં આવી છે.  અમે ચાર દરવાજાઓમાંથી રેતી દૂર કરીશું અને પછી ગર્ભગૃહને ખાલી કરીશું જેથી લોકો અંદર જઈ શકે, મલિકે કહ્યું. આપણે કેટલાક પથ્થરો તોડવા પડશે અને પછી રેતી કાઢવામાં આવશે. ટેક્નિકલ સહાય માટે BDR નિર્માણ પ્રાઈવેટ લિમિટેડને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ રેતી કાઢવાનું કામ ASIના કર્મચારીઓ કરશે. પહેલા પશ્ચિમના દરવાજામાંથી રેતી હટાવીને આ દરવાજા પર છિદ્રો બનાવવામાં આવશે જેથી આગળની સ્થિતિનો અંદાજ લગાવી શકાય.

800 વર્ષ જૂનું છે આ મંદિર  

800 વર્ષ પહેલા 13મી સદીમાં આ મંદિર ગંગા વંશના નરસિંહદેવે ભગવાન સૂર્યની પૂજા માટે બંધાવ્યું હતું. મુખ્ય પ્રધાન નાટ્ય મંડપ પહેલેથી જ નાશ પામ્યો છે અને હવે માત્ર જગમોહન(ઓડિટોરિયમ) બાકી છે. આ મંદિર બનાવવા માટે લગભગ 1200 કારીગરોએ 16 વર્ષ સુધી કામ કર્યું હતું.

અંગ્રેજોએ રેતી કેમ ભરી હતી ? 

1900 અને 1903ની વચ્ચે બ્રિટિશ સરકારે આ ઇમારતને બચાવવાની જવાબદારી લીધી અને જગમોહન(ઓડિટોરિયમ)ને રેતીથી બંધ કરી દીધું.  રેતી તેની અંદર પણ ભરાયેલી હતી જેથી તે પડી ન જાય. જોકે, હવે આ રેતીના કારણે દિવાલ પર ભાર આવી ગયો છે અને તિરાડો પડવા લાગી છે. 2020માં સરકારે તેમાંથી રેતી કાઢવાનો નિર્ણય લીધો હતો.

આ તરફ ASI અધિકારીઓએ જણાવ્યું કે, તે છતના વજનને સંભાળી લેશે તેવું વિચારીને તેમાં રેતી ભરવામાં આવી હતી, જોકે થયું તેનાથી વિપરીત. રેતી નીચે બેસી ગઈ અને દિવાલોમાં તિરાડ પડવા લાગી. હવે પડકાર એ છે કે, બિલ્ડિંગને સુરક્ષિત રીતે બચાવીને રેતી કેવી રીતે બહાર કાઢવી. એક અધિકારીએ જણાવ્યું કે, જગમોહન(ઓડિટોરિયમ)ની અંદર 14 ફૂટની ઊંચાઈએ રેતી છે. અમારે છતને કામચલાઉ આધાર પણ આપવો પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ