બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / The biggest update on Rishabh Pant's health ahead of the World Cup

World Cup 2023 / ઋષભ પંતની હેલ્થ પર આવ્યું સૌથી મોટું અપડેટ, જાણો વર્લ્ડ કપ રમી શકશે કે નહીં?

Kishor

Last Updated: 07:56 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2023 માં યોજાનાર ODI વર્લ્ડ કપમાં રિષભ પંત રમી શકશે કે કેમ? તે મામલે તેમના ચાહકો દ્વારા જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે. જોકે આ મામલે મોટું અપડેટ સામે આવ્યું છે.

  • ODI વર્લ્ડ કપમાં રિષભ પંત રમી શકશે કે કેમ?
  • ક્રિકેટર રિષભ પંત મામલે મોટું અપડેટ 
  • રિષભ પંત 2023 ઓડીઆઇ વર્લ્ડ કપમાં હિસ્સો બનશે નહીં! 

થોડા મહિનાઓ અગાઉ દિલ્હીથી રુડકી પોતાના ઘરે જતી વેળાએ ભારતીય સ્ટાર ક્રિકેટર રિષભ પંતને માર્ગ અકસ્માત નડ્યો હતો. માર્ગ અકસ્માતનો શિકાર બનેલા રિષભ પંતને ગંભીર ઇજા થવા પામી હતી અને હજુ પણ તે આ ઇજામાંથી બહાર આવ્યો નથી. સમયાંતરે પંત સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને પોતાની સ્થિતિ અને ચાહકોને જાણકારી આપી રહ્યો છે.  ત્યારે 2023 માં યોજાનાર ODI વર્લ્ડ કપમાં રિષભ પંત રમી શકશે કે કેમ? તે મામલે તેમના ચાહકો દ્વારા જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે. જોકે આ મામલે મોટું અપડેટ સામે આવ્યું છે.

ખરેખર! શું એશિયા કપ બાદ વર્લ્ડકપમાંથી રિષભ પંત થઇ જશે Out? વધુ એક સર્જરીની  તૈયારી | World Cup 2023 rishabh pant may also be ruled out of the icc world  cup apart

રિષભ પંત 2023 ઓડીઆઇ વર્લ્ડ કપમાં હિસ્સો બનશે નહીં!
દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ડાયરેક્ટર શ્યામ શર્માએ જણાવ્યું હતું કે રિષભ પંત હાલ બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં તેમની ઇજાઓને લઈને આરામ પર છે અને સંપૂર્ણ સ્વસ્થ થવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. બીજી તરફ ઓક્ટોબર નવેમ્બર 2023 માં ODI વર્લ્ડ કપ યોજાવા જઈ રહી છે. ત્યારે આ ટૂંકા ગાળામાં પંતનું સંપૂર્ણ ફીટ થવું મુશ્કેલ હોવાથી એવું માનવામાં આવી રહ્યું છે કે રિષભ પંત 2023 ઓડીઆઇ વર્લ્ડ કપમાં હિસ્સો બનશે નહીં! 

IPL 2023થી બહાર થઈ ગયા બાદ પણ રિષભ પંતને નહીં થાય નુકસાન, મળશે આટલા કરોડ  રૂપિયા, જાણો કઈ રીતે | Even after getting out of IPL 2023 Rishabh Pant will  not suffer

રિષભ પંત ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે

મહત્વનું છે કે ડીડીસીએ ડિરેક્ટરેટે બેંગ્લોરમાં રિષભ પંત સાથે મુલાકાત કર્યા બાદ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે રિષભ પંત ઓડીઆઇ વર્લ્ડ કપ બાદ સ્વસ્થ થઈ શકે છે અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ જ તે એનસીએમાંથી બહાર આવશે. તેઓએ કહ્યું હતું કે રિષભ પંત ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને તેને તમામ પ્રકારની કસરતો કરાવવામાં આવી રહી છે. વધુમાં ચાલવા અને સીડી ચડવા ઉપરાંત તમામ પ્રકારની કસરતો કરવામાં આવી રહી છે  હાલ તે માટી અથવા ઘાસ પર ચાલવા સહિતની પ્રેકટીસ કરી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ